________________
જૈન ગૂર્જર કવિઓ : ૯
સં.૧૬૮૧ પ્રથમ ચૈત્ર સુદ ૯. વળી ભેદભાવ રહ્યો, એટલે વિજયરાજને પોતાની પાટ પર સ્થાપ્યા. ઘણાં તીર્થોની યાત્રા કરવા ઉપરાંત ઘણાં જિનબિંબોની પ્રતિષ્ઠા કરી હતી. એકલા કય૨વાડામાં એક સાથે ૨૫૦ બિંબોની પ્રતિષ્ઠા કરી. (સં.૧૬૮૦-સં. ૧૬૮૪માં વી૨પ્રતિમા પ્રતિષ્ઠિત કરી.) સ્વ. ખંભાતમાં સં.૧૭૧૧ આષાઢ વિદ ૧ મંગળવાર. (જુઓ મારી જૈન ઐતિહાસિક રાસમાળા, નિવેદન, પૃ.૩૦-૩૧, ઐ. સઝાયમાળા, ભાગ ૧, પ્રસ્તાવના, પૃ.૧૮-૨૦)
02
-
‘વીરવંશાવલી’ મુજબ ચાયણસા ચહૂઆણ ગોત્ર. વિશેષમાં કહ્યું છે કે પંડિતપદ અણહિલપત્તને શ્રી પંચાસર પાસ પ્રાસાદે મળ્યું. સિરોહીમાં પદમહોત્સવ પ્રાગ્ધાટ વૃદ્ધ પોટલિયા ગોત્રે સંઘવી મેહાજલે કીધો. તે મેહાજલ ૭ તીર્થ – સિદ્ધાચલ, ગિરિનાર, તારણિગિર, અર્બુદિગિર, ઘોઘા નવખંડ પાસ, શંખેશ્વર પાસ, બંભણવાડ સંઘ કાઢી પોતે સંઘાધિપતિ થયો. વધુ માટે જુઓ વીરવંશાવલી. આ સૂરિના પ્રતિષ્ઠાલેખ સં.૧૬૦૬, ના.૨; ૧૬૮૩-૧૭૦૬, બુ.૨.
તપાગચ્છમાં ધર્મસાગર ઉપાધ્યાયની ચળવળ આ પહેલાં બહુ થઈ ને તેમાં અનેક કલહ ભેદભાવ તેને પરિણામે થયા, તેમાં હવે બે ભાગ પડ્યા. દેવસૂર (વિજયદેવસૂરિની આજ્ઞા માનનારનો), અને આણંદસૂર (વિજયાણંદસૂરિની આજ્ઞા માનનાર).
૩૬
દેવિજયે ‘કયરવાડા વીર સ્તવન' રચ્યું છે તેમાં જણાવ્યું છે કે ઃ તપગચ્છમંડણ રાય રે સંતિ સોહમ, શ્રી વિજયાણંદસૂરિ વંદીઇ એ. વિજયદસમી દિનઇ, સંવત સોલિ વ્યાસીઇએ. માણિકવિજય (વિદ્યમાન સં.૧૭૨૯માં) પોતાના હાથથી લિખિત પોતાની ‘કયરવાડા વીર સ્તુતિમાં કહે છે કે :
૩૯
મેઘશેઠ મોટઇ મંડાણઇ પ્રતિષ્ઠા કરી સુખકારીજી,
સંવત સોલ ચોરાસિ વરસે, જિનબિંબ ભરાવ્યો સારોજી. શ્રી વિજયઆણંદ સૂરીસ્વર હાથઇ, વ્રત-ઉચાર ત્યાં કીધોજી, કનકપુરઇ સંઘ સદા વિવેકી, સબલો જસ ત્યાં લીધોજી,
આ કનકપુર તે કય૨વાડાનું બીજું નામ છે કે જે આ માણિકવિજયના ગુરુ મેરુવિજયે આપ્યું હતું, જ્યારે તે પહેલાં વિજયરાજસૂરિએ બારેજાથી સમસ્ત સંઘને કાગલ મોકલ્યો ત્યારે કય૨વાડાનું નામ કપૂરવિજય પોતે સ્થાપ્યું હતું એમ આ કવિ જણાવે છે. પ્રતિષ્ઠાલેખ સં.૧૬૮૩, બુ.૧.
વિજયાણંદ પ્રથમ લોંકાગચ્છના શ્રીપૂજ વરસંગજી પાસે દીક્ષિત થયેલા. હીરવિજયસૂરિ પાસે દીક્ષા સિરોહીમાં માતાપિતા વગેરે સાથે. પંન્યાસપદ પાટણમાં. અવસાનમિતિ આસો સુદ ૧પ પણ મળે છે.]
૬૨. વિજયરાજ : ગુર્જરદેશના કડીવાસી શ્રીમાલીવંશીય ખીમા શાહ પિતા, ગમતાદે માતા, મૂળ નામ કુંવરજી, જન્મ સં.૧૬૭૯ વૈશાખ શુદ ૩. દીક્ષા વિજયાણંદસૂરિ પાસે પિતા સહિત રાજનગરમાં લીધી સં.૧૬૮૯ આષાઢ શુદ ૧૦, દીક્ષાઉત્સવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org