SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ તપાગચ્છની પટ્ટાવલી ૯૫ ગોત્રના સા. સામલજી પિતા, સૌભાગ્ય માતા. દીક્ષા અમદાવાદમાં લક્ષ્મસાગરસૂરિ પાસે બાલવયમાં સં.૧૭પર હૈ..૧૦ ગુરુ, દીક્ષાનામ પ્રમોદસાગર. પંડિતપદ પછી ઉપાધ્યાયપદ સુરતમાં. આચાર્યપદ સં.૧૭૮૮ વિજયાદશમી ગુર સુરતમાં, સ્વ. સં.૧૮૧૧ જેઠ વદ ૨ સુરતમાં ૬૭ વર્ષની વયે. (જુઓ કલ્યાણસાગરસૂરિ રાસ, જૈન ઐ.ગૂ. કાવ્યસંચય) ૬૪. પુણ્યસાગર : સૂરિપદ અમદાવાદમાં કલ્યાણસાગરસૂરિના હાથે સં.૧૮૦૮ વિજયાદશમી ગુરુ. તેમના ઉપદેશથી રાધનપુરમાં શાંતિનાથ મંદિર થયું ને ત્યાં તેમણે સં.૧૮૩૮માં મૂર્તિઓ તેમજ ગુરુપાદુકા પ્રતિષ્ઠિત – સ્થાપિત કરી. (જુઓ જિનવિજયજીકૃત પ્રાચીન લેખસંગ્રહ ભા.૨, લેખ નં.૪૬૦.) સંભવતઃ આ પુણ્યસાગરના રાજ્ય સં.૧૮૨૬માં જ્ઞાનસાગરશિષ્ય ઉદ્યોતસાગર(જ્ઞાનઉદ્યોત)ના “સમ્યકત્વમૂલ બાર વ્રત વિવરણની રચના થઈ.] ૬૫. ઉદયસાગર : પ્રતિષ્ઠાલેખ સં.૧૮૪૫, બુ.૧. [ઉદયસાગરના રાજ્ય સં.૧૮૪૨માં ‘વિવાહપડલ બાલાની અને સં.૧૮૬૩માં ઉપદેશમાલા બાલા.'ની પ્રત લખાઈ.] ૬૬. આણંદસાગર. ૬૭. શાંતિસાગર : પ્રતિષ્ઠાલેખ ૧૮૯૨-૯૩, બુ.૧; સં. ૧૯૦૫, ના. ૨; સં.૧૮૮૬-૮૯-૯૩-૧૯૦૫, ગે.રે. એમના રાજ્યમાં ક્ષેમવર્ધનકૃત ‘શાંતિદાસ અને વખતચંદ શેઠનો રાસ” સં.૧૮૭૦માં તથા “શ્રીપાલ રાસ' સં.૧૮૭૯માં તેમજ વીરવિજયકૃત હઠીસિંહની અંજનશલાકાનાં ઢાળિયાં' સં.૧૯૦૩માં એ કૃતિઓ રચાઈ.] તપાગચ્છની રત્ન શાખા પટ્ટાવલી [રાજવિજયગચ્છ પટ્ટાવલી] (મૂળ ઉપકેશગચ્છ કે જે દ્વિવંદણીક – બેવંદણીક ગચ્છ એટલેકે પાર્શ્વનાથ અને શ્રી મહાવીર બંનેને વંદના કરનારો ગચ્છ પણ કહેવાતો તેના સ્થાપક રત્નપ્રભસૂરિ શ્રી પાર્શ્વનાથ પ્રભુના ગણધરની પરંપરામાં થયા, અને તેમની ૩૮મી પાટે દેવગુપ્તસૂરિ થયા ને તેમના શિષ્ય કક્કસૂરિએ તે ગચ્છમાંથી નીકળી તપાગચ્છમાં ભળી રાજવિજયસૂરિ નામ સ્વીકાર્યું ને પછી તેમના પટ્ટધર રત્નવિજયસૂરિ થયા અને તેમના શિષ્યોનાં નામ રત્નાંતવાળાં અપાયાં. એ રીતે રત્નશાખા થઈ. ઉપરના દેવગુપ્તની ને તે પછીના કસૂરિ જે ત્યાર પછી થયેલા ૧લા રાજવિજયસૂરિ થયા તેમનાથી ૬ઠ્ઠા દાનરત્નસૂરિની હકીકત કવિ ઉદયરત્ન સં.૧૭૭૦માં બારેજામાં શરૂ કરી ખેડામાં પૂરા કરેલા પોતાના “શ્રી ભાવરત્નસૂરિપ્રમુખ પાંચ પાઠવર્ણન ગચ્છપરંપરા રાસ'માંથી લઈને સાર રૂપે મૂકી છે. આ રાસની સં.૧૮૯૪ની પ્રત મારી પાસે છે. કીર્તિરત્ન સુધીનાં નામો એક લેખપત્રમાંથી અને સુમતિરત્ન સુધીનાં નામો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy