SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ગુરુ ગૌતમસ્વામી થયેલી વાતચીતના સમાચાર જાણ્યા. અને આ મુનિવરેએ કહેલ વાત સાચી હશે કે કેમ તે માટે એમના મનમાં સંશય અને કુતૂહલ જાગ્યાં. ' ગેચરી લઈને પાછા ફર્યા બાદ ગૌતમે ભગવાનને પૂછ્યું : “હે ભગવાન! એ સાધુઓએ જે ખુલાસા આપ્યા તે શું સાચા છે? આવા સવાલના જવાબ આપવાની શક્તિ તેઓ ધરાવે છે ખરા? શું તેઓ વિપરીત જ્ઞાન વગરના, સારી પ્રવૃત્તિવાળા, અભ્યાસી અને વિશેષ જ્ઞાની છે.” - ભગવાને કહ્યું: “ગૌતમ ! એ સાધુઓએ જે જવાબ આપ્યા તે યથાર્થ છે. તેઓ આવા જવાબ આપવા સમર્થ, વિપરીત જ્ઞાન વગરના, સારી પ્રવૃત્તિવાળા, અભ્યાસી અને વિશેષ જ્ઞાની છે.” .. ! ભગવાનના મુખેથી પિતાની શંકાઓનું સમાધાન મેળવીને ગૌતમસ્વામી ખૂબ રાજી થયા. પરિવ્રાજક અબડ ઉદારતા અને વિશાળતાથી શોભતા ભગવાન મહાવીરના ધર્મસંઘમાં તે કેવા કેવા જ ભળ્યા હતા ! એ બધે પ્રતાપ હતે ભગવાનની સમતા, વત્સલતા અને આગ્રહમુક્ત અનેકાંતદષ્ટિને. એમના ભિક્ષુ સંઘમાં તે વસ્ત્ર-પાત્રના સર્વથા ત્યાગી અને, પિતાની રુચિ કે લાચારીને લીધે, વસ્ત્ર-પાત્રને ઉપયોગ કરનાર એમ બન્ને પ્રકારના શ્રમણને તે સ્થાન હતું જ, સાથે સાથે પોતાને મનગમતો. વેષ અને વ્યવહાર ધરાવનાર બધી નાત-જાતનાં સ્ત્રી-પુરુષને પણ એમના શ્રાવકસંઘમાં આવકાર મળત. વેષ-વ્યવહાર ગમે તે હોય, પ્રયત્ન મનને નિર્મળ કરવાને હવે જોઈએ એ જ ભગવાનની મુખ્ય આજ્ઞા હતી. એ આજ્ઞાને માને તે એમના સંઘમાં ભળી શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy