SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ તપાગચ્છની પટ્ટાવલી ૯૧ રાજનગરમાં શાહ મનજીએ કર્યો, દીક્ષાનામ કુશલવિજય. સૂરિપદ સં.૧૭૦૪(૧૭૦૩)માં સિરોહીમાં વિજયાણંદસૂરિએ આપી પોતાના પટ્ટધર બનાવ્યા, સા રાઉતે પદમહોત્સવ કર્યો. (સં.૧૭૦પમાં ખંભાતમાં વિમલાદે શ્રાવિકાએ વાંદણામહોત્સવ કર્યો.) ૧૭૦૬માં ભટ્ટારપદ ખંભાતમાં. ૧૭૨૦માં કાળ પડતાં અમદાવાદના મનિયા સુત શાંતિદાસે તે માટે પુષ્કળ દ્રવ્ય ખચ્યું. સ્વ. સં.૧૭૪૨ અષાઢ વદિ ૧૩ ખંભાતમાં. મોઢજ્ઞાતીય શ્રીવંત લાલજી પિતા તથા લલિતાદે માતાના બે પુત્રો નામે માલજી ને રામજીએ અમદાવાદથી શત્રુંજયનો સંઘ કાઢ્યો ને સૂરિ સાથે યાત્રા કરી સં.૧૭૨૩ ફાગણ સુદ ૭. (જુઓ ‘વિજયરાજસૂરિ રાસ પરથી હકીકત, જૈનયુગ, કારતક-માગશર ૧૯૮૩નો અંક). તેમના પ્રતિષ્ઠાલેખ સં.૧૭૮૬-૧૭૧૦, ના.૨; ૧૭૦૬-૨૧, બુ.૧; ૧૭૦૬૧૦ -૨૧, બુ.૨; ૧૭૨૧, જિ.૨. પિતા ખીમા શાહ મણિયાર. સં.૧૭૦૧માં ચાંપાનેરમાં પંન્યાસપદ.] ૬૩. વિજયમાન : બરાનપુરમાં પોરવાડ શાહ વાઘજીને ત્યાં વિમલાદેવીરમદે)થી જન્મ સં. ૧૭૦૭, મૂલનામ મોહન. દીક્ષા પોતાના મોટા ભાઈ ઇન્દ્રજી સાથે લીધી સં.૧૭૧૯, દીક્ષાનામ માનવિજય. આચાર્યપદ સિરોહીમાં વિજયરાજસૂરિએ સં.૧૭૩૬માં મહા સુદ ૧૩ના આપ્યું અને તેનો ઉત્સવ સા. ધર્મદાસે કર્યો હતો. પટ્ટધરપદ વિજયરાજસૂરિની પાટે સં.૧૭૪૨ ફાગણ વદ ૪. સ્વ. સાણંદમાં સં. ૧૭૭) મહા સુદ ૧૩. માતાનામ વીરાંદે પણ મળે છે. દીક્ષા માલપુરમાં વિજયાણંદસૂરિશિષ્ય પં. શાંતિવિજય પાસે મોટાભાઈ ઇન્દ્રજી સાથે. ભટ્ટારકપદ નાડલાઈમાં, તિથિ ૧૪ પણ મળે છે. સં.૧૭૩૧માં ઉપાધ્યાયપદે હતા ત્યારે “ધર્મસંગ્રહની રચના કરી.] ૬૪. વિજયઋદ્ધિ: મારવાડમાં આબુ પાસે સ્થાણુના વતની વીશા પોરવાડ. મૂલનામ જશવંત શાહ. અમદાવાદમાં વિજયમાનસૂરિ પાસે દીક્ષા, દીક્ષાનામ સુરવિજય. આચાર્યપદ તે જ સૂરિએ સિરોહીમાં આપ્યું સં.૧૭૬૬. સ્વ. સં.૧૭૯૭. ‘વીરવંશાવલીમાં કહ્યું છે કે ઃ વૃદ્ધ મરુધર દેશે ભેટાહલ્લા નગરે શ્રીમાલી વૃદ્ધ લિંબ ગોત્રે સા. જશવંત સ્ત્રી યશોદા તેહનો પુત્ર, સં. ૧૭૨૭ વર્ષે જન્મ. સં.૧૭૪૨ વર્ષે પિતા સા. જશવંત પુત્ર, સહિત શ્રી રૂક્રપુરે દીક્ષા, સં. ૧૭૬૬ વર્ષે સિરોહીમાં આચાર્યપદ, સા. હરરાજ ખીમકરણે પદોત્સવ કર્યો. સં.૧૭૭૧ ગચ્છનાયકપદ સાણંદમાં, મહેતા દેવચંદ મહેતા મદને પાટમહોત્સવ કર્યો. સં.૧૮૦૬માં સુરત બંદરે સ્વર્ગવાસ થયો. પ્રન્નિષ્ઠાલેખ સં.૧૭૯૮ વૈશાખ સુદ ૧, નં.૧૭૪૫, ના.૨. આ આચાર્યના બે પટધર થયા. ૧. સૌભાગ્યસૂરિ, ૨. પ્રતાપસૂરિ. વિજયસૌભાગ્યસૂરિના વિજયલક્ષ્મસૂરિ અને વિજયપ્રતાપસૂરિના પટ્ટધર વિજયઉદયસૂરિ થયા. વિજયઋદ્ધિસૂરિના ભટ્ટારકપદનું વર્ષ સં. ૧૭૭૦ પણ મળે છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy