________________
૯૯૮
- ગુરુ ગૌતમસ્વામી યુગના માનવીઓ બુદ્ધિના તેજસ્વી અને સ્વભાવના સરળ હતા, એટલે તેઓ ચાર મહાવતેથી ધર્મના આચરણની ભાવના બરાબર સમજી જતા અને, આળસમાં પડયા વગર, એની નિર્મળ આરાધના કરવા સદા તત્પર રહેતા. ભગવાન પાર્શ્વનાથે ચાર મહાવ્રતે કહ્યાં અને ભગવાન મહાવીરે પાંચ મહાવ્રતને ધર્મ ઉપદે, એ ફેરનું કારણ આ જ છે. ભગવાન પાર્શ્વનાથના સંઘના શ્રમણે ચેથા અપરિગ્રહ મહાવ્રતમાં આપમેળે જ બ્રહ્મચર્યને સમાવેશ કરી લેતા. પિતાને શ્રમણ સમુદાય આ રીતે સમજી જાય એવો બુદ્ધિશાળી અને સરળ ન લાગતાં ભગવાન મહાવીરે એમાં સ્પષ્ટ રીતે બ્રહ્મચર્ય મહાવ્રતને ઉમેરે કરીને પાંચ મહાવ્રતનું પ્રતિપાદન કર્યું. પણ ચાર મહાવ્રત કે પાંચ મહાવ્રત એ બનેને હેતુ છે, જે રીતે બને એ રીતે, નિગ્રંથ માર્ગનું અનુસરણ કરીને, આત્માને વિમળ બનાવવો એ જ છે; એમાં લેશમાત્ર ફેર નથી. એટલે આજે જે કંઈ બાહ્ય ભેદ દેખાય છે તે સમયે પ્રેરિત અને ઉપરછલે જ છે; તાત્વિક દષ્ટિએ એમાં કશે ભેદ નથી. અને બંનેની અંદર વહેતી ભાવના તે એકરૂપ જ છે.
કેશીકુમાર શ્રવણ પિતાની અને પિતાના શ્રમણ સમુદાયની શંકાના નિવારણને સંતોષ અનુભવી રહ્યા.
કેશીકુમારે બીજો પ્રશ્ન પૂછ્યોઃ ભગવાન પાર્શ્વનાથે, કીમતી અને રંગબેરંગી વસ્ત્રોને પણ ઉપયોગ કરવાને શમણેને માટે નિષેધ ન કરતાં, સહજ રીતે જેવાં વચ્ચે મળે, એને ઉપગ કરવાની અનુમતિ આપી ત્યારે ભગવાન મહાવીરે સાધુઓને માટે અચેલક–વસ્ત્રહીન રહીને સાધના કરવાનું ફરમાવ્યું અને જે શ્રમણ આવી ઉત્કટ કેટીએ પહોંચવા સમર્થ ન હોય એમને માટે અલ્પમૂલ્ય, જીર્ણશીર્ણ, સાદાં અને શ્વેત વને મર્યાદિત પ્રમાણમાં ઉપગ કરવાનું ઉપદેર્યું, તે આ બે તીર્થકરોની પ્રરૂપણામાં આટલે મેટો તફાવત કેમ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org