________________
૪
જૈન ગૂર્જર કવિઓ : ૯
૮૭-૮૮–૯૧, બુ. ૧; ૧૫૭૬, બુ. ૨.
- આના બીજા પટ્ટધર સૌભાગ્યસાગરસૂરિ થયા કે જેના પ્રતિમાલેખ સં.૧૫૭૯૮૪ના મળે છે.
પ૯, અમરરત્ન : પત્તનનગરવાસી વિંશતિ (વીસા) પ્રાગ્વાટ જ્ઞાતિના સાધુ અચલ ને ભાર્યા ચન્દ્રાવલીથી જન્મ. તેઓ સવા લાખ હેમ-શબ્દાનુશાસન'ના નિર્ણય આપનાર હતા. તેમણે ચાર આચાર્ય સ્થાપ્યા : ૧. તેજરત્ન, ૨. દેવરત્ન, ૩. કલ્યાણરત્ન, ૪. સૌભાગ્યરત્ન. એથી ત્રણ શાખા થઈ.
પ્રતિમાલેખ સં. ૧૬૦૪, બુ. ૨. [એમનું બીજું નામ સુરરત્ન છે.]
૬૦. તેજરત્ન ઃ તેમને સૂરિપદ ધનરત્નસૂરિએ આપેલ હોઈ તેમને પોતાના ગુરુ ગણતા હોવાથી એક રીતે અમરરત્નસૂરિ તેમના ગુરુભાઈ થાય. સ્તંભતીર્થ (ખંભાત)ના સાધુ (સાહ) વીપક ભાર્યા હરખાઈથી જન્મ. તેમના ઉપદેશથી વાગડ દેશના ભૂષણરૂપ ગિરિપુર – ડુંગરપુરવાસી વ્યવહારી રાજ્ય કાર્યમાં અગ્રણી હુંબડ જ્ઞાતિમાં ઉત્તમ એવા સાધુ (સાહ) નાકરે સાગવાટક (સાગવાડા) નગરમાં વિમાન જેવું શિખરબદ્ધ શ્રી પાર્શ્વનાથ ચૈત્ય કરાવ્યું. તેમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ વગેરે જિનબિંબોની મોટા ઉત્સવપૂર્વક એ સૂરિએ પ્રતિષ્ઠા કરી. તેમના ઉપદેશથી બીજા શ્રદ્ધાળુઓએ પ્રતિષ્ઠા, સંઘપતિતિલક આદિ અનેક ધર્મકૃત્યો કરાવ્યાં. આ એક શાખા થઈ.
દેવરત્ન : તેમનાથી બીજી શાખા થઈ. સિરોહી નગરીમાં સાધુ ગોપક પ્રિયા ચંગાદેથી જન્મ. તેમના ઉપદેશથી અમદાવાદ – રાજનગરવાસી સાધુ દેવચન્દ્ર શ્રાવિકા પ્રીમલદેએ પ્રૌઢ પ્રતિષ્ઠા-ઉત્સવ કર્યો
દેવરત્નના શિષ્ય રાજસુંદરના શિષ્ય પદ્મસુંદરે ભગવતીસૂત્ર પર સુંદર અને સરલ ગુજરાતી ગદ્યમાં બાલાવબોધ – ટબ્બો રચેલ છે.
– ધનરત્નસૂરિશિષ્ય ઉ. ભાનુમેરુગણિના માણિક્યરત્ન ઉપાધ્યાય નામના શિષ્ય | મારા લઘુ ભાઈ તે સહિત મેં નયસુંદર (પ્રસિદ્ધ કવિ ક્ર.૪૮૩, પૃ.૯૩, જે.ગૂ. કવિઓ
..૨) નામના ઉપાધ્યાયે ગુરુચરણકમલને પ્રણામ કરી ભક્તિયુક્ત થઈ ગુરુપરિપાટી પ્રકાશિત કરી. આમ બૃહત્તપોગણગુર્નાવલી સ્વાધ્યાય સમાપ્ત થઈ.
હિવે પછીનો ભાગ મોહનલાલ દલીચંદ દેશાઈનો) ૬૧. રત્ન દેવરત્નની પાટે.
[જયરને સં. ૧૬૬૬માં દસયાલિયસુત્તનો દબો રચ્યો, જેની પ્રશસ્તિમાં વૃદ્ધ તપાગચ્છની પરંપરા આપેલી છે.
૬૨. ભુવનકીર્તિ ઃ પ્રતિમાલેખ સં.૧૭૦૩ બુ. ૧. સ્વર્ગવાસ સં.૧૭૧૦.
૬૩. રત્નકીર્તિ : - પિતા શ્રીમાલી પુંજા શાહ, માતા પ્રેમલદે, જન્મ સં.૧૬૭૯ રાજનગરમાં, મૂલ નામ રામજી. દીક્ષા ત્યાં જ રાજપુરામાં સં.૧૬૮૬ વૈશાખ શુદિ ૫, દિક્ષાનામ રાજકીર્તિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org