________________
કંદક પરિવ્રાજક : પાંચ ભવની લેણાદેણી
આ વખતે ધીસખા મંત્રીએ એને સમજાવ્યું કે “યુવરાજ ! વૈતાઢય પર્વતની ભીંત ઉપર લખેલું છે કે જે વિદ્યાધર અળાત્કારથી ઉપાડી લાવેલ કન્યા સાથે ભેગ ભેગવે છે, તેની બધી વિદ્યા નાશ પામે છે.” ધીસખા મંત્રીની વાત વેગવાનના મનમાં ઊતરી ગઈ. અને એણે ધનમાલા સાથે બળથી લગ્ન કરવાનો વિચાર માંડી વાળે; અને એ પિતાની મરજીથી પરણવા તૈયાર થાય ત્યાં સુધી રાહ જોવાનું નકકી કર્યું.
વેગવાનની ધીરજ છેવટે સફળ થઈ બેએક મહિના પછી ધનમાળા લગ્ન કરવા સંમત થઈ અને વેગવાનનાં લગ્ન એની સાથે ધામધૂમથી કરવામાં આવ્યાં. પણ એ બન્નેને ભાગ્યાગ કંઈક વિચિત્ર જ હતો કે કેટલાક વખત પછી બીજે વિદ્યાધર ધનમાલા ઉપર આસક્ત થઈને એને ઉપાડી ગયો!
- જ્યારે વેગવાને જાણ્યું કે જેના ઉપર પોતે ખૂબ અનુરાગ ધરાવતો હતો એ ધનમાલા બીજાની સાથે ભેગ ભેગવવામાં આસક્ત બની છે, ત્યારે એને સંસાર અસાર લાગે, એનું મન સંસાર ઉપરથી ઊઠી ગયું અને એનું અંતર વૈરાગ્યને ઝંખી રહ્યું. આ ઘટનાથી એનું મન દુઃખી દુઃખી થઈ ગયું હતું.
ધીસખા મંત્રીએ સંસારના ભાવોની વિચિત્રતા સમજાવીને રાજા વેગવાનના દુઃખનું નિવારણ કરીને એમના મનનું સમાધાન કર્યું. પછી ત્યાં આવી પહોંચેલા આચાર્યથી પ્રતિબોધ પામીને વિદ્યાધર રાજા વેગવાને અને ધીસખા મંત્રીએ બન્નેએ એમની પાસે ત્યાગધર્મની દીક્ષા લીધી.
વખત જતાં ધનમાલાના અંતરમાં પણ પિતાના પાપને માટે પશ્ચાત્તાપ જાગી ઊઠયો અને એ પણ પિતાના દુષ્કર્મોનું પ્રાયશ્ચિત્ત કરવા સંસાર ત્યાગ કરીને સાધ્વી બની ગઈ
મંગલ શ્રેષ્ઠીને જીવતે વેગવાન, એ જ ભાવી ઈન્દ્રભૂતિ ગૌતમ. સુધમનો જીવ તે ધનમાલા; એ જ ભાવી કંઇક કાત્યાયન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org