________________
ગુરુ, ગૌતમસ્વામી દાખવીને મને અંત સમયે આપનાથી અળગે કર્યો? હવે મારુ શરણ. કેણ બનશે? હું તો વિશ્વમાં ખરેખર દીન–અનાથ બની ગયે!
શિરછત્ર હરાઈ જાય અને બાળકના અંતરમાં અનાથતા, એકલતા અને અસહાયતાને જે અંધકાર વ્યાપી જાય એ અંધકાર ગૌતમના અંતરમાં વ્યાપી ગયે. પ્રભુની આગળ ગૌતમ તે પોતાની જાતને સદાય બાળક જ માનતા, અને પ્રભુના ગુણે અને જ્ઞાનની આગળ પિતાની વયને ભેદ ભૂલી જતા.
ગૌતમને થયું કે પૃથ્વી, પાણી, પવન, પ્રકાશ, ઝાડપાન, પશુ-પંખી–વિશ્વનાં બધાંય ત અને સર્વે પ્રભુના વિરહે. ઉદાસ બનીને મૂંગુ ૨દન કરી રહ્યાં છે. સમગ્ર વાતાવરણ કરુણાભરી વેદનાથી ભરાઈ ગયું છે. આજે ભારતવર્ષની શુભા હરાઈ ગઈ છે.
ગૌતમના અણુ અણુમાંથી પ્રભુના વિરહની વેદનાનું કંદન. ઊઠી રહ્યું છે. ગૌતમ જાણે પિતાની જાતને જ વીસરી ગયા છે અને પ્રભુના નામના નિસાસા નાખીને પિતાની અસહ્ય વેદનાને વ્યક્ત કરવા પ્રયત્ન કરી રહ્યા છે.
અને છતાં ત્યાં આંસુ લૂછનાર, ભગ્ન હૃદયને આશ્વાસન આપનાર અને ઘેરા શોકના સંતાપને શાંત કરનાર કોઈ નહોતું! કંઈક આત્માઓને આશાસ્તંભ, અનેક જીવને ઉદ્ધારક અને નિપુણ તરવૈયે જાણે આજે કારમી હતાશાના ઘેરા વમળમાં અટવાઈ ગયેહતો! એક અજ્ઞાત કવિવરે ગૌતમસ્વામીની વેદનાને કરુણાભરી બાનીમાં રજૂ કરતાં સાચું જ કહ્યું છે કેઆધાર જ હું તો એક મુને તારો રે, હવે કેશુ કરશે રે સાર ? પ્રીતડી હતી જે પહેલા ભવતણું રે, તે કેમ વીસરી રે જાય ? આધાર જ મૂજને મે રે ટળવળતો ઈહાં રે, નથી કોઈ આંસુ લવણહાર; “ગૌતમ!” કહીને કેણ બોલાવશે રે? કોણ કરશે મેરી સાર આધાર જ અંતર જામી ૨ અણઘટતું કર્યું રે, મુજને મોકલી ગામ; અંતકાલે રે હું સમજ્યો નહીં રે, જે છેક દેશે મુજને આમ. આધાર જન્મ ગઈ હવે શોભા રે ભારતના લેકની રે, હું અજ્ઞાની રહ્યો છું આજ; કુમતિ મિથ્યાત્વી રે જીમ તીમ બેલશે રે, કુષ્ણુ રાખશે મારી લાજ? આધાર જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org