SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ તપાગચ્છની પટ્ટાવલી ૮૧ દર્શનીકને બોલાવી પૂછ્યું કે યોગિનીનો ઉપદ્રવ નિવારનાર કોણ છે ? તેઓએ અનેક ઉપાયો બતાવ્યા પરંતુ એક ઉપાયથી આ ઉપદ્રવ શમ્યો નહીં. સુલતાન પાસે જઈ કોઈએ કહ્યું કે રાજનગરના અધિકારી રત્ના ફતા વણિકના ગુરુ રત્નસિંહ નામના વિશેષજ્ઞાતા છે. તેમને જો ફતાશાહ બોલાવવા જાય તો જરૂર આવી સર્વ ઉપદ્રવનું નિવારણ કરે. સુરત્રાણે ફતાશાહને મોકલી ગુરુને બોલાવતાં તે આવ્યા. પ્રથમ વયમાં ત્યાગી થનાર ગુરુની સાથેના વાર્તાલાપથી સુલતાન ચમત્કૃત થયો ને પગે પડ્યો. કંઈ માગણી કરવા કહ્યું. નિર્ગસ્થને દ્રવ્યાદિક લેવું કહ્યું નહીં અને અમારા દર્શનના (સાધુ) સુલતાનના સર્વ દેશમાં સુખેથી વિચરી શકે એમ ઇચ્છા જણાવી. સુલતાને સંમતિ આપી ફરમાન કાઢી ગુરને આપ્યું. કેટલાક દિવસો જીવદયાના પળાય તેનું પણ ફરમાન આપ્યું. સાધુઓ સ્વસ્વસ્થાને ગયા. શાહે રાત્રે યોગિનીઓનો ઉપદ્રવ ટાળવાનું કહેતાં ગુરુએ ૬૪ યોગિની પર પાંઠિયાનો સર્વતોભદ્ર યંત્ર કરી ‘આદૌ નેમિજિને નૌમિ' એ શબ્દોથી શરૂ થતું સ્તોત્ર રચ્યું. યંત્રને શાહના માથા પર રાખી સ્તોત્ર પઢતા ગયા ને ઉપદ્રવ ગયો ને શાહીકુલમાં શાંતિ થઈ. તે સમયે ગુરુપ્રતાપે જૈનશાસનને મહાસુખ પ્રવત્યું. રત્નસિંહસૂરિના મહાપંડિત એવા શિવસુંદરગણિ આદિ શિષ્યો થયા. શિવસુંદરના કરસ્પર્શથી દક્ષિણના સુલતાનના શરીરના મહારોગની શાંતિ થઈ. શિષ્ય. મહોપાધ્યાય ઉદયધર્મગણિએ “વાક્યપ્રકાશ” ગ્રંથ રચ્યો ને બીજા પૈકી ચારિત્રસુંદરસૂરિ આદિ શિષ્ય થયા કે જેમણે મહીપાલ કુમારપાલ આદિનાં સંસ્કૃત ચરિતો રચ્યાં. આ સુલતાન અહમદશાહે સં. ૧૫૦૯ માઘ શુદિ પને દિને આ આચાર્યના પગની પૂજા કરી. “વાક્યપ્રકાશ'ની રચના સં. ૧૫૦૭. ચારિત્રસુંદર પોતાના કુમારપાલચરિતની પ્રશસ્તિમાં જણાવે છે કે : રત્નાકરસૂરિના પટ્ટધર અનુક્રમે યોગીન્દ્રચૂડામણિ અભયસિંહ, તેમની પાટે જયપુઝ(જયતિલક)સૂરિ, તેમની પાટે રત્નસિંહસૂરિ (વાદીને જીતનારા) થયા કે જેના અનેક શિષ્યો પૈકી એક પોતે એટલે ચારિત્રસુંદરગણિ હતા. રત્નસિંહસૂરિના શિષ્ય માણિક્યસુંદરગણિએ સં. ૧૫૦૧માં માલધારી હેમચન્દ્રકૃત ભવભાવના સૂત્ર’ પર ગુજરાતી બાલાવબોધ દેવકુલપાટક (મેવાડ)માં રચ્યો હતો. રત્નસિંહસૂરિના પ્રતિમાલેખો મળે છે : સં. ૧૪૮૯ ૧૫૧૦-૧૧-૧૨-૧૩, ના.૨; સં. ૧૪૮૧-૮૯-૧૫૧૩, ના. ૧; ૧૪૫૯ (?)-૮૪-૮૫-૮૭-૮૮૯૩૧૫૦૦-૦૩-૦૪-૦૫-૦૮–૦૯–૧૦–૧૧–૧૪-૧૫–૧૭-૧૮, બુ. ૧; ૧૪૮૧-૮૬૮૮-૧પ૦૩-૦૭-૦૯-૧૦-૧૧-૧૩-૧૬-૧૭, બુ. ૨. રિત્નસિંહસૂરિનો પટ્ટાભિષેક સં.૧૫૦૭ મહા સુદ ૭ જૂનાગઢમાં. ડુંગરપુરમાં ૧. શિષ્ય તેહ પંડિત મુખ્ય, શ્રી શિવસુંદર ગ્રંથઈ દક્ષ, હેમસિદ્ધિ વિદ્યાનું ધણી, બીજી લબધિ સુણીજિ ઘણી. શ્રી ગિરનારિ પાજ બંધાઈ, તુ જુ તે ગુરુ સહૂઉ પસાય, શિવસુંદરી પાજનું નામ, આજ લગિ દીસઈ અભિરામ. - (સં.૧૬૬૨) કનકસુંદરકત “કપૂરમંજરી રાસ', પ્રશસ્તિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy