________________
૮૮
જૈન ગૂર્જર કવિઓ : ૯
સ્વર્ગવાસ સં.૧૬૩૬ ભા. વદિ પ દિને થયો. આથી સોમવિમલસૂરિએ પછી હેમસોમને સૂરિપદ આપ્યું.
જન્મ સં.૧૫૯૦ પણ મળે છે. સં.૧૬૧૧માં પંન્યાસપદ. સં.૧૬૧૯માં નિંદરબારમાં “સોમવિમલસૂરિ રાસની રચના કરી.]
૫૮. હેમસોમ : ધાણધાર (પાલણપુર પાસેના) દેશમાં પ્રાગ્વાટ વૃદ્ધ સા જોધરાજની પત્ની રૂડીથી સં.૧૬૨૩માં જન્મ, મૂલનામ હરખો (હર્ષરાજ). આઠ વર્ષની વયે વડગામ આવેલ સોમવિમલસૂરિને વાંદવા જતાં ત્યાં દીક્ષા સં.૧૬૩), દીક્ષાનામ હેમસોમ. પંડિતપદ સંઘવી લખમણે કરેલા ઉત્સવપૂર્વક સં. ૧૬૩૫, સૂરિપદ સં.૧૬૩૬ વૈશાખ વદિ ૨ દિને સંઘવી લખમણ વૃદ્ધનગરવાસી તથા બધા સંઘે મળીને સોમવિમલસૂરિના હસ્તે આપ્યું.
હેમસોમસૂરિના રાજ્યમાં સં. ૧૬૫૪માં સંઘવીરગણિશિષ્ય ઉદયવીરગણિએ સં. પાર્શ્વનાથ-ગદ્યબંધ-લઘુચરિત્ર' રચ્યું. (મુકિત, પ્ર. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર).
હેમસોમના પ્રતિષ્ઠાલેખો સં. ૧૬૬૭-૮૭ ૭િ૮), બુ. ૧. [સ્વર્ગસ્થ સં. ૧૬૭૯, માગશર સુદ ૮.]
(અહીં પટ્ટાવલી અટકે છે અને ત્યાર પછી જે પટ્ટધર આવ્યા તેમનાં નામો ઉમેરાયાં છે તે નીચે મૂક્યાં છે :)
૫૯. વિમલસોમ : પ્રતિષ્ઠાલેખ સં.૧૬૭૧, બુ. ૧.
[જન્મ સં.૧૬૪૦, દીક્ષા સં. ૧૬૬૪, આચાર્યપદ સં. ૧૬૬૭, સ્વર્ગવાસ સં.૧૬૮૮ માગશર સુદ ૧૫.]
૬૦. વિશાલ સોમ :
[ધોળકાના શા. સંતોકચંદ શ્રીમાલી અને સારંગદેના પુત્ર. સં.૧૬૮૭માં વીજાપુરના દોશી કુટુંબના જૈનોએ તેર આંગળ પ્રમાણ રારી ધાતુના પંચતીર્થી પટની પ્રતિષ્ઠા કરી. એમના રાજ્યકાળમાં સંઘસોમવૃત “ચોવીશી' સં. ૧૭૦૩માં અને રાજરત્નકૃત ‘રાજસિંહકુમાર રાસ' સં.૧૭૦૫માં રચાયેલ છે એટલે ત્યાં સુધી એ વિદ્યમાન હતા.)
૬૧. ઉદયવિમલસોમ:
સોમવિમલસૂરિના શિષ્ય લક્ષ્મીભદ્રગણિના શિષ્ય હતા. શાંતિસોમસૂરિ તેમના ગુરુભાઈ હતા.]
૬૨. ગજસોમ :
| તેિમણે અગસ્તપુર (આગલોડ)માં શાંતિસોમસૂરિનું અપમાન કર્યું અને તેમણે રાખેલા પંચકેશ ખેંચી કાઢ્યા. આથી ભ.શાંતિસોમસૂરિએ સં.૧૭૩૦માં ગજસોમને ગચ્છ બહાર મૂક્યા. પછી સં.૧૭૪૧માં તેમને ગમાં લઈ તેમનો પટ્ટો ફરી વાર ચાલુ કરાવ્યો.]
૬૩. મુનીંદ્રસોમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org