SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ તપાગચ્છની પટ્ટાવલી ૮૩ લક્ષ્મીરસ્મત્તનૂજા પ્રવરગુણયુતા રૂપનારાયણ– કીર્તીરાસક્તભાવાતૃણમિવ ભવતા મન્યસે કિં વદામઃ || આ સાંભળી સંગ્રામ સોનીએ સર્વ અંગનાં આભરણ સહિત લક્ષનું દાન કર્યું. પછી વિપ્ર આમતેમ જોવા લાગ્યો ત્યારે “આપ શું જુઓ છો ?” એ પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું કે “મારા જન્મમિત્ર દારિયને જોઉં છું. વિશેષમાં સાંભળો ! યો ગંગામતરત્તર્થવ યમુના દ્યો નર્મદા શર્મદા કા વાર્તા સરિદબુલંઘનવિધેર્યશ્નાર્ણવતીર્ણવાનું સોડસ્માકં ચિરસંચિતોડપિ સહસા શ્રીરૂપનારાયણ ! ત્વદ્દાનાંબુનિધિપ્રવાહલહરીમગ્નો ન સંભાવ્યતે II” આ સાંભળી ફરી એક લક્ષનું દાન વિપ્રને સોનીએ આપ્યું. આ રીતે જ્ઞાનસાગરસૂરિના ઉપદેશથી ઘણા શ્રદ્ધાળુઓએ અનેક પુણ્યકૃત્યો કર્યા. સં.૧૫૧૭માં ખંભાતમાં “વિમલનાથચરિત્ર' રચ્યું. તેમના પ્રતિષ્ઠાલેખ સં. ૧પ૨પ-૨૮, ના. ૨; સં. ૧પ૩ર-૩૬-૪૯-૫૧, ના.૧; ૧૫૨૦-૨૩-૨૪-૨૭–૨૮-૩૧, બુ.૧; સં. ૧૫૨૪-૨૭-૨૮-૨૯-૩૦-૩૧, બુ. ૨; ૧૫૦૦, જિ. ૨. પ૬. ઉદયસાગર ઃ આ સૂરિએ પણ પાંચ આચાર્યો સ્થાપ્યા હતા : લબ્ધિસાગર, શીલસાગર, ચારિત્રસાગર, ધનસાગર અને ધનરત્ન. તે પૈકી પ્રથમના પટ્ટધર થયા. તેમના પ્રતિષ્ઠાલેખો સં. ૧પ૩૩-૩૫-પર-પ૩, ના. ૨; સં. ૧૫૩૩-૩૫-૩૬ - ૪૨-૪૩–૪૬-૪૯-૫૪, બુ. ૧; ૧પ૩ર-૩૬-૪૬-૫૧, ના. ૧; ૧૫૩૩-૩૪-૩૦૪૯-૫૨-૫૩-૫૪-૭૩, બુ. ૨. પ૭. લબ્ધિસાગર ઃ તેમને લોકોએ “કૃષ્ણસરસ્વતી’ બિરુદ આપ્યું. પ્રાકૃત ચતુર્વિશતિજિનમ્નવરત્ન કોશ, પૃથ્વીચન્દ્રચરિત્ર, યશોધરચરિત્ર આદિ નવ્ય ગ્રંથના કર્તા. તેમણે સંસ્કૃતમાં ‘શ્રીપાલકથા' રચી સં. ૧૫૫૭ પોષ સુદિ -૮ સોમ. આ કથાની પ્રશસ્તિમાં જયતિલકથી પોતાના સુધીની પટ્ટપરંપરા આપી છે. પ્રતિષ્ઠાલેખ.સં.૧૫૬૧૬૨-૬૬, બુ. ૧; ૧પપ૯-૬૦-૬૧-૬૪-૬૫, બુ. ૨. [એમના ઉપદેશથી સા ચોથાએ સં.૧૫૬૮માં અમદાવાદમાં ગ્રંથભંડાર સ્થાપ્યો.] ૫૮. ધનરત્ન : શ્રીમાળી જ્ઞાતિના સાધુ (સાહ) સમધરના પુત્ર મંત્રી વીપાની ભાર્યા અધકૂથી જન્મ. લઘુશાલીય ગચ્છનાયક હેમવિમલસૂરિના શિષ્ય, “શતાર્થી નામનું બિરુદ ધરનાર તથા પાતશાહ શ્રી બહાદુરશાહે “સહસ્ત્રાર્થી એ બિરદ જેમને આપ્યું છે તે પં. હર્ષકુલગણિએ ધનરત્નસૂરિને મળતાં હર્ષથી સંસ્કૃત પંદર વૃત્તવાળી તેમની સ્તુતિ રચી. તેમણે સ્થાપેલા આચાર્ય સૌભાગ્યસાગરસૂરિના શિષ્ય ઉદયસૌભાગ્યગણિએ “હેમપ્રાકૃત-ઢુંઢિકા રચી. જૈિન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, રૂ. ૭૬૨માં “હેમપ્રાકૃતવૃત્તિના કર્તાનું નામ હૃદયસૌભાગ્ય છે.] પ્રતિમાલેખ સં. ૧૫૭૦-૮૨, ના.૧; ૧૫૦૬ (? ૧૫૮૬), ૧૫૭૨-૭૯-૮૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy