________________
તપાગચ્છની પટ્ટાવલી
- ૮૯
[અજ્ઞાતકૃત વિમલશાખા પટ્ટાવલી (જે.ગૂ.ક., ૬, ૪૫૦) આને સ્થાને નરેન્દ્રમોમ નામ આપે છે.]
૬૪. રાજસોમ. [ઉપર્યુક્ત પટ્ટાવલી રાજવિમલસોમ નામ આપે છે.] ૬૫. આણંદસોમ :
એમના રાજ્યકાળમાં સં.૧૮૭૮માં ઉત્તમવિજયકૃત “ધનપાલશીલવતી રાસ” રચાયેલ છે. એમના પટધર ઉદયસોમસૂરિએ સં.૧૮૯૮માં “શ્રીપાલ રાસ' રચેલ છે, તથા સં.૧૮૯૪માં ઉત્તમવિજયકૃત ‘નેમિનાથ રસવેલીની પ્રત લખનાર આણંદસોમણ શિષ્ય ભાનૂદયસોમસૂરિ પણ એ જ જણાય છે.]
૬૬. દેવેન્દ્રવિમલસોમ. ૬૭. તત્ત્વવિમલસોમ. ૬૮. પુણ્યવિમલસોમ. | [૬૫. આણંદસોમ, ૬૬. મુનીન્દ્રસોમ, ૬૭. કેસરસોમ, ૬૮. સોમજી, ૬૯. કસ્તૂરસોમ, ૭૦. રત્નસોમ, ૭૧. રાયચંદજી સં.૧૮૬૯ આસો સુદ ૨ બુધવાર મુ. કડા એવી પરંપરા પણ મળે છે.]
તપાગચ્છ વિજયાણંદસૂરિ (આણંદસૂર) શાખા પટ્ટાવલી ૫૯. વિજયસેન : (જુઓ મૂળ તપાગચ્છ પટ્ટાવલી ક.૫૯)
તેમની પાટે જુદાજુદા આચાર્ય થયા : ૧. વિજયદેવસૂરિ, ૨. વિજયતિલકસૂરિ, ૩. રાજસાગરસૂરિ.
૬૦. વિજયતિલક : વીસનગરના પોરવાડ પિતા દેવજી શાહને ત્યાં માતા જયવંતીથી જન્મ સં.૧૬૩૫, મૂળ નામ રામજી. દીક્ષા વિજયસેનસૂરિ પાસે સં.૧૬૪૪, દીક્ષાનામ રામવિજય. આચાર્યપદ વિજયસેનસૂરિ સ્વર્ગસ્થ થતાં કેટલાક મુનિઓએ ભેગા મળી રાજનગરમાં આપ્યું સં.૧૬૭૩ પોષ સુદિ ૧૨ બુધ. મકરૂબખાને સારું માન આપ્યું. સં.૧૬૭૬ના પોષ સુદિ ૧૪ સિરોહીમાં સ્વર્ગવાસ. તેમની પાદુકાલેખ સિરોહીમાં સં. ૧૬૭૬ ફાગણ સુદિ ૨નો છે.
વીરવંશાવલીમાં કહે છે કે પિતાનું નામ પ્રાગ્વાટ વૃદ્ધ હલસર ગોત્રીય દેવરાજ હતું. જન્મ સં. ૧૬૫૧. દીક્ષા પાવાગઢમાં સં.૧૬૨૨, દીક્ષાનામ રામવિજય. પંડિતપદ જીર્ણગઢમાં સં.૧૬૬૭, ગચ્છનાયક ખંભાતમાં સં. ૧૬૭૩.
પિન્યાસપદ સં.૧૬૬૩ પણ મળે છે.].
૬૧. વિજયાણંદ : મારવાડના રોહા ગામમાં જન્મ સં.૧૬૪૨ શ્રાવણ સુદ ૮, પોરવાડ શ્રીવંત પિતા સિણગારદે માતા, મૂલનામ કલો. દીક્ષા હીરવિજયસૂરિ પાસે સં.૧૬૫૧ મહા સુદ ૬, દીક્ષાનામ કમલવિજય, પંડિતપદ વિજયસેનસૂરિએ આપ્યું સં.૧૬૭), આચાર્યપદ વિજયતિલકસૂરિએ સિરોહીમાં આપ્યું, સં.૧૬૭૬ પોષ સુદિ ૧૩ (૧૪ શુક્ર), સૂરિનામ વિજયાણંદસૂરિ. તેમણે વિજયદેવસૂરિ સાથે મેલ કર્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org