________________
તપાગચ્છની પટ્ટાવલી
૮૫
આચાર્યપદ સં. ૧૭૦૭ વૈશાખ સુદ ૩ અમદાવાદમાં જ. સ્વર્ગવાસ ડભોઈમાં સં.૧૭૩૪ પોષ વદી ૨.
આમના રાજ્યમાં રાજસુંદર ઉપાધ્યાય શિષ્ય ઉપરોક્ત પાસુંદરગણિએ ભગવતી અંગ પર સુંદર ગુજરાતી બાલાવબોધ રચ્યો છે.
૬૪. ગુણસાગર : દીક્ષાનામ ગંગવિજય. સૂરિપદ રાજનગરના સંઘે આપ્યું સં.૧૭૩૪ના પોષ પછી.
(જુઓ શ્રીજિનવિજયજી સંપાદિત જેન એ. ગૂ. કાવ્યસંચય, પ્રસ્તાવના, પૃ.૨-૫; વિશેષમાં આનંદ કાવ્ય મહોદધિ મૌ.૬ની પ્રસ્તાવનામાં મારો “કવિવર નયસુંદર' ઉપર નિબંધ.)
લઘુ પૌશાલિક તપાગચ્છની પટ્ટાવલી
[હર્ષકુલ/સોમશાખા તપાગચ્છ પટ્ટાવલી (આ પટ્ટાવલીની પ્રત પ્રવર્તક મુનિ મહારાજશ્રી કાન્તિવિજયજીના વડોદરાના ભંડારમાં છે. અને તે પરથી ઉતારેલી પ્રત શ્રીમન્ જિનવિજયજી પાસેથી મને મળી તેનો અત્ર ઉપયોગ કર્યો છે.)
૫૫. હેમવિમલ ઃ (જુઓ ક્ર.પપ મૂલ તપાગચ્છ પટ્ટાવલી)
સં.૧૫૫૦માં દેવદત્તના સ્વપ્નાનુસાર સ્તંભતીર્થના શ્રી સંઘ સાથે શત્રુંજયની યાત્રા હેમવિમલસૂરિએ મહોત્સવપૂર્વક કરી. સં.૧૫પરમાં સોની જીવા જગાએ કરેલી પ્રતિષ્ઠા. દાનધીરને સૂરિપદ આપ્યું પણ તે છ માસમાં સ્વર્ગવાસ પામ્યા, ત્યાર પછી ગુરુએ લાલપુર ચોમાસું કર્યું. ત્યાં સંઘવી થિરા સમક્ષ સૂરિમંત્ર આરાધ્યો; તે પ્રમાણે સં.૧૫૭૦માં ડાભિલા ગામમાં સ્તંભતીર્થના સોની જીવા જાગાએ આવી કરેલા મહોત્સવપૂર્વક આનંદવિમલને સૂરિપદવી અને દાનશેખર તથા માણિક્યશેખરને વાચકપદવી આપી. સં.૧૫૭૨માં સ્તંભતીર્થ જવા ઈડરથી ચાલતાં કર્પટવાણિજ્ય (કપડવંજ) આવતાં સંઘે મોટો પ્રવેશોત્સવ કર્યો. કોઈ ચાડિયાએ આવા પ્રવેશોત્સવ માટે પાતશાહ મુઝફર પાસે વાત કરી; તેણે પકડવા બંદી મોકલ્યા. ગુરુ ચુણેલી આવતાં આ વિપ્નની ખબર પડતાં રાતોરાત નીકળી સોજિત્રા ને ત્યાંથી ખંભાત પહોંચી ગયા. ખોજકોએ ગુરુને બંદીસ્થાનકે રક્ષિત કર્યા. સંઘ પાસેથી બાર હજાર લીધા. પછી તેમણે સૂરિમંત્ર આરાધ્યો. ત્યાર પછી શતાર્થી પં.હર્ષકુલગણિ, પં.સંઘહર્ષગણિ, ૫.કુશલસંયમગણિ, શીઘ્રકવિ પં. શુભશીલગણિ એ ચારને ચંપકદુર્ગે (ચાંપાનેર) મોકલ્યા. તેમણે સુલતાનને સ્વકાવ્યથી રંજિત કરી દ્રવ્ય પાછું વળાવ્યું ને સૂરિને સુલતાને વંદન કર્યું. સં.૧૫૭૮માં પત્તનમાં ચોમાસું કર્યું. સ્તંભતીર્થમાં પ્રતિષ્ઠા કરી. પુનઃ પત્તને દોશી ગોપાકે જિનપટ્ટ કરાવ્યા ને સૂરિએ પ્રતિષ્ઠિત કર્યા. વિદ્યાનગરે કોઠારી સાયર શ્રીપાલે કરાવેલ પ્રાસાદમાં પ્રતિષ્ઠા કરી. ૫૦૦ સાધુને દીક્ષા આપી. તે વર્ષમાં આણંદવિમલસૂરિએ કુમરગિરિમાં ચોમાસું કર્યું ને શ્રીપૂજ્યની આજ્ઞા વિના નાની વયની સાધ્વીને દીક્ષા આપી, ને પછી સિદ્ધપુર સિરોહીમાં ચાર ચોમાસાં આણંદવિમલે કર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org