________________
છે જીવનનો લહાવે છે
અમૃત તે સંસારમાં કોણે દીઠું છે કે કાણે ચાખ્યું છે?
અને છતાં અમૃતને મહિમા કેટકેટલે ગાવામાં આવ્યો છે! અને કાળા માથાના માનવીને એનું કેટલું બધું આકર્ષણ હોય છે!
અમૃતના રસનું પાન કરીને અમર બનવાનું અને મૃત્યુના મહાભયથી સદાને માટે બચી જવાનું મન કોને ન હોય?
પણ અમૃત એ નરી કલ્પના છે અને અમૃતની ભાવના એ નક્કર સત્ય છે.
એ ભાવના માનવીને મત્યમાંથી અમર્ત્ય બનવાનો એટલે કે મૃત્યુને તરી જવાને કીમિયે શીખવે છે. આ ભાવનાનું વ્યવહારુ રૂપ એટલે આત્મલક્ષી જીવનસાધના. '' આવી જીવનસાધના એ જ માનવજીવનને સાચો મહિમા છે. અને આવી સાધના દ્વારા આત્માની જ એ જ માનવભવને ચરિતાર્થ કરવાને રાજમાર્ગ છે. આત્મામાં છુપાયેલા અમૃતતત્ત્વને આ માર્ગે જ સાક્ષાત્કાર થઈ શકે છે. આ સાક્ષાત્કાર એટલે સંસારનાં તથા કર્મનાં બંધનથી અને કષાયથી સર્વથા મુક્તિ; એ જ મોક્ષ. છે તેથી જ જીવનસાધક સંત એ દુઃખી દુનિયાને વિસામો અને સુખી સંસારનું વિવેકભર્યું નિયંત્રણ ગણાય છે. દુઃખ-દીનતામાં ભાંગી ન પડવું, સુખ-સાહ્યબીમાં છકી ન જવું અને મનને નિર્મળ કરવા સદા પ્રયત્નશીલ રહેવું–જીવનને જીવી જાણવાની આ કળા અને આંતરિક શકિત સંતોના સમાગમથી જ હાંસલ થઈ શકે છે. એટલા માટે જ સંતસમાગમને મહિમા અને પ્રભાવ અપાર લેખવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org