________________
કેટલાક પ્રસંગે . | મહાશતકે ઉલ્લાસપૂર્વક ભગવાનને આદેશ શિરે ચડાવીને પિોતે સેવેલ દેષનું તરત જ પ્રાયશ્ચિત્ત કર્યું.
મહાશતકનું રેમ રેમ ભગવાન તરફની કૃતજ્ઞતાથી ઊભરાઈ ગયું. જાણે એમનું અંતર કહેતું હતુંકરુણાનિધિ ભગવાન! સંસારકીચમાં ડૂબતે ભલે ઉગારી લીધે આ સેવકને ! ભગવાનના સંદેશવાહક ગૌતમ પણ કૃતાર્થતા અનુભવી રહ્યા.
(૪)
શંકાનું સમાધાન રાજગૃહની નજીકમાં તંગિયા નામે નગરી હતી. એ નગરીમાં સુખી અને ધર્મતત્ત્વના જાણકાર અનેક શ્રમણોપાસકે રહેતા હતા. એક વાર એ નગરીમાં ભગવાન પાર્શ્વનાથની પરંપરાના પાંચ જેટલા સાધુઓ પધાર્યા અને નગરના પુષ્પવતી ચૈત્યમાં ઊતર્યા. તેઓ સંયમી, જ્ઞાની, તપસ્વી, સુવતી અને ગુણોના ભંડાર હતા.
આવા ગુણવંત મુનિવરોને પોતાના નગરમાં પધાર્યા જાને બધા શ્રાવકે ખૂબ હર્ષિત થયા. તેઓ વંદન, ભક્તિ અને ધર્મશ્રવણ કરવા એ મુનિવરની પાસે પહોંચી ગયા અને એ મુનિવરેએ સંભળાવેલે ભગવાન પાર્શ્વનાથને ચાર મહાવ્રતાવાળે ધર્મ સાંભળીને ખૂબ રાજી થયા. - ધર્મદેશના સાંભળ્યા પછી એ ગૃહસ્થોએ એ સાધુઓને સંયમના અને તપના ફળ સંબંધી તેમ જ બીજા પણ કેટલાક પ્રશ્નો પૂછ્યા. મુનિવરોએ એ પ્રશ્નોના જે જવાબ આપ્યા તે સાંભળીને બધા બહુ પ્રસન્ન થયા.
એ જ અરસામાં નિગ્રંથ ભગવાન મહાવીર રાજગૃહ નગરના ગુણશીલ ચૈત્યમાં પધાર્યા.
ગુરુ ગૌતમસ્વામી એક વાર ત્રણ ઉપવાસના પારણુ માટે ભિક્ષા લેવા નગરીમાં ગયા. નગરમાં ફરતા ફરતા તેઓએ ભગવાન ચાનાથની પરંપરાના સાધુઓની તંગિયા નગરીના શ્રાવ સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org