________________
તપાગચ્છની પટ્ટાવલી
૮૭
કર્યો. ખંભાતમાં પ્રાગ્વાટ સા. કીકાએ ગણિપદ સં.૧પ૯૦ ફા. વદ પને દિને બહુ દ્રવ્યનો વ્યય કરી અપાવ્યું. સિરોહીમાં સં.૧૫૯૪ ફા.વ.પને દિને સૌભાગ્યહર્ષસૂરિએ ગાંધી રાણા જોધાએ કરેલા ઉત્સવપૂર્વક પંડિતપદ આપ્યું. અજાહરીમાં શારદા આરાધી વર લીધો. ત્યાંથી ગુરુ સાથે વિદ્યાપુર (વીજાપુર) આવ્યા. ત્યાં દોશી તેજા માંગાએ ઉત્સવ કરી વાચકપદ અપાવ્યું સં.૧૫૯૫. અમદાવાદમાં સૌભાગ્યહર્ષસૂરિએ સં.૧પ૯૭માં સૂરિપદ આપ્યું. તે જ વર્ષમાં ચૈત્ર માસે વીજાપુરના દોશી તેજાએ બહુ ગામના સંઘ સાથે ૩૦૦ સાધુ સહિત સોમવિમલસૂરિ સાથે વિમલાચલ-યાત્રા ચાર લાખના વ્યયથી કરી. સં.૧પ૯૯ પાટણમાં ચાતુર્માસ. સં. ૧૬૦૦ કાર્તિક સુદ ૧ દિને પત્તનના સંઘ સાથે શત્રુંજય, રેવતાચલની યાત્રાએ ગયા. ત્યાંથી દીવબંદર જઈ ચૈત્ર શુદ ૧૪ દિને અભિગ્રહ લીધો. તે પૂરો થયા પછી શત્રુંજયયાત્રા કરી ધોળકા, પછી ખંભાત, ને ત્યાંથી કાન્હમ દેશે વણછરા ગામે આવ્યા. ત્યાં આણંદપ્રમોદને વાચકપદ દીધું. પછી આમ્રપદ્ર (આમોદ) આવીને સંઘવી માંડણના કરેલા ઉત્સવપૂર્વક વિદ્યારત્ન, વિદ્યાજયને વિબુધની પદવી આપી. અમદાવાદ ચાતુર્માસ સં.૧૬૦૨. પછી વાગડદેશમાં ગોલનગર, ત્યાંથી ઈડર. સં.૧૬૦૫માં ખંભાત ચોમાસું. ત્યાં ૧૬૦૫ના માઘ શુદ ૫ દિને ગચ્છાધીશ પદ મળ્યું. સં. ૧૬૦૮ રાજપુરમાં ચોમાસું. પછી હબિદપુરમાં માસકલ્પ. સં.૧૬૧૦માં પાટણમાં ફરી ચોમાસું. પછી ત્યાં વૈશાખ સુદ ૩ને દિને ચીઠીઆ અમીપાલે કરાવેલી પ્રતિમાઓ પ્રતિષ્ઠી. સં.૧૬૧૭માં અક્ષયદુર્ગે ચોમાસું. ત્યાં આસો શુદ ૧૪ દિને અશુભસૂચક જોતાં સંઘને જણાવ્યું કે તે દુર્ગનો ભંગ થશે. એમ કહી સાતમે ગુરુ હાથિલ ગામમાં જઈ હુંડપદ્રની મરકી નિવારવા ત્યાંના સંઘની વિનંતીથી હુંડપદ્રમાં જઈ મરકી નિવારી. સં.૧૬૧૯માં ખંભાત ચોમાસું, પછી નિંદુરબારમાં. સં. ૧૬૨૩ અમદાવાદમાં છ વિનયને ત્યાગવાનો અભિગ્રહ. અનેક અભિગ્રહો ધર્યો ને તે પાળ્યા. અષ્ટાવધાની, ઈચ્છાલિપિવાચક, વર્ધમાનવિદ્યા-સૂરિમંત્ર-સાધક, ચૌર્યાદિભય તથા કુષ્ઠાદિરોગનિવારક, કલ્પસૂત્ર-ટબાથદિ બહુ સુગમ ગ્રંથકારક, શતાWબિરુદધારક થયા. સં.૧૬૩૭ માર્ગશીર્ષ માટે સ્વર્ગવાસ. કુલ ૨૦૦ને સાધુદીક્ષા આપી.
તેમના પ્રતિષ્ઠાલેખો સં.૧૬૦૩-૨૨, બુ.૨.
જન્મનામ જસવંત. ચાર વર્ષની વયે દીક્ષા. ઉપાધ્યાયપદવી વીજાપુરમાં. સૂરિપદ આસો સુદ ૫ ને ગુરુવારે. એમણે કેટલાક ટબાઓ તથા “શ્રેણિક રાસ’ વગેરે રાસાઓ રચેલ છે. એમની કૃતિઓ માટે જુઓ જેન ગૂર્જર કવિઓ, બીજી આવૃત્તિ ભા.૨, પૃ.૨, ભા.૩, પૃ.૩૫૯.]
આણંદસોમ : જન્મ સં.૧૫૯૬ કા.શુ.૧૫. દીક્ષા સં.૧૬૦૧ કા. શુ. ૧૫. પંડિતપદ પારીખ સાંડાએ કરેલ ઉત્સવપૂર્વક મળ્યું. સં. ૧૬૨૫ વૈ.શુ.પ દિને પત્તનમાં સંઘવી દેવરા]નકૃત ઉત્સવથી શ્રી સોમવિમલસૂરિએ સૂરિપદ આપ્યું. અમદાવાદમાં સં.૧૬૩૦ માઘ શુ.૫ આચાર્યવંદન મહોત્સવ થયો, તે વખતે હંસસોમ અને દેવસોમને વાચકપદવી આપી. તે ઉત્સવ વૃદ્ધનગરના સંઘવી લખમણ પુત્ર નાનજી આદિએ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org