________________
અજ્ઞાત સત્ય
વર્ષે પાછો આવતે હેય, એ પ્રસંગ કે રોમાંચકારી અને આહ્લાદકારી બની રહે છે! ભગવાનના વિદેહદેશ તરફના આગમનનું પણ એવું જ થયું.
ભગવાન પણ તેરેક વર્ષ પહેલાં, આત્મલક્ષ્મીની કમાણી કરવા. સુખ-વૈભવ અને સગાં-સ્વજનેને ત્યાગ કરીને ચાલી નીકળ્યા હતા. અત્યારે તેઓ કેવી કેવી આત્મસંપત્તિની કમાણી કરીને પોતાની જન્મભૂમિમાં પાછા ફરતા હતા!
સર્વત્ર ધર્મરત્નને દિવ્ય પ્રકાશ અને આત્મધર્મને અપૂર્વ આનંદ પ્રસરી રહ્યોઃ ધન્ય પ્રભુ, ધન્ય ઘડી, ધન્ય વેળા, ધન્ય ભાગ! અમારાં આંગણું આજે પાવન થયાં !
એક દિવસ પ્રભુ બ્રાહ્મણકુંડ ગ્રામ નગરના બહુસાલ નામે ઉદ્યાનમાં પધાર્યા. નગરમાં જાણે સેનાને સૂરજ ઊગ્યે. નગરનાં નર-નારીઓ ભગવાનનાં દર્શન કરવા અને ભગવાનની ધર્મવાણીને અંતરમાં ઝીલવા ઉદ્યાનમાં પહોંચી ગયાં–આ ધન્ય અવસર ફરી આવ્યું કે આવશે!
ભગવાનનાં દર્શને જનારાંઓમાં વિપ્રવર ઋષભદત્ત અને એમનાં ગૃહિણી દેવાનંદા પણ હતાં. અને શ્રમણુધર્મના ઉપાસક હતાં. તીર્થકરની ધર્મવાણીથી પિતાના જીવનને પાવન કરવાના એમના કેડ હતા.
ભગવાનની ધર્મપર્ષદામાં ભગવાનના પ્રથમ ગણધર ગૌતમસ્વામી પણ બિરાજ્યા હતા. પિતાના આત્માને ઉદ્ધાર અને ભગવાનના શાસનનો જયજયકાર એ જ એમના મનોરથે હતા. ધર્મપર્ષદા ઉપર ભગવાનની ધર્મદેશના પ્રભાવ જોઈને ગૌતમસ્વામીનું રેમ રેમ ખીલી ઊઠતું; તેનું ચિત્ત આનંદવિભેર બની જતું.
ગૌતમસ્વામી નિહાળે છે કે આજની ધર્મપર્ષદામાં શ્રાવિકાએના સંઘમાં એક નારી આજે અજબ રોમાંચ અનુભવી રહી છે. કાયા તે એની વૃદ્ધત્વને આરે પહોંચી છે, પણ, ચાતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org