________________
કેટલાક પ્રસ ગે
૧૨૫
રાજગૃહીના ગૃહપતિ મહાશતક અને એની ભાર્યાં રેવતી આવી જ દુઃખદ, કરુણુ દશાનાં ભાગ થઈ પડયાં હતાં. એક ઉત્તરમાં જાય તેા ત્રીજુ દક્ષિણમાં ખેંચે, એવાં એકખ્ખીજાથી સાવ વિધી એમનાં મનનાં વલણા હતાં.
શ્રેષ્ઠી મહાશતક ભગવાન મહાવીના શ્રમણેાપાસક (શ્રાવક) સંઘમાં ભળ્યા હતા; અને એમની ભાવના અને પ્રવૃત્તિ ધર્મસાધનામાં ઉત્તરાત્તર આગળ વધવાની રહેતી. તેઓ હંમેશાં વ્રત, તપ અને નિયમેાના પાલનમાં જાગતા રહેતા અને પેાતાના ચિત્તને સ્થિર, સ્વસ્થ અને શુદ્ધ કરવાના પ્રયત્ન કરતા !
પશુ રેવતીની દિશા સાવ જુદી જ હતી. ઉંમર વધતી એમ એની ભાગ-વિલાસની વાસના અને ઇંદ્રિય-લાલુપતા વધતી જતી હતી. ખાન-પાનમાં એને મન નહી' ખાવા જેવું કે નહીં પીવા જેવું કશું જ ન હતું—એ ન ખાવાનું ખાતી અને ન પીવાનું પીતી !. અને એની વિષયવાસના તા માજા મૂકી દેતી હતી. એથી અને મહાશતક સાથે કાઈ મનમેળ નહાતા રહ્યો; અને એ તે હંમેશાં મહાશતક તરફના અસતેષથી મળ્યા જ કરતી.
પેાતાની વૃદ્ધ ઉંમર અને જીવનની અનિાશ્રુતતાના વિચાર કરીને મહાશતકે, ધમનું શરણુ લઈ ને, ઘરવ્યવહારને ત્યાગ કર્યાં અને એકથી એક ચઢિયાતી તપસ્યા અને સાધના કરવા માટે તેઓ પૌષધશાળામાં જ રહેવા લાગ્યા. વિલાસિતા અને નર્યાં અસંયમના અવતાર સમી રેવતીથી આ બધું શી રીતે સહન થાય ? એ તા અવારનવાર મહાશતકને ચલિત કરવા કઈ કઈ પ્રયત્ના કર્યા કરતી.
પેાતાની અંતિમ આરાધના કરવા મહાશતકે મરણુ પર્યંતના અનશનના સ્વીકાર કર્યાં; અને જન્મ-મરણના ફેરાથી સદાને માટે મચી જવા સારુ એકાગ્રતાથી શુભ ધ્યાનમાં સમય વિતાવવા લાગ્યા. તેઓ જીવનની તૃષ્ણા અને મરણના ભયથી ક્રમે ક્રમે
મુક્ત થતા જતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org