SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ એક પટ્ટાવલીમાંથી મળે છે.) : દેવગુપ્ત તેમણે ગુજરાતના સુલતાન શાહ બહાદરનું સુખાસન (પાલખી) માણસોના ઉપાડ્યા વગર વિદ્યાબળે ચલાવ્યું, બળદ વગ૨ કૂવામાંથી વિદ્યા વડે જલ આણ્યું, કાષ્ઠપંચાલિકા - કાષ્ઠપૂતીથી વાયુવ્યંજન – વીંઝણો કરાવ્યો એટલે વાયુ ઢોળાવ્યો, વડને સાથે ચલાવ્યો આ સર્વ પ્રત્યયો – પરચા જોઈ બહાદર રાજાએ તુષ્ટ થઈ પુર ગ્રામ આદિ દેવા માંડતાં નિર્લોભી ગુરુએ ન લેવાથી રત્નકંબલ ગુરુના મસ્તકે નાખ્યું. ત્યારથી જૈન સૂરિઓ માથે કાંબલ ધારણ કરે છે. બાદશાહે બારેજામાં જૂની પોશાલને ધન ખર્ચી કૂવા બાગ સહિત નવી કરાવી આપી, ને ત્યાં બે વખત આવી માન આપ્યું. સૂરિએ બારેજામાં માણિભદ્રની સ્થાપના કરીને ઉપદ્રવ ટાળ્યો કે જે સ્થાન હજુ છે ને ત્યાં નાત જમે છે. આ બેવંદણીક ગચ્છનાં શાંતિનાથબિંબ ત્યાં છે. કકક/૧. રાજવિજય ઃ કાકર દેશના તીરવાડા ગામમાં શ્રીમાલી દેવદત્ત પિતા, દેવલદે માતા, સં.૧૫૬૪માં જન્મ, નામ રામકુમાર. સં.૧૫૭૧માં વ્રત, સં.૧૫૮૪માં સૂરિષદ. જૈન ગૂર્જર કવિઓ : ૯ તેમણે શાહ મહમુદ નૃપનું આતપત્ર (છત્ર) ચાલતું કર્યું. (ઉદયરત્નના કહેવા પ્રમાણે બાદશાહની બીબીને સાપ કરડ્યો તે ઉતાર્યો.) ચૌદશ-પૂર્ણિમા-વિવાદમાં ચતુર્દશીએ પાખી કરવી સત્ય છે [એમ સ્થાપ્યું], એમ અન્ય પણ વિદ્યા-ચમત્કારો જોઈને તુષ્ટ થયેલ મહમુંદ નૃપે તેમનું નામ ‘રાજવલ્લભસૂરિ’ આપ્યું. માલવી ઋષિના આચાર જોઈને સં.૧૬૧૩માં શિથિલ માર્ગ મૂકી દઈને બારેજાનો પોતાનો રાખેલ મહાપરિગ્રહ તજીને ક્રિોદ્ધાર કર્યો. જેમણે પૂર્વે ક્રિયોદ્ધાર કર્યો છે એવા લઘુશાલીય (તપા) આચાર્ય શ્રી આનન્દવિમલસૂરિ પાસે સં.૧૬૧૫માં યોગોદ્વહન કર્યું. તે વખતે તે સૂરએ તેમને રાજવિજયસૂરિ નામ આપ્યું. આમ આનવિમલસૂરિ, પાટવી વિજયદાનસૂરિ અને યુવરાજ રાજવિજયસૂરિ એમ ત્રણ સૂરિઓ વિચરતા થયા. સં.૧૫૯૮માં માલવા ગયા. ત્યાં દિગંબર જયાજીને જીત્યો. સં.૧૬૧૦માં ગુજરાતમાં આવ્યા. વિજયદાન- સૂરિએ શિરોહીમાં હીરહર્ષને સૂરિપદ આપી હીરવિજયસૂરિ નામ આપ્યું. રાજવિજય- સૂરિને ખેદ થયો. તેઓ સં.૧૬૨૪માં ઝીંઝુવાડામાં સ્વર્ગસ્થ થયા. આ રાજિવજયસૂરિ તે આ તપાગચ્છની રત્નશાખાના મૂળ પુરુષ ગણાય છે ને તેમના નામ પરથી તેમનો ગચ્છ રાજવિજયસૂરિગચ્છ પણ કહેવાય છે. – Jain Education International [દીક્ષાનામ જીવકલશ. ઉપકેશગચ્છનું આચાર્યપદ સં.૧૫૭૪માં જણાય છે. ઉમરેઠની ગાદીએ બેઠા અને ઉમરેઠ તયા બારેજામાં રહેવા લાગ્યા. બારેજામાં વધુ સમય રહેતા. ત્યાગી, વૈરાગી ને તપસ્વી હોવા ઉપરાંત એ જ્યોતિષ, વૈદક અને મંત્રતંત્રના જાણકાર હતા. ગુજરાતના બાદશાહ મહમ્મદશાહનો રાજ્યકાળ સં.૧૫૯૪થી ૧૬૧૦. સં.૧૬૮૪માં વિજયદાનસૂરિના ઉપદેશથી સંવેગી દીક્ષા લઈ એ રાજવિજયસૂરિ બન્યા. ફરી પાછા એ શિથિલાચારી બનતાં સં.૧૬૧૦માં હીરહર્ષગણને આચાર્યપદવી આપવામાં આવી (ને હીરિવજયસૂરિ નામ આપવામાં આવ્યું) તેથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy