________________
ગૌતમની વેદના
૧૫૯ એમની વાચા જાણે હરાઈ ગઈ, એમના અંતરની વેદનાને કઈ અવધિ ન રહી. ' કેવો અભાગિયે કે ભગવાનના અગિયાર ગણધરમાંથી નવ મેક્ષે સિધાવ્યા; બીજા પણ અનેક આત્માઓ સિદ્ધિગતિને પામ્યા; આજે સ્વયં ભગવાન પણ મુક્તિધામમાં જઈ પહોંચ્યા અને પ્રભુને સૌથી પહેલો શિષ્ય હું હજી પણ સંસારમાં જ વસી રહ્યો છું! પ્રભુ તે મોક્ષે સિધાવ્યા, હવે મારું કેણુ? ગૌતમનું અંતર ઊંડા ખેદની લાગણીથી ઊભરાઈ ગયું.
ગૌતમસ્વામીની બધી દિશાઓ જાણે બહેરી બની ગઈ એમના ચિત્તમાં સૂનકાર વ્યાપી ગયે. કૂવાથંભ નંદવાઈ જાય કે સઢના લીરેલીરા થઈ જાય અને વહાણને બચવાને કઈ માર્ગ ન રહે એવી ઘેરી નિરાધારી એમના હૃદયમાં વ્યાપી ગઈ. એમને થયું ? વાપાત સામે આ કેવો કારમો ગજબ મુજ રંક ઉપર તૂટી પડયો !
મનને કંઈક કળ વળી એટલે પ્રભુ દેહી મટી અદેહી, રૂપી મટીને અરૂપી અને મત્સ્ય મટીને નિરાકાર-નિરંજન બની ગયાનો વિચાર એમના અણુ અણુમાં વ્યાપી ગયો અને એમની આંખે આંસુએ વહાવી રહી, એમનું હૃદય વેદનાભર્યો પોકાર પાડી રહ્યું : જે વહાણના સહારે સાધનાની સફર સહીસલામત આગળ વધતી હતી, એ વહાણને સુકાની જ, વહાણને મઝધાર મૂકીને, ચાલતે થયે! હવે મારે હાથ કેણુ પકડશે? મારું શું થશે? મારા બેડાને પાર કે, ઉતારશે? ગૌતમનું અંતર છેડીક ક્ષણે માટે અસહાયતાના ઊંડા અંધકારથી લેપાઈ ગયું.
પ્રભુ! પ્રભુ ! આપે આ તે કે અન્યાય કર્યો! વિશ્વાસ આપીને મુજ રંકનો વિશ્વાસભંગ કર્યો? હવે મારા પ્રશ્નોના જવાબો કેણ આપશે ? મારી શંકાઓનું સમાધાન કેણુ કરશે? મને
હે ગૌતમ !” કહીને હેતથી બેલાવશે પણ કોણ? કરુણાસિંધુ ભગવાન! મારા કયા ગુના બદલ આપે મારા તરફ આવી કઠેરતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org