________________
१४
ગુરુ, ગામસ્વામી આ રાજવૈભવનું સુખ ભોગવતાં ભગવતાં, અને કાંતિવાળી સુંદર કાયા ધારણ કરવાં છતાં, રાજા પુંડરીકનું અંતર નિરંતર આત્મસાધનાની જ ઝંખના કરતું રહેતું હતું. એણે જોયું કે કંડરીકને સંસારવાસનાથી ધર્મની ત્યાગભાવના તરફ પાછા વાળવાનું હવે શક્ય નથી; અને મારા માટે તે આ પ્રસંગ ઘણું વખતથી રેકી રાખેલ મનના મનોરથને સફળ કરવાને વિરલ અવસર છે. એટલે એણે તે, નાગરાજ જેટલી સહેલાઈથી પિતાની કાંચળી ઉતારીને ચાલતે થાય એટલી સહેલાઈથી, રાજ્યસિંહાસન કંડરીને સેંપી દીધું અને પિતે મુનિવેષ ધારણ કરીને અંત વગરના સુખ અને આત્મરાજ્યની શોધમાં ચાલી નીકળ્યો ! આવા મોટા રાજવૈભવને ત્યાગ કરતાં એને રૂંવાડામાંય ખેદ કે અફસની લાગણી ન જન્મી.
જગતે જોયું કે એક વખત જીર્ણ શરીરવાળે મુનિ સંસારના વૈભવમાં ઊતરી ગયે અને એક કાળે વૈભવમાં આળોટતે તંદુરસ્ત અને તેજસ્વી શરીરવાળે રાજા હસતે મોંએ સંસારને ત્યાગ કરીને ત્યાગી બની ગયે.
કથાને અંત કહે છે કે મુનિપણું તજીને રાજા બનેલ કૃશ કાયાવાળે કંડરીક મરીને નરકમાં ગયા અને ભરાવદાર શરીરવાળે પુંડરીક, રાજમહેલને ત્યાગ કરીને, વિમળ સંયમ પાળીને, મેક્ષને અધિકારી બનીને, ઉચ્ચ સ્વર્ગલેકમાં ગયે.
ગુરુ ગૌતમે વાતને ભાવ ફરી સમજાવતાં કહ્યું: “મહાનુભાવ! ન તો દૂબળું, અશક્ત, નિસ્તેજ શરીર સાચા મુનિપણાનું લક્ષણ બની શકે છે, અને ન તે સારું, સુદઢ અને તેજસ્વી શરીર મુનિપણાનું વિરેધી બની શકે છે. સાચું મુનિપણું તે શુભ ધ્યાન દ્વારા સધાતા સંયમમાં જ રહેલું છે.”
વૈશ્રમણ દેવ અને પર્ષદા ધર્મનું રહસ્ય સમજ્યાં અને મહાજ્ઞાની અને આત્મધ્યાની ગુરુ ગૌતમસ્વામીની નિખાલસતા, સરળતા અને સત્યપ્રિયતાને વંદી રહ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org