SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ તપાગચ્છની પટ્ટાવલી ૯૩ આ ગચ્છમાં (વિજય)ધનેશ્વરસૂરિનો સં.૧૮૯૩નો પ્રતિષ્ઠાલેખ છે, બુ. ૧, ગે.રે. તથા તેમના પટ્ટધર (વિજય)વિદ્યાનંદનો સં.૧૯૧૧નો લેખ, ગે.રે. [વિજયસુરેન્દ્ર-ધનેશ્વરસૂરિ-વિદ્યાનંદસૂરિ-ગુણરત્નસૂરિ એવી પરંપરા મળે છે. અને ભટ્ટારક વિજયધનેશ્વરસૂરિની શિષ્યા લક્ષ્મીશ્રીએ લખેલી અજ્ઞાતકૃત “જબૂઅઝાયણ બાલા.ની પ્રત મળે છે (જ.ગૂ.ક., ૬, ૪૧૪).] તપાગચ્છ વિમલ શાખા પટ્ટાવલી ૬૧. વિજયપ્રભસૂરિ : જુઓ મુખ્ય તપાગચ્છ પટ્ટાવલી ક્ર.૬૧. ૬૨. જ્ઞાનવિમલ : ભિન્નમાલના વીસા ઓસવાલ વાસવગોત્રી વાસવ શેઠ પિતા, કનકાવતી માતા, જન્મ સં. ૧૬૯૪, મૂલનામ નાથુમલ. દીક્ષા ધીરવિમલગણિ (તપાગચ્છ ક. ૫૬ના આનંદવિમલસૂરિ-હર્ષવિમલ-જયવિમલ–કીર્તિવિમલ-વિનયવિમલશિષ્ય) પાસે સં.૧૭૦૨, દીક્ષાનામ નવિમલ. પંન્યાસપદ વિજયપ્રભસૂરિએ ઘાણેરાવમાં સં. ૧૭૨૭ મહા શુદિ ૧૦. આચાર્યપદ વિજયપ્રભસૂરિની આજ્ઞાથી મહિમાસાગરસૂરિએ સંડેસરમાં સં.૧૭૪૮ (૧૭૪૯) ફાગણ સુદિ ૫ ગુ. સ્વર્ગવાસ ખંભાતમાં ૮૯ વર્ષની વયે ૧૭૮૨ આસો વદ ૪ ગુરુ. તેમના ઉપદેશથી સુરતના શેઠ પ્રેમજી પારેખે શત્રુંજયનો સંઘ કાઢ્યો હતો. સં. ૧૭૭૭. (જુઓ સુખસાગરકૃતિ પ્રેમવિલાસ રાસ') તેમણે અનેક સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી કૃતિઓ રચી છે. (જુઓ પ્રાચીન સ્તવનરત્નસંગ્રહ, પ્ર. શેઠ જમનાભાઈ ભગુભાઈ, અમદાવાદ). તેમના પ્રતિષ્ઠલેખ સં.૧૭૬૪, ના.૨; ૧૭પ૧-૫૯, બુ.૧; ૧૭૬૪-૬૫-૮૪, બુ.૨. વીરવંશાવલીમાં કહેલું છે કે સં.૧૭૪૯માં પં.નત્યવિમલ થકી સંવિગ્ન મત થયો. સિં. ૧૭૪૯માં પાટણ પાસે સંડેર ગામમાં ક્રિયોદ્ધાર કરી સંવેગીમાર્ગનો સ્વીકાર કર્યો હતો.] ૬૩. સૌભાગ્યસાગર. ૬૪. સુમતિસાગર : [તેઓ મોટા તપસ્વી હતા. સ્વર્ગસ્થ સં.૧૭૮૮ અથવા ૧૭૯૮ વૈશાખ સુદ ૪ શંખેશ્વરમાં. વિબુધવિમલસૂરિકૃત ‘વીશી' સં.૧૭૮૦માં એમના રાજ્યકાળમાં રચાયેલા ૬૫. વિબુધવિમલ : જન્મ સીતપુરના પોરવાડ ગોકલ મહેતાને ત્યાં, રઈઆ ભાર્યાથી, મૂલનામ લખમીચંદ દીક્ષા બાલપણે ઋદ્ધિવિમલના શિષ્ય કીર્તિવિમલ મુનિ પાસે, દીક્ષાનામ લખમીવિમલ. સં.૧૭૯૮ વૈશાખ શુદિ ૩ સુમતિસાગરસૂરિએ શંખેશ્વરમાં સૂરિપદ આપ્યું. સં.૧૮૧૪ માગશર વદી ૩ ઔરંગાબાદમાં સ્વર્ગવાસ. તેમણે “સમ્યકત્વપરીક્ષા' ગ્રંથ પર ગુજરાતીમાં બાલાવબોધ રચ્યો છે. (જુઓ વિબુધવિમલસૂરિ રાસ, જૈન એ. ગૂર્જર કાવ્યસંચય) તેમણે સં.૧૭૮૦ વિજયાદશમીને દિને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy