________________
જૈન ગૂર્જર કવિઓ ઃ ૯
૧
બિરુદ મેળવ્યું; તેના પુત્ર વયરસિંહને ભાર્યા ધવલદેથી પાંચ પુત્રો થયા. ૧. હરપતિ, ૨. વય૨, ૩. કર્મસિંહ, ૪. રામ ૫. ચંપક, હરપતિને બે ભાર્યાં નામે હેમાદે અને નામલદેથી છ પુત્રો સજ્જનાદિ થયા; અને હરપતિએ સં.૧૪૪૨માં પડેલા દુકાળમાં બહુ અન્નવસ્ત્રદાન કર્યું. પિપ્પલડું ગામના રહીશોને ત્યાંના અધિપે બંદિવાન કર્યાં હતા તેમને છોડાવ્યા, ગુર્જર પાતશાહ પાસે સારી ખ્યાતિ મેળવી અને જયતિલકસૂરિના ઉપદેશથી સં.૧૪૪૯માં ગિરનાર ૫૨ નેમિપ્રાસાદનો ઉદ્ધાર કર્યો. પાતશાહનું ફરમાન લઈ ૭ દેવાલય સાથે સિદ્ધગિરિ અને ગિરનાર પર સંઘ લઈ યાત્રા કરી અને સં.૧૪૫૨માં સ્તંભતીર્થમાં જયતિલકસૂરિએ રત્નસિંહને આચાર્યપદ આપ્યું તેનો મહોત્સવ કર્યો. રત્નચૂલા સાધ્વીને મહત્તરા-પદ આપ્યું. તેના ઉક્ત પુત્ર સજ્જનસિંહને કૌતુગદેથી શાણરાજ નામનો પુત્ર થયો કે જેણે પોતાની બહેન કર્માદેવીના શ્રેયાર્થે મહેસાણામાં ઋષભદેવનો પરિકર રચાવ્યો. મોટેરાપુરવાસી દ્વિજ ને વણિક જાતિના બંદિવાનને છોડાવ્યા. તેણે ગિરનાર પર વિમલનાથપ્રાસાદ બંધાવ્યો. ચાર ગુર્જર પાતશાહ અહમદાદિની પાસે સારું માન મેળવ્યું.
८०
રત્નસિંહસૂરિના ઉપદેશથી સાધુશ્રી શાણરાજે સાતે ક્ષેત્રમાં ધન ખર્યું. તે સૂરિએ ગિરિપુર (ડુંગરપુર) નગરમાં ધીઆવિહાર’ નામના વૃષભદેવપ્રાસાદમાં ૧૨૫થી અધિક મણના પિત્તલના સપરિકર ઋષભદેવ-બિંબની ચૈત્યપ્રતિષ્ઠા કરી. તે જ ચૈત્યમાં હજુ પણ (પટ્ટાવલીકા૨ના સમયમાં) શેર ભાર રૂપાની આરતી, મંગલપ્રદીપ, બે ચામર તે વખતના જોવામાં આવે છે. તથા કોટ નગરમાં પિત્તલમય સંભવજિનબિંબ ને પ્રાસાદની પ્રતિષ્ઠા કરી. એમ માલવક, મેદપાટ, ખડગ, વાગડ, ગૂર્જર, સૌરાષ્ટ્ર, કુંકણ દક્ષિણાપથ વગેરે દેશોમાં સ્થાનેસ્થાને રત્નસિંહસૂરિનાં પ્રતિષ્ઠિત ચૈત્યબિંબો જોવામાં આવે છે. કહ્યું છે કે ઃ તત્પદે સૂરયઃ શશ્વદ્ રત્નસિંહાદિ દીપિરે
સભ્યઃ સ્વેષ્ટપ્રદાનેન યૈર્લન્ધ્યા ગૌતમાયિતં ।।
જાયતે સ્માહમ્મદાવાદાધિપઃ શાહિરહિમ્મદઃ । તેં પ્રબોધ્ય મહીપીઠે ક્રિરે શાસનોન્નતિ ||
એટલે અમદાવાદના સુલતાન બાદશાહ અહમ્મદને પ્રતિબોધ્યો ને શાસનની ઉન્નતિ કરી. એમ કહેવાય છે કે રત્નસિંહસૂરિ સોળ વર્ષ સુધી પૃથ્વીમાં વિચરતા હતા, તે સમયે અહમ્મદ બાદશાહે અહમ્મદનગર વસાવ્યું. તેને પત્થરનો દુર્ગં બંધાવ્યો. તે દુર્ગમાં ૬૪ કોષ્ટક (કોઠા) કર્યા હતા. તેમાં ૬૪ જોગણીનો નિવેશ થયો. રાત્રે સુરત્રાણ પલંગ પરથી ભૂમિ પર પડતો. આથી મુલ્લાના વચનથી બધા જૈન દર્શનીઓને દેશ બહાર કર્યાં. અહીં રાજનગર અહમદાવાદમાં શેઠ શ્રીમાલી ભાઈઓ વ્યવહારી રત્ના ફતા નામના રત્નસિંહસૂરિના ભક્ત ભાઈઓ હતા. તે સમયે સુરત્રાણે સર્વે અન્ય ૧. હરપતિ સંબંધી ગિરનાર ઉદ્ઘાર રાસ’માં નયસુંદરે જણાવ્યું છે કે ઃ શ્રી જયતિલકસુરીંદ, જસ ઉપદેશે આણંદ, શ્રી શ્રીમાલી વિભૂષણ, હરપતિ સાહ વિચક્ષણ; વિક્રમરાયથી વરસે, ચૌદશે ઓગણપચાશે, રેવત પ્રાસાદે નેમ, ઉધરિયો અતિ પ્રેમ.
Jain Education International
---
For Private & Personal Use Only
www.jainelibrary.org