________________
૯૪
ગુજરાતીમાં ‘વીશી (૨૦ વિહરમાન જિન સ્તવન)' રચેલ છે.
[તેમણે ગુજરાત, મેવાડ, માળવા, ખાનદેશ અને દક્ષિણમાં વિહાર કર્યો હતો. ‘સમ્યક્ત્વપરીક્ષા’ અને તેના બાલાવબોધની રચના ઔરંગાબાદમાં જ સં.૧૮૧૩માં. ૬૬. મહિમાવિમલ : સં.૧૮૧૩ ફાગણ સુદ ૫ વિબુધવિમલસૂરિએ સૂરિપદ ઔરંગાબાદમાં આપ્યું. (જુઓ ઉપરોક્ત ‘સમ્યક્ત્વપરીક્ષા બાલાવબોધ'ની પ્રશસ્તિ.) [સં.૧૮૨૦માં એમના રાજ્યમાં વાનાએ ‘વિબુધવમલસૂરિ રાસ' રચેલ છે.] તપાગચ્છ સાગર શાખા પટ્ટાવલી
જૈન ગૂર્જર કવિઓ : ૯
૫૯. વિજયસેન ઃ જુઓ મુખ્ય તપાગચ્છ પટ્ટાવલી ક્ર.૫૯.
૬૦. રાજસાગર : ગુર્જરદેશના સિંહપુર (વડનગર પાસેનું શીપુર) ગામમાં ઓસવાલ દેવીદાસ પિતા, કોડાં (કોડમદે) માતા. મૂળ નામ મેઘજી, જન્મ સં.૧૬૩૭, દીક્ષા પ્રસિદ્ધ ધર્મસાગરના શિષ્ય લબ્ધિસાગર પાસે લીધી, દીક્ષાનામ મુક્તિસાગર. પંડિતપદ મળ્યું સં.૧૬૬૫ નાડલાઈમાં, ઉપાધ્યાયપદ સં.૧૬૬૯. સૂરિપદ વિજયદેવસૂરિથી આપવામાં આવ્યું રાજનગરમાં સં.૧૬૮૬ જ્યેષ્ઠ માસમાં, તેનો ઉત્સવ વર્ધમાનના પુત્ર વસ્તુપાલે કર્યો હતો. પ્રસિદ્ધ શાંતિદાસ શેઠે આમાં ખાસ ભાગ લીધો હતો. તેમણે આ સૂરિની સહાયથી સાગરગચ્છ કાઢ્યો અને તેમણે આ સૂરિના ઉપદેશથી ૧૧ લાખ રૂપિયા ધર્મકાર્યમાં ખર્ચ્યા હતા. શાંતિદાસ સ્વર્ગસ્થ સં.૧૭૧૫. સૂરિનો સ્વર્ગવાસ સં.૧૭૨૧ ભાદ્રપદ શુદિ ૬ અમદાવાદમાં. (જુઓ મારી જૈન ઐતિહાસિક રાસમાળા ભા.૧, અને જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચય)
લબ્ધિસાગરના પ્રતિષ્ઠાલેખ સં.૧૬૬૧, ૧૬૬૫-૬૬, જિ.૨.
૬૧. વૃદ્ધિસાગર : ગુજરાતના ચાણસમામાં શ્રીમાલી શા. ભીમજી પિતા, ગમતાદે માતા. જન્મ સં.૧૬૪૦ ચૈત્ર શુદ ૧૧ રિવ, મૂલનામ હરજી. દીક્ષા ખંભાતમાં પાટણના રૂપજી દોશીએ કરેલા ઉત્સવપૂર્વક સં.૧૬૮૯, દીક્ષાના હર્ષસાગર. આચાર્યપદ અમદાવાદમાં શાહ શ્રીપાલના પુત્ર વાઘજીએ કરેલા ઉત્સવપૂર્વક રાજસાગરસૂરિએ આપ્યું સં.૧૬૯૮ પૌષ સુદિ ૧૫, સૂરિનામ વૃદ્ધિસાગર. ત્યાં જ વંદનામહોત્સવ સં.૧૭૦૭ વૈશાખ સુદ ૭. સ્વર્ગવાસ સં.૧૭૪૭ આસો સુદ ૩ અમદાવાદમાં ૬૭ વર્ષની વયે. (જુઓ વૃદ્ધિસાગર રાસ, ઐ. રાસસંગ્રહ ભાગ ૩).
૬૨. લક્ષ્મીસાગર ઃ મારવાડના સિવાણી ગામના વાસી છાજડ ગોત્રના ઓસવાલ વણિક હેમરાજ પિતા, રાજાબાઈ માતા. ખંભાતમાં જન્મ સં.૧૭૨૮ ચૈત્ર સુદિ પ, મૂલનામ ધનજી. દીક્ષા વડોદરામાં વૃદ્ધિસાગરસૂરિ પાસે સં.૧૭૩૬ વૈશાખ શુદિ ૩, દીક્ષાનામ નિધિસાગર. સૂરિપદ અમદાવાદમાં શાંતિદાસ શેઠના પુત્ર લખમીચંદ શેઠના ઉત્સવપૂર્વક સં.૧૭૪૫ વૈશાખ વદ ૨. સૂરિનામ લક્ષ્મીસાગર. સ્વ. સુરતમાં સં.૧૭૮૮ આસો વદ ૭. (જુઓ મારી જૈન ઐ. રાસમાળા ભા.૧, નિવેદન, પૃ.૨૦-૨૧)
૬૩. કલ્યાણસાગર : મારવાડના શ્રીપુર ગામના વાસી ઓસવાલ સોલંકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org