________________
તપાગચ્છની પટ્ટાવલી
સં.૧૬૧૩માં મોરબીનગરમાં એમણે પોતાના સ્વતંત્ર ગચ્છની સ્થાપના કરી. તેઓએ ફરી શિથિલાચારનો ત્યાગ કરી પ્રાયશ્ચિત્ત સ્વીકાર્યું અને એ પોતાનાથી નાના હીરવિજયસૂરિને સદૂભાવપૂર્વક સાથ આપતા રહ્યા.]
૨. રત્નવિજય : સારંગપુરના શ્રીમાલી દેશાઈ અખયરાજ પિતા, કમલાબાઈ માતા, નામ રત્નકુમાર, સં.૧૫૯૪માં જન્મ. સં. ૧૬૧૩માં વ્રત. સં. ૧૬૨૪માં કમલકલશ શાખાના લક્ષ્મીરત્નસૂરિ પાસે સૂરિપદ. ત્યારથી તે સૂરિના નામ પરથી “રત્નશાખા' સ્વીકારાઈ. સં.૧૬૭૫માં જહાંગીર બાદશાહની સાથે મુલાકાત. અને તે જ વર્ષમાં કાર્તિક ચોમાસા દિને શ્રીપુર – અમદાવાદમાં સ્વર્ગવાસ.
[સૂરિપદ ઝીંઝુવાડામાં.
૩. હીરરત્ન : સીથાના ઓસવાલ પિતા જસવીર, માતા ખીમાદે, નામ હીરકુમાર, જન્મ સં.૧૬૨૦. વ્રત સં.૧પ૩૩ અમદાવાદમાં. વાચકપદ સં. ૧૬૫૭. સૂરિપદ શ્રીપુર(અમદાવાદ)માં પાસવીર ભાર્યા દાડિમદે શ્રાવિકાએ કરેલા ઉત્સવપૂર્વક સં.૧૬૬૧ વૈ.શુદિ ૨. ગુરુના મરણ પછી અમદાવાદમાં જુદો ઉતારો. પાલડીમાં વાછડાશાહની વારમાં ને કાસંદ્રામાં ઉપાશ્રય કર્યો. ખેડામાં પોશાલક્ષેત્ર કર્યું. જયતલપુર ચોમાસું. સૂર્યપુર એટલે ઝીંઝુવાડા, હલવદ, સીથા, ખંભાલિયા, દશાડા, અમરાવતીમાં પોતાના ઉપાશ્રય કરાવ્યા. સ્વર્ગવાસ રાજનગર – અમદાવાદમાં સં.૧૭૧૫ શ્રા.શુદિ ૧૪-૧૫ સોમે. તેમની સ્થાપના શ્રીપુર – અમદાવાદની આસખાનની – આસારવાની વાડીમાં છે.
સિં.૧૬૭૧માં આચાર્યપદવી અને સં.૧૬૭૫માં ભટ્ટારકપદવી પણ નોંધાયેલ છે.]
૪. જયરત્ન : કંબોઈના શ્રીમાલી પિતા હીરજી, માતા હીરાદે, નામ જયરાજ, જન્મ સં. ૧૬૬૭. દીક્ષા બાવીસ વર્ષની ઉંમરે સં.૧૬૮૯. પટ્ટધર સં.૧૭૧૫. શત્રુંજયયાત્રા સં.૧૭૨૭. સ્વર્ગવાસ ઝીંઝુવાડામાં સં.૧૭૩૪ ચૈત્ર સુદ ૧૧. અગ્નિસંસ્કાર ત્યાંના ઝીલાણંદમાં ને ત્યાં શુભ થઈ.
૫. ભાવરત્ન : મરુધરના સોનગઢથી પૂર્વે સાત ગાઉ દૂર ગઢ ગામના પોરવાડ પિતા સાહ દેવરાજ, માતા નવરંગદે, જન્મ સં.૧૬૯૯, નામ ભીમકુમાર. વ્રત સં. ૧૭૧૪ અમદાવાદમાં હીરરત્નસૂરિને હાથે, દીક્ષાનામ ભાવરત્ન.
તેમના સમયમાં કવિ ઉદયરત્ન સં.૧૭૪૩માં પાટણના ફોફલિયાવાડાના ઉપાશ્રયમાં જ્ઞાનસાગરકૃત “શુકરાજ રાસની પ્રત અને સં.૧૭૪૬માં અમદાવાદમાં ધર્મમંદિરકૃત ‘દયાદીપિકા ચોપઈની પ્રત લખી ને તેમણે અનેક ગુજરાતી પદ્યકૃતિઓ રચી છે. આ ભાવરત્નસૂરિના શિષ્ય મતિરને આણંદકૃત “અહંત્રક રાસ'ની પ્રત સૂર્યપુર – ઝીંઝુવાડામાં સં.૧૭પ૧માં લખી.
| [ઉદયરત્નની કૃતિઓ સં.૧૭૪૯થી ૧૭૭૦ સુધીની ભાવરત્નસૂરિરાજ્ય રચાયેલી મળે છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org