SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ જૈન ગૂર્જર કવિઓ : ૯ રત્નસૂરિ સં.૧૫૬૬થી સં.૧૫૮૩ સુધીમાં કોઈ પણ સમયે સ્વર્ગવાસ પામ્યા જણાય છે. વિદ્યામંડનસૂરિના પ્રતિમાલેખો સં. ૧૫૮૭ અને ૧૨૯૭ના મળે છે. એમના શિષ્ય વિનયમંડન પાઠકના બે શિષ્યો વિવેકપંડન અને વિવેકબીર વાસ્તુશાસ્ત્રના જાણકાર હતા ને એમને શત્રુંજય-ઉદ્ધારના કાર્ય પર દેખરેખ રાખવા નિયુક્ત કરવામાં આવેલા. ત્રીજા શિષ્ય જયવંત પંડિત/સૂરિએ “શૃંગારમંજરી” (સં.૧૬૧૪), ‘ઋષિદત્તારાસ' (સં.૧૬૪૩) વગેરે અનેક ગુજરાતી કૃતિઓ રચી છે (જુઓ ભા.૩, પૃ.૬૯-૮૦). “શૃંગારમંજરી'ની રચના વખતે સૌભાગ્યરત્નસૂરિ માટે હોય એમ સમજાય છે, તો વિદ્યામંડનસૂરિ સં.૧પ૯૭થી સં.૧૬૧૪ સુધીમાં કોઈપણ સમયે સ્વર્ગવાસ પામ્યા હોય. સૌભાગ્યરત્નસૂરિ વિદ્યામંડનના શિષ્ય હતા. એમનો સં.૧૬૩૪નો પ્રતિમાલેખ મળે છે.] ૪૭. રત્નપ્રભ ? રત્નાકરસૂરિના પટ્ટ પર આ સૂરિ થયા. (કોઈ એમ કહે છે તે માત્ર આચાર્ય હતા.) ૪૮. મુનિશેખર. ૪૯. ધર્મદેવ ? આરાસણ તીર્થની પ્રતિષ્ઠા કરનાર. ૫૦. જ્ઞાનચન્દ્ર : ક્યાંક તેમને માત્ર આચાર્ય કહ્યા છે, તથા ધર્મદેવસૂરિએ સ્થાપેલ આચાર્ય સિંહદરસૂરિ હતા કે જેમણે મેદપાટ, ખડગ, વાગડ દેશમાં વિચરીને ત્યાં અનેક પ્રાસાદ પ્રતિમા કરાવી તે હજુ સુધી જોવામાં આવે છે. ૫૧. અભયસિંહ : ઉપરોક્ત ગિરનાર-પ્રશસ્તિ પ્રમાણે જ્ઞાનચન્દ્રસૂરિના પટ્ટે આ સૂરિ છે જ્યારે પટ્ટાવલી અનુસાર ધર્મદેવસૂરિના પટ્ટે આ સૂરિ છે. તેમણે મહાવીર તપ કર્યું હતું. કહ્યું છે કે : અભૂઐરમતીર્થકૃતસમસ્તભાસ્વત્તપાઃ | તતસ્તપમહોદયસ્વભયસિંહસૂરિર્ગરઃ || આચાર્યપદ લીધા પછી છયે વિકૃતિઓને તજી હતી, વળી પંચપચાશત્ આચામ્ય (આયંબિલ) તપ નિરંતર ત્રીજે વારે કરતા હતા અને દુ:સાધ્ય એવી અંગવિદ્યાનું પુસ્તક અર્થ સહિત સારી રીતે વાંચ્યું હતું. ઉપરોક્ત પટ્ટાવલીમાં એક સ્થળેથી લઈ જણાવ્યું છે કે : આબૂ તારણ ગઢ ગિરિહિં છઠ કિયા ઈગવીસ, વિમલાચલિ સિત્તરી કીઆ, રેવઇગિરિ અડવીસ. ૧. સં.૧૪૨૯ના એક પ્રતિમાલેખમાં રત્નાકરસૂરિના પટ્ટધર હેમચન્દ્રસૂરિ મળે છે. સં.૧૩૯૧ના એક લેખમાં રત્નાકરસૂરિના શિષ્ય સોમતિલકસૂરિ જોવાય છે. હેમચન્દ્રસૂરિ માટે જુઓ પ૧માં અભયચન્દ્રમાં છેવટનો ફકરો. રત્નાકરસૂરિથી તે જ્ઞાનચન્દ્રસૂરિ સુધીના આચાર્યોનો પટ્ટકમ બતાવનારા પ્રતિમાલેખો મળ્યા નથી, પરંતુ અભયસિંહથી તે ત્યાર પછી ઠેઠ ભુવનકતિ સુધીનો (પ૧થી ૬૨) પટ્ટક્રમ પ્રતિમાલેખોથી બરાબર મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy