SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ ગુરુ ગૌતમસ્વામી એ સવાલ-જવાબને સંક્ષેપ આપવાનું કામ પણ ઘણું મોટું અને મુશ્કેલ છે. તેથી અહીં તે, જીવનઘડતરમાં ઉપયોગી થાય એવા બિલકુલ ડાક સવાલ-જવાબ જ નમૂનારૂપ આપવાનું પસંદ કર્યું છે. સંતોની સેવાનું ફળ ગૌતમ હે ભગવદ્ ! વિપરીત જ્ઞાન વગરના, સારી પ્રવૃત્તિ-વાળા, અભ્યાસી તેમ જ વિશેષ જ્ઞાની શ્રમણ કે બ્રાહ્મણની સેવા કરનાર મનુષ્યને શું ફળ મળે? મહાવીરઃ હે ગૌતમ! સજનની સેવાનું ફળ શાસ્ત્રશ્રવણ છે. ગૌતમ ઃ હે ભગવન્! શાસ્ત્ર સાંભળવાનું શું ફળ સમજવું ? મહાવીર ઃ ગૌતમ! એનું ફળ જ્ઞાન છે. ગૌતમ ઃ હે ભગવન્! જ્ઞાનનું ફળ શું છે? ભગવાન: હે ગીતમ! જ્ઞાનનું ફળ વિજ્ઞાન એટલે કે સારાસાર સમજવાને વિવેક એટલે કે વસ્તુના રેય-હેય-ઉપાદેયપણને ખ્યાલ. ગૌતમ હે ભગવન્! વિજ્ઞાનનું ફળ શું? ભગવાન: હે ગૌતમ! વિજ્ઞાનનું ફળ પ્રત્યાખ્યાન (પચ્ચકખાણુ) એટલે પાપપ્રવૃત્તિને ત્યાગ કરવાની પ્રતિજ્ઞા. ગૌતમ ઃ હે ભગવન્! આવી પ્રતિજ્ઞાનું શું ફળ ! ભગવાન: હે ગૌતમ! એનું ફળ સંયમ. - ગૌતમ હે ભગવન્! સંયમનું શું ફળ? ભગવાન: હે ગૌતમ! સંયમથી પાપકર્મનાં દ્વાર (આશ્રો) બંધ થાય. ગૌતમઃ હે ભગવન્! પાપકર્મનાં દ્વારે બંધ થવાથી શું લાભ થાય? . ભગવાન: હે ગૌતમ ! એથી તપ તપવાનું મન થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy