SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ જૈન ગૂર્જર કવિઓ : ૯ પ્રતિષ્ઠા સં.૧૫૬૬. પ્રતિષ્ઠાલેખો સં.૧૪પરથી ૧૫૨૨ના મળે છે.] ૫૪. ઉદયવલ્લભ : રત્નસિંહસૂરિના શિષ્યોમાં ત્રણ આચાર્ય થયા હતા. સમસ્યા-શત્રુકાર' એ બિરુદવાળા હેમસુંદરસૂરિ તે પૈકી એક આચાર્ય, બીજા આચાર્ય તેમના પટ્ટધર ઉદયવલ્લભસૂરિ કે જે બાળપણથી અષ્ટાવધાની હતા, વળી જેમણે અઢાર લિપિ લખતાં-વાંચતાં-જાણતાં અઢાર વર્ષે સૂરિપદ પ્રાપ્ત કર્યું. તેમના પ્રતિષ્ઠાલેખ સં. ૧૫૧૯ ના. ૧; સં. ૧૫ર૧, ના. ૨; ૧પ૧૪–૧૯-૨૧, બુ. ૧; ૧૫૧૯-૨૧, બુ. ૨. ૫૫. જ્ઞાનસાગર ઃ “વિમલનાથ ચરિત્ર” પ્રમુખ અનેક નવા ગ્રન્થ રચનાર. તેમના મુખથી મંડપદુર્ગ (માંડવગઢ)ના વ્યવહારી (વણિક) કે જેમને પાતસાહ ખિલજી મહિમ્મદ ગ્યાસુદ્દીન સુલતાને “નગદલમલિક' નામનું બિરુદ આપ્યું હતું તે સંગ્રામ સોની પાંચમા (ભગવતી) અંગને સાંભળી ‘ગોયમ” એ નામનાં જેટલાં પદો આવ્યાં તેટલાં સર્વે પર દરેક પદ દીઠ એક સુવર્ણ ટંક મૂકતા ગયા. આમ છત્રીસ હજાર સુવર્ણ ટંકો થયા તે વડે આ આચાર્યના ઉપદેશ પ્રમાણે માલવામાં મંડપદુર્ગ આદિ પ્રતિનગર, ગુર્જરધરામાં અણહિલપુર પત્તન, રાજનગર, તંભતીર્થ, ભૃગુકચ્છ પ્રમુખ દરેક નગરમાં ચિત્કોશ (પુસ્તકભંડાર) સ્થાપ્યા. તેમના ઉપદેશથી સમ્યક્ત્વ, સ્વદારસંતોષ વ્રતવાળા સંગ્રામ સોનીએ વંધ્ય આમ્રવૃક્ષને ફલિત કર્યો. તેની વાત એમ છે કે એક સમયે સુલતાન વનક્રીડાથે વાડીમાં ગયો ત્યાં વંધ્ય આંબાને કોઈએ બતાવતાં તેણે તેને મૂળમાંથી ઉખેડી નાખવા હુકમ કર્યો. સંગ્રામ સોનીએ જણાવ્યું કે આ વૃક્ષ એમ વિનંતી કરે છે કે જો હું આવતા વર્ષે ફળે નહીં તો આપ જેમ યોગ્ય લાગે તેમ કરજો. તેનો જામીન કોણ એ પ્રશ્નના ઉત્તરમાં સંગ્રામ સોની. પોતે જામીન થયા. તે એક વર્ષે ફળ ન આપે તો શું કરવું તેના જવાબમાં જેમ વૃક્ષનું કરવા ધાર્યું તેમ મારું કરજો એમ સોનીજીએ કહ્યું. સુલતાને તે વૃક્ષ આસપાસ વૃક્ષનું તે શું કરે છે તે પર લક્ષ રાખવા પાંચ માણસો રાખ્યા. સંગ્રામ સોની ત્યાં હમેશ પોતાના પહેરેલા વસ્ત્રના આંચળાથી પ્રક્ષાલિત જલ વડે તે આંબા પર સિંચન કરતા ને કહેતા “હે આમ્રતરુ ! જો હું સ્વદારસંતોષવ્રતમાં દઢચિત્ત હોઉં તો બીજા આંબા ફળે તે પહેલાં તારે ફળવું, નહીં તો નહીં.” આમ છ માસ જલસિંચન ચાલ્યું. વસંત ઋતુ આવી. સૌથી પહેલાં આ આંબો પુષ્પિત અને ફલિત થયો ને તેનાં ફલ સંગ્રામ સોનીએ સુલતાન પાસે ધર્યા. સુલતાનને ખાતરી થતાં તેનું બહુ સન્માન દરબારમાં કરી ઉત્સવપુરઃસર તેમને ઘેર મોકલ્યા. આથી સંગ્રામ સોનીનો યશ બહુ વિસ્તર્યો. તે છયે દર્શનને માટે કલ્પતરુ જેવા હતા. દા.ત. ગુર્જરધરાનો એક જન્મદારિદ્રી વિપ્ર તેમની દાનવૃત્તિ સાંભળી મંડપદુર્ગે આવતા સંગ્રામ સોનીએ પૂછ્યું, “બ્રિજરાજ ! ક્યાંથી પધાર્યા છો ?” વિપ્ર કહે, “હું તો ક્ષીરસાગરનો સેવક છું. તેણે તમારા નામનો લેખ આપી મોકલ્યો છે.” “તો વાંચો તે લેખ”. તે લેખમાં એવું હતું હતું કે – સ્વસ્તિ પ્રાચીદિગંતા પ્રચુરમણિગર્ણભૂષિત ક્ષીરસિંધુ ક્ષણ્યાં સંગ્રામરામ સુખયતિ સતત વાશ્મિરાશીયુતાભિઃ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy