________________
જૈન ગૂર્જર કવિઓ ઃ ૯
વિજયઉદય ઃ જન્મ મારવાડના બાંકલી (વાંકળી) ગામમાં, આચાર્યપદ મુઢાડામાં (મુંડારામાં). મુખ્ય દક્ષિણ દેશમાં વિચર્યાં. ત્યાં ઉપકાર કરી સુરત આવ્યા ત્યાં સ્વર્ગવાસ સં.૧૮૩૭ પોષ શુદિ ૧૦.
૬૫. વિજયસૌભાગ્ય : પાટણના ઓસવાલ. સં.૧૭૯૫ પોષ સુદ ૨ રવિને દિને ગોડવાડના સાદડી ગામમાં (અન્યત્ર સિરોહીમાં) આચાર્યપદ, અને વાંદણામહોત્સવ અમદાવાદમાં નિયા દોશીને ત્યાં થયો હતો. સ્વર્ગવાસ સિનોરમાં સં.૧૮૧૪માં ચૈત્ર શુદ ૧૦. (આ મિતિની તેમની પાદુકાનો લેખ સિનોરમાં છે.)
૯૨
તેમની પાદુકાનો લેખ ૧૮૧૫, બુ.૨.
૬૬. વિજયલક્ષ્મી : મારવાડમાં આબુ પાસેના પાલડી (પારડી) ગામના રહીશ પોરવાડ વણિક હેમરાજ પિતા, આનંદીબાઈ માતા, જન્મ સં.૧૭૯૭ ચૈત્ર શુદ ૫, મૂલનામ સૂરચંદ. દીક્ષા સં.૧૮૧૪ મહા શુદ ૫ શુક્ર વિજયસૌભાગ્યસૂરિ પાસે સિનોરમાં, દીક્ષાનામ સુવિધિવિજય. સૂરિપદ તે જ વર્ષમાં ચૈત્ર શુદ ૯ ગુરુ સિનોરમાં, ને તેનો ઉત્સવ ત્યાંના છીતા વસનજી તથા સંઘે કર્યો. સ્વર્ગવાસ પાલીમાં સં.૧૮૬૯. ઉપર જણાવ્યું તેમ જુદા પટધર વિજયઉદયસૂરિ થયા. તેમનો સ્વર્ગવાસ થયા પછી સં.૧૮૪૯માં તેમની પણ પાટ પર વિજયલક્ષ્મીસૂરિને સ્થાપી બંને પરંપરાને એક કરી દીધી. વિશેષ હકીકત માટે જુઓ દીપવિજયજીકૃત ‘સોહમકુલ પટ્ટાવલી રાસ’ રા સં.૧૮૭૩, કે જે પરથી ‘આણંદસૂર ગચ્છ સંબંધી કંઈક માહિતી' એ નામનો લેખ જૈન, ૧૦–૧-૧૯૧૫ના અંક પૃ.૨૫થી ૨૮ પર પ્રકટ થયો છે; ‘વિજયલક્ષ્મીસૂરિ' એ લેખ, જૈનયુગ, ફાગણ ૧૯૮૨નો અંક પૃ.૨૪૯થી ૨૫૪; મારી જૈન ઐ. રાસમાળા. તેમની પાદુકાનો લેખ સં.૧૮૬૮, બુ.૨. પ્રતિષ્ઠાલેખ સં.૧૮૪૪, જિ.૨.
[સ્વર્ગવાસ સં.૧૮૫૮ મેરુતેરશે સુરતમાં થયાનું પણ નોંધાયું છે. તેમણે સંસ્કૃતમાં ‘ઉપદેશપ્રાસાદ સીક’ સં.૧૮૪૩ ઉપરાંત ઘણી ગુજરાતી સ્તવન-સજ્ઝાયાદિ કૃતિઓ રચેલી છે. જુઓ જૈન ગૂર્જર કવિઓ, બીજી આવૃત્તિ, ભા.૬, પૃ.૧૨૨.]
૬૭. વિજયદેવેન્દ્ર : સુરતના શ્રીમાળી હતા. સૂરિપદ ને વાંદણામહોત્સવ વડોદરામાં સં.૧૮૫૭. સ્વ. અમદાવાદમાં સં.૧૮૬૦(૧૮૬૧).
૬૮. વિજયમહેન્દ્ર ઃ ભિન્નમાલના ઓસવાળ. દીક્ષા આમોદમાં જેઠા ગાંધીને ત્યાં સં.૧૮૨૭, સૂરિપદ ને વાંદણામહોત્સવ અમદાવાદમાં સં.૧૮૬૦ (૧૮૬૧), સ્વ. સં.૧૮૬૩.
દીપવિજયજી પોતાના ઉપરોક્ત રાસમાં સ્વર્ગવાસ ૧૮૬૫ વીજાપુરમાં થયો એમ જણાવે છે.
૬૯. વિજયસમુદ્ર [વિજયસુરેન્દ્ર] : જન્મ ગોઢાણ દેશના ઝવલા ગામમાં, પિતા હરનાથ, માતા પુરાદે. સૂરિષદ પૂનામાં સં.૧૮૬૫ માગશર. દક્ષિણ-ગુજરાત-મારવાડમાં વિહાર, અનેક તીર્થોની જાત્રાઓ કરી. તેમના રાજ્યમાં સં.૧૮૭૭માં દીવિજયજીએ ‘સોહમકુલ પટ્ટાવલી રાસ’ સુરતમાં રચ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org