________________
તપાગચ્છની પટ્ટાવલી
ગુરુ નિલભતાથી મણિને ત્યાં ને ત્યાં જ મૂકી ગયા. ને મણિ અદષ્ટ થયો. કોઈએ પૂછ્યું કે કોઈ શ્રદ્ધાલુને આપવામાં કેમ ન આવ્યો ? ગુરુએ કહ્યું કે તે નિરીહનો આચાર નથી. આથી બધા ચમત્કૃતિ પામ્યા.
પ્રસિદ્ધ આત્મનિંદા-આલોચનારૂપ હૃદયદ્રાવક “રત્નાકર પંચવિંશતિકાના કર્તા આ રત્નાકરસૂરિ સંભવે છે.
આ જ ગચ્છના પં. વિવેકધીરગણિએ સં. ૧૫૮૭માં રચેલ “શત્રુંજય તીર્થોદ્ધારમાં ઉપર્યુક્ત શ્લોક ઉતારી મૂક્યો છે અને તેની ઉપર એક શ્લોક એ મૂક્યો છે કે –
આસનું વૃદ્ધતપાગણે સુગુરવો રત્નાકરાહીઃ પુરા ડયું રત્નાકરનામસ્મૃત્મવવૃત વેલ્યો ગણો નિર્મલઃ | તૈક્ષકે સમરાખ્યસાધુરચિતો દ્વારે પ્રતિષ્ઠા શશિ
દ્વીપસૅકમિતેષ ૧૩૭૧ વિક્રમકૃપાદબ્દષ્યતીતેષુ ચ / ૬૩/T. - જુઓ શ્રી જિનવિજયજી સંપાદિત, પ્રકા. જૈઆ.સં., ભાવનગર.
આ જ ગચ્છના કવિ નયસુંદર “શત્રુંજય રાસ’ ઢાલ ૯, કડી. ૯૩-૯૪માં તે જ પ્રમાણે લખે છે. આ પ્રમાણે પોતાના ગચ્છનાએ ઉક્ત કથનની પરંપરા ચાલુ રાખી છે.
પરંતુ કક્કસૂરિએ સમરાશાહના સમયમાં જ રચેલ “નાભિનંદનોદ્ધારપ્રબંધમાં જણાવ્યું છે કે મૂલનાયક આદીશ્વર પ્રભુની પ્રતિષ્ઠા કરનાર ગુરુ ઉપકેશગચ્છના સિદ્ધસૂરિ જ મુખ્ય છે. જોકે તેમાં રત્નાકરસૂરિનો ઉલ્લેખ આ પ્રમાણે છે કે “બૃહદ્ગચ્છના રત્નાકરસૂરિ સંઘ સાથે ચાલ્યા હતા.” એટલે પ્રતિષ્ઠા પ્રસંગમાં અન્ય આચાર્યો સાથે આ આચાર્ય પણ સંમિલિત હતા. આ બૃહદ્ગચ્છના રત્નાકરસૂરિ અને વૃદ્ધ તપાગચ્છના રત્નાકરસૂરિ એ બન્ને એક હોય તોપણ પ્રતિષ્ઠા કરનાર સિદ્ધસૂરિ જ હતા એમ જણાય છે. આ પ્રસંગમાં રત્નાકરસૂરિએ અન્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હોય એમ સંભવી શકે. – પં. લાલચંદ ભ. ગાંધી, “શ્રી શત્રુંજય તીર્થનો ઉદ્ધારક સમરસિંહએ લેખ, જૈનયુગ, ૧, પૃ. ૫૮–૨પ૯.
રિત્નાકરસૂરિના ઉપદેશથી સં.૧૩૪૭માં મન્મથસિંહકૃત “સૂક્તરત્નાકરમહાકાવ્ય-ધર્માધિકારની તથા સં. ૧૩પ૩માં ભગવતીસૂત્ર ટીકા સહિતની પ્રત લખાઈ હતી. સં. ૧૩૮૪માં તે સ્વર્ગવાસ પામ્યા.
વડ તપાગચ્છ / રત્નાકર ગચ્છની ભૃગુકચ્છીય શાખામાં વિજય રત્નસૂરિ નામના એક પ્રતિષ્ઠિત આચાર્ય થયા જેમના પ્રતિમાલેખો સં.૧૫૧૩થી ૧૫૩૭ના મળે છે. તે પૈકી એક પરથી તેઓ વિજયતિલકસૂરિ-વિજયધર્મસૂરિના પટ્ટધર હતા. તે વિજય રત્નના પટ્ટધર ધર્મરત્નસૂરિ હતા જેમના પ્રતિષ્ઠાલેખો સં.૧૫૪૪થી ૧પ૬૬ના મળે છે. રાણા સંગ (સંગ્રામસિંહ)ના રાજ્યકાળ એ ચિતોડ ગયેલા ત્યારે તોલા શાહે શત્રુંજય-ઉદ્ધારની ઇચ્છા વ્યક્ત કરતાં જણાવેલું કે એમનો સૌથી નાનો પુત્ર કર્માશા એ ઈચ્છા પૂર્ણ કરશે, અને પોતાનો શિષ્ય એની પ્રતિષ્ઠા કરશે. વસ્તુતઃ કર્માશાએ આ પછી સં.૧૫૮૩માં ગુજરાતના સુલતાન બહાદુરશાહની પરવાનગી મેળવી સં. ૧૫૮૭માં શત્રુંજયનો ઉદ્ધાર કરાવ્યો, જેમાં મૂળનાયકની પ્રતિષ્ઠા એ વખતના પટ્ટધર વિદ્યામંડનસૂરિને હસ્તે થઈ. ધર્મ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org