________________
કેટલાક પ્રસ ંગે
૧૨૩
ગૌતમે ભગવાન પાસે જઈ ને વિનયપૂર્વક પુદ્ગલ પરિત્રાજકનું જ્ઞાન પરિપૂર્ણ છે કે અપૂર્ણ, તે પૂછ્યું. ભગવાને એનું જ્ઞાન અપૂર્ણ હોવાનું કહ્યું.
આ વાત લેાકમુખે ફરતી ફરતી પુગલના જાણવામાં આવી. પરિવ્રાજક સ્વભાવે દુરાગ્રહી નહીં પણુ સત્યના શેાધક અને સરળપરિણામી જીવ હતા. પેાતાની શંકાનું સમાધાન મેળવવા એ સત્વર ભગવાન મહાવીર પાસે પહોંચ્યા અને પેાતાની શંકાઓનુ નિરાકરણ થવાથી, શ્રદ્ધાભક્તિથી પ્રેરાઈને, સદાને માટે ભગવાનના ભિક્ષુક સંઘમાં ભળી ગયા.
સત્યના જિજ્ઞાસુ પરિવ્રાજક સત્યનું દર્શન પામ્યાના આન ંદ અનુભવી રહ્યા.
(૨) ગૌતમ કરતાંય ચઢિયાતા
ભગવાન મહાવીર તે સત્યના પક્ષપાતી અને ગુણુના પ્રશંસક ધમ નાયક હતા. જે આત્માને વધુ આરાધે તે એમને મન માટો હતેા —ભલે પછી એ ઉંમરમાં, અધિકારમાં કે દીક્ષામાં નાના હાય..
ભગવાનના શ્રમણુસંઘમાં એક અણુગાર, અહુ મેટા તપસ્વી અને ચેતન અને જડના ભેદોના ખરાખર જાણકાર. કાયાની માયાને વિસારીને એને ઉપયોગ આત્માના કુંદનને નિર્મળ કરવામાં કરી લેવા માટે એમણે મહાદુષ્કર સાધના આદરી હતી. એમનુ નામ ધન્ય અણુગાર.
કાકદી નગરીમાં ભદ્રા નામે એક શેઠાણી રહે. એમને એ પુત્રો : એકનું નામ ધન્ય અને બીજાનુ નામ સુનક્ષત્ર. એમની સંપત્તિ અને સુખ-સાહ્યબીને પાર નહીં, ધન્ય તે લેગ-વિલાસમાં એવા ડૂબેલા રહે છે કે જાણે એ દુ:ખ-દીનતાને જાણતા જ નહાતા. માતાના હેતનાય કાઈ પાર ન હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org