________________
તપાગચ્છની પટ્ટાવલી
૭૯
w
o
સિવ કુમારના છઠ કિય, દોસય એગુણતીસ, દુસમ રૂવાલસ વિવિધ તપ, સોસીઅ તણુ નિસિદિસ. તવ સિંગાર અલંકિય દેહં, નિમ્મલ ચરણ કરણ વગેહં, અભયસિંહસૂરિ હરિસિયું, કરીઅસુ તપ છમાસી વરસીય. ષટપદ વરસી તપ સિરિ, મુગટ બેઉ છમ્માસી, કુંડલ ચઉમાસી દોમાસી, હાર અધહારશું, નિમ્મલ ભદ્ર મહાભદ્ર બેઉં, બાહિરષા વખાણું પ્રતિમા સર્વતોભદ્ર રૂદય, સિરિ વસુ જાણું. અંબિલ નિરંતર પંચ સઈ, મહારયણ મહાર ખય,
સિરિ અભયસિંહસૂરિ ગુરિ કિદ્ધ દેહ સિણગાર તપ. ૪ વળી કુમારપાલ નૃપના પ્રતિબોધક હેમચન્દ્રસૂરિના સંભારણા તરીકે આ સૂરિએ એક હેમચન્દ્ર નામના આચાર્ય સ્થાપ્યા હતા. | [આગળ કહ્યા મુજબ મુનિસુંદરકત “ગુર્નાવલીમાં અભયસિંહની પાટે હેમચન્દ્ર ને તેમની પાટે જયતિલક છે.]
પર. જયતિલક : કપર્દીયક્ષે મહિમા પ્રકટ કર્યો. અનેક આચાર્ય ઉપાધ્યાય પંડાશ (? પંન્યાસ) મુનીશ્વર મહત્તરા વગેરે ૨૨૦૦ સાધુસાધ્વીના પરિકરવાળા, ૨૧ વાર શત્રુંજયાદિ તીર્થયાત્રા કરનાર, ૧૨૫ શ્રાવકને સંઘપતિનું તિલક આપનારા થયા. તેમણે ત્રણને આચાર્ય બનાવ્યા ? ધર્મશેખરસૂરિ, માણિજ્યસૂરિ, રત્નસાગરસૂરિ, (પછી કરેલા) ચોથા આચાર્ય સંઘતિલકસૂરિ પ્રભાવક થયા કે જેમણે નિર્વિકલ્પ સૂરિમંત્રકલ્પ કાઢ્યો.
પ્રતિષ્ઠાલેખ સં. ૧૪૫૯બુ. ૨.
[સં.૧૪૫૬માં “અનુયોગદ્વારસૂત્રચૂર્ણિ'નો ઉદ્ધાર કરાવ્યો અને કુમારપાલપડિબોહોની પ્રત તાડપત્ર પર લખાવી.]
પ૩. રત્નસિંહ : આમના સંબંધમાં ઉપરોક્ત ગિરિનાર-પ્રશસ્તિમાંથી) સંસ્કૃત શ્લોક ૭૭થી ૮૨ મૂક્યા છે તેનો સાર એ છે કે જયતિલકસૂરિના પટ્ટે રત્નસિંહ થયા. તેમણે સં.૧૫૦૯ માઘ શુદ પને દિને વિમલનાથના પ્રાસાદમાં ગિરનાર પર પ્રતિષ્ઠા કરી. (તે સંબંધી ૭૮મો શ્લોક નીચે પ્રમાણે છે :)
પ્રાસાદે વિમલાઈદાદિસકલશ્રીતીર્થકન્કંડલી પ્રત્યષ્ઠાદતિશાયિલબ્લિનિલયઃ શ્રીરત્નસિંહપ્રભુઃ | નંદાકાશતિથિપ્રમેયસમયે ૧૫૦૯ શ્રીવિક્રમાદું વાસરે
પંચમ્યાઃ સિતમાઘમાસિ વસુધા-ધીશાર્ચિતાંહૂિદ્ધયઃ || ૭૯ II તેમના ત્રણ મોટા શિષ્યો થયા ઃ ૧. હેમસુંદરસૂરિ, ૨. ઉદયવલ્લભસૂરિ અને ૩. જ્ઞાનસાગરસૂરિ. (ત્યાર પછી ઉક્ત પ્રશસ્તિના ૬થી ૩૭ શ્લોક ટાંક્યા છે તેનો સાર એ છે કે :) સ્તંભતીર્થ(ખંભાત)ના શ્રીમાલી વંશના શાણરાજની વંશાવલી આપી છે કે પુના-જગત-વાઘણનો પુત્ર વિક્રમાદિત્ય થયો કે જેણે તિમિરપુરમાં પાર્શ્વનાથનું ઊંચું વિશાલ મંદિર બંધાવ્યું. તેના પુત્ર માલદેવે સંઘ કાઢી શત્રુંજય ને ગિરનારની યાત્રા કરી “સંઘપતિ'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org