________________
૨૩
સત્ય પામ્યાને આનંદ
વિદેહ દેશમાં વાણિજ્યગ્રામ નામે એક મોટું નગર હતું. નામ પ્રમાણે એ વેપારનું મોટું મથક અને વિપુલ ધન-ધાન્યથી સમૃદ્ધ હતું. જિતશત્રુ નામે રાજા ત્યાં રાજ્ય કરતા હતા.
એ નગરમાં આનંદ નામે એક કરોડપતિ ગૃહસ્થ (ગ્રહપતિ) રહેતા હતા. તેઓને વ્યવસાય તે મોટા વેપારી અને શરાફને હતે, છતાં તેઓ વણે વૈશ્ય (વાણિયા) નહીં પણ ક્ષત્રિય હતા. અને એમને વંશ, ભગવાન મહાવીરની જેમ, જ્ઞાતૃવંશ હતે.' એમનાં સગાં-સ્નેહીઓ અને જ્ઞાતિજને વાણિજ્યગ્રામના પર કેલ્લાક સન્નિવેશમાં રહેતા હતા.
આનંદની શ્રીમંતાઈને પાર ન હતું. એમની ભાર્યાનું નામ શિવાનંદા હતું. જેવું નામ એવા ગુણઃ કલ્યાણ અને આનંદની દેવી. પૂરી પતિપરાયણ નારી. શ્રીમંતાઈ હોવા છતાં આનંદમાં ગર્વ કે ઉદ્ધતાઈનું નામ ન હતું. એક શાણ, ઠરેલ અને ધીરજવાન સદ્દગૃહસ્થ તરીકે એમની ખૂબ નામના હતી. તેઓ પાંચમાં પૂછયા ઠેકાણું હતા. નાના-મોટા સૌ એમની સલાહ લેવા આવતાં. ગૃહપતિ આનંદ બધી વાતે સુખી હતા. પતિ-પત્ની અને ધર્માનુરાગી હતાં.
શ્રમણ ભગવાન મહાવીરે ૩૪મું ચેમાસુ વૈશાલીમાં કર્યું. પછી, પોતાના ધર્મચક-પ્રવર્તન માટે, તેઓએ વત્સ દેશ અને એની રાજધાની કૌશાંબી નગરી તેમ જ કોસલ દેશ અને એની રાજધાની શ્રાવસ્તી નગરી તરફ વિચરણ કર્યું અને ધર્મવાત્સલ્ય અને અંતરની ઉદારતાથી હજારે માનવીઓને પિતાના ધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org