SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ એ સંતાનું મિલન ૯૭ આ આહ્લાદકારી વાતાવરણ પ્રસરી રહ્યુ. મનેના શિષ્યા પણ પાતપેાતાની શંકાનું નિવારણ કરવાની તત્પરતા અનુભવી રહ્યા. એ સન્તાનું મિલન નિહાળવા અને એમની ધ ચર્ચા સાંભળવા ધ જિજ્ઞાસુઓ, કૂતુહલપ્રેમીઓ તથા પાખંડીઓ પણ ત્યાં ભેગા મળ્યા હતા. ગૌતમસ્વામીની અનુમતિ લઈ ને કેશીકુમાર શ્રમણે પેાતાની શંકાઓનું સમાધાન મેળવવા અને પેાતાની જિજ્ઞાસાને સંતાષવા ગૌતમસ્વામીને પ્રશ્નો પૂછવાની શરૂઆત કરી. કેશીકુમાર શ્રમણ : હું મહાભાગ ! ભગવાન પાર્શ્વનાથે ચાર યામ (મહાવ્રતા) રૂપ ધમ કહ્યો અને ભગવાન મહાવીર પાંચ મહાત્રતા ઉપદેશે છે. નિ થમાની એક જ પરંપરામાં આવે ફેરફાર કરવાનું શું કારણ ? ગૌતમસ્વામી ઃ બ ંનેના હેતુ તે! મેાક્ષની પ્રાપ્તિ એ એક જ છે. આચરણના નિયમેામાં ફેરફાર કરવાનું કારણ કાળખળને પ્રતાપે માનવીની બુદ્ધિમાં થતા ફેરફાર જ છે. જે કાળે માનવીની જેવી બુદ્ધિ હાય, એ બુદ્ધિને અનુરૂપ ધર્મના નિયમેામાં ફેરફાર કરવામાં ન આવે તે, માનવી ધર્મના ખરે મમ સમજીને એના ખરા લાભ મેળવી શકતા નથી. કારણ કે ધમ તત્ત્વના નિર્ણય બુદ્ધિ દ્વારા જ થઈ શકે છે. પ્રથમ તીર્થં પતિ ભગવાન ઋષભદેવના સમયના માવનસમાજ બુદ્ધિમાં જડ હાવા છતાં સ્વભાવથી સરળ હતા. અત્યારના છેલ્લા—ચાવીસમા તીથ કર શ્રમણ ભગવાન મહાવીરના સમય એવા વિચિત્ર આવી પહોંચે છે કે એમાં માનવીની બુદ્ધિ જ઼ડ અને પ્રકૃતિ વક્ર બની ગઈ છે ! એટલે તેઓને માટે આચારમાને શુદ્ધ રાખવાનું અને એનું પાલન કરવાનું કામ મુશ્કેલ હતુ, અને બધી વાતા ચાખવાથી સમજાવવાની જરૂર હતી. એટલે પહેલા અને છેલ્લા તીથ કરના સમયમાં ચારને બદલે પાંચ મહાવ્રત ચેાજવાની જરૂર પડી. વચ્ચેના ખાવીસ તીર્થંકરાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy