________________
દેવશમને પ્રતિબંધ
ભગવાને વિચાર્યુંઃ ગૌતમના મારા ઉપરના અનુરાગને દૂર કરવાનું છેલ્લું કલ્યાણકાર્ય, કંઈક કઠેર થયેલા દેખાઈને પણ, મારે જ કરવું રહ્યું. બંધિયાર બની ગયેલા પાણીને વહેતું કરવા માટે બંધના એકાદ ભાગને તેડી પાડવા જે કઈક આઘાત ગૌતમના મારા તરફની રાગદષ્ટિથી ભરેલા અંતર ઉપર નહીં પડે, ત્યાં સુધી એને સાધનાની પરિપૂર્ણ સિદ્ધિના અમૃતને લાભ નહીં મળે.
અને ભગવાને ગૌતમને આજ્ઞા કરીઃ “હે ગૌતમ ! અહીંથી ડે દૂર એક ગામમાં દેવશર્મા નામે વિપ્ર રહે છે. એ સરળપરિણામી, સત્યને જિજ્ઞાસુ અને ધર્મને ઇચ્છુક છે. અ૫. પ્રતિબંધથી મેટો ધર્મલાભ થાય, એ અવસર છે. તું એ. ગામમાં સત્વર જા અને એ વિપ્રને પ્રતિબંધ પમાડી એને ઉદ્ધાર કર. તને પણ આ કાર્યથી મહાન લાભ થશે; આ પ્રસંગ તે તારા ઉદ્ધારનું પણ નિમિત્ત બનશે.”
ભગવાનની આજ્ઞા એ ગૌતમને મન કૃપાસિંધુ ભગવાનની મેટી કૃપાપ્રસાદી હતી. એ માટે તેઓ સદાય તત્પર રહેતા. અને સંસારના જીવને ઉદ્ધાર કરવાનું કામ તે ધર્મની પ્રભાવના કરવા જેવું મહાન લાભનું કામ હતું, એટલે ગૌતમસ્વામીને એ. મનગમતું કાર્ય હતું. ભગવાને આવા ઉત્તમ કાર્ય માટે પિતાને આજ્ઞા કરી તેથી ગૌતમ અપાર આહલાદ અનુભવી રહ્યા અને પોતાની જાતને ધન્ય માનવા લાગ્યા. એંશી વર્ષ જેટલી પાકટ ઉંમરે પહોંચવા છતાં ગૌતમસ્વામી સદા ભગવાનની આગળ પિતાની જાતને એક શિશુ જેવી જ માનતા હતા.
ભગવાનની આજ્ઞા શિરે ચડાવીને ગૌતમસ્વામીએ તરત જ બ્રાહ્મણ દેવશર્માને પ્રતિબંધ આપવા એના ગામ તરફ વિહાર કર્યો અને પિતાના નિર્મળ સંયમ અને જ્ઞાનના પ્રતાપે એ. વિપ્રદેવને સાવ અલ્પ સમયમાં ધર્મ પમાડ.
પ્રભુની આજ્ઞાનું પાલન કર્યાનો આનંદ અને સંતોષ સાથે. ગૌતમસ્વામી, ભગવાનના ચરણોમાં પહોંચી જવા માટે, તરત જ, એ ગામથી પાછા ફર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org