________________
૯૮
જૈન ગૂર્જર કવિઓ : ૯
૬. દાનરત્ન દુગેલીમાં ઓસવાલ દૂગડ ગોત્રના મહેતા કર્મસિંઘ પિતા, આણંદબાઈ માતા, નાગોરમાં જન્મ.
તેમણે સં.૧૮૦૭માં ખેડામાં વિનયવિજય તથા યશોવિજયકૃત ‘શ્રીપાલ રાસની પ્રત લખી. તેમના શિષ્ય કલ્યાણરત્ન ઉદયરત્નકૃત મલયસુંદરી રાસની પ્રત સં.૧૭૯૬માં લખી. તેમના સમયમાં સં.૧૭૯૪ જ્યેષ્ઠ શુદિ ... દિને ભીડભંજન પાર્શ્વનાથ ચૈત્ય ઉપાશ્રય ધર્મશાલાદિ સહિત ઉદયરત્નના ઉપદેશથી બંધાયું.
[ઉદયરત્નનો “સુદર્શન શ્રેષ્ઠી રાસ' સં.૧૭૮૫માં અને હરિવંશ રાસ' સં.૧૭૯૯માં દાનરત્નના રાજ્યકાળમાં રચાયેલ છે.]
૭. કીર્તિરત્ન : સં.૧૮૨૧માં વિદ્યમાન.
તેમના શિષ્ય મયારત્ન સં. ૧૮૨૮માં ઉદયરત્નકૃત મલયસુંદરી રાસની પ્રત લખી તથા સં. ૧૮૪૩માં ઉદયરત્નકૃત “ધર્મબુદ્ધિ પાપબુદ્ધિ રાસ'ની પ્રત લખી. આ સૂરિના ગુરુભાઈ મલકરત્ન, મયારત્ન અને સૌભાગ્યરત્ન હતા. મલકરત્નના શિષ્ય રાજરત્ન આ સૂરિના વાંચવા માટે ઉદયરત્નકૃત “મુનિપતિ રાસ'ની પ્રત સં.૧૮૧૯માં લખી.
તેમના શિષ્ય બુદ્ધિરસં.૧૮૪૮માં ઉદયરત્નકૃત ‘અષ્ટપ્રકારી પૂજા રાસ'ની પ્રત લખી. સં.૧૮૫૦ સુધીમાં મુક્તિરત્નસૂરિ પાટે આવી ગયા જણાય છે. જુઓ હવે પછીની એમને વિશેની નોંધ. મયારત્ન વસ્તુતઃ કીર્તિરત્નશિષ્ય અને સૌભાગ્યરત્ન મહારત્નશિ.]
૮. મુક્તિરત્ન :
[કીર્તિરત્નસૂરિશિ. મયારત્ન, મુક્તિરત્નજી ચુડા ગ્રામે ચોમાસું રહ્યા ત્યારે મોહનવિજયકૃત ‘ચંદરાજાનો રાસની પ્રત લખી. સૌભાગ્યરત્ન જિનહર્ષકૃત કુમારપાલ રાસ'ની પ્રત સં. ૧૮૬૯માં મુક્તિરત્નસૂરિરાજયે લખી.
૯. પુણ્યોદયરત્ન. ૧૦. અમૃતરત્ન :
સિં.૧૯૦પમાં અમૃતરત્નસૂરિરાજ્ય મોહનવિજયકૃત ‘માનતુંગ માનવતીનો રાસની પ્રત ચન્દ્રપ્રભે (?) લખી.]
૧૧. ચંદ્રોદયરત્ન. ૧૨. સુમતિરત્ન :
એમના નામથી ખેડામાં લાયબ્રેરી સં.૧૯૦૪માં સ્થપાઈ. સાર્વજનિક ઉપયોગમાં સુવ્યવસ્થિત ચાલે છે. તે આ વીસમી સદીમાં જ થોડાં વર્ષો પહેલાં સ્વર્ગસ્થ થયા. [૧૩. ભાગ્યરત્ન : સ્વર્ગવાસ ખેડામાં.]
નાગપુરીય તપાગચ્છની પટ્ટાવલી
[પાર્ધચન્દ્રગચ્છ પટ્ટાવલી) (આ પટ્ટાવલીની હકીકત મુખ્યત્વે કરી ગચ્છપ્રબંધમાં છપાયેલ તે પટ્ટાવલી પૃ.૧૭૨થી ૧૮૯, તથા શ્રીમન્નાગપુરીય તપાગચ્છની પટ્ટાવલી, પ્ર. જૈન યુવકમંડળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org