SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ પ્રશસ્તિમાં પોતે જણાવ્યું છે કે ઃ વિજયચન્દ્રસૂરિનો ગચ્છભાર ત્રણ શિષ્યો વહતા હતા. ૧. વજ્રસેન, ૨. પદ્મચન્દ્ર, ૩. ક્ષેમકીર્તિ, આ ક્ષેમકીર્તિના શિષ્ય નયપ્રભુ ‘ગુરુતત્ત્વપ્રદીપ’ યાને ‘સૂત્રકંદકુદ્દાલ’ નામનો ગ્રંથ ૭૬ રચ્યો. [ક્ષેમકીર્તિ દેવેન્દ્રસૂરિના સહોદર. મૂળ નામ ક્ષેમસિંહ. બૃહત્ત્પસૂત્ર પરની વૃત્તિનું નામ ‘સુખાવોધિકા’.] ૪૫. હેમકલશ : સારંગદેવ ભૂપે અનેક પંડિતજનને લઈને કર્ણાવતીમાં પ્રભાતથી સાંજ સુધી આ ગુરુનો ઉપદેશ સાંભળ્યો હતો, અને તે તેમજ ઘણા સમ્યવાસિત થયા હતા. આ સૂરિએ સ્થાપેલા આચાર્યં યશોભદ્ર પણ વિખ્યાત પ્રભાવક થયા છે. [સં.૧૩૦૪થી ૧૩૨૩ના ગાળામાં દેવેન્દ્રસૂરિએ રચેલી શાંતિસૂરિના ધર્મરત્નપ્રકરણ'ની ટીકા હેમકલશગણિએ શોધી હતી. યશોભદ્રને ઈડર પાસેના રાયખડની વડાવલીમાં આચાર્યપદ મળ્યું હતું.] ૪૬, રત્નાકર : યથાર્થનામા ગુણવાળા હતા અને તેમના નામથી વૃદ્ધ તપાગણ રત્નાકર ગચ્છથી ખ્યાતિ પામ્યો, સ્તંભતીર્થવાસી વ્યવહારી શાહ શ્રી શાણરાજે ગિરિનાર ૫૨ વિમલનાથ પ્રાસાદ બંધાવ્યો તેમાં આપેલી પ્રશસ્તિમાં જણાવ્યું છે કે “તેમની પાસેથી ધર્મપ્રાપ્તિ કરી પૃથ્વીધરે (પેથડે) ૯૨ વિહાર રચ્યા તથા સિદ્ધાચલ પર ઋષભનાથ મંદિર હેમકલશવાળું બંધાવ્યું; ગિરનાર ૫૨ હેમમય ધ્વજા ચડાવી.” રત્નાકરસૂરિએ સં.૧૩૭૧માં સમા શાહે કરાવેલા શત્રુંજય-મૂલનાયક ઋષભનાથની પ્રતિમાની પ્રતિષ્ઠાનો ઉત્સવ કર્યો ને તે સ્થાપી તેનો શ્લોક નીચે પ્રમાણે છે : વર્ષે વિક્રમતઃ કુસમદહનૈકસ્મિન્ ૧૩૭૧ યુગાદિપ્રભુ શ્રીશત્રુંજયમૂલનાયકમતિપ્રૌઢે પ્રતિષ્ઠોત્સવે । સાધુશ્રીસમરાભિધસ્ત્રિભુવનીમાન્યો વદાન્યઃ ક્ષિતૌ શ્રીરત્નાકરસૂરિભિર્ગણધરૈર્યઃ સ્થાપયામાસિવાન્ ।।૭૨|| આ ગુરુ એક વખત ગિરનાર તીર્થે નેમિયાત્રાર્થે જતાં અંબિકાદેવીએ તેમની પરીક્ષા કરવા ચિંતામણિને પર્વત પર દેખાડ્યો. શિષ્યે પૂછ્યું કે “પૂજ્ય ! આ મણિ કેવો છે ?” ગુરુએ કહ્યું કે “ચિંતારત્ન છે.” શિષ્યે પૂછ્યું કે “તેની પરીક્ષા શું ?” ગુરુએ કહ્યું, “હે મણિ ! સ્તંભતીર્થના જ્ઞાનભંડારમાંથી સવૃત્તિક ભગવતી સૂત્ર લાવ.' ત્યારે તે જ ક્ષણે તે લાવવામાં આવ્યું. આ પરીક્ષાથી તે ચિંતામણિ છે તેમ જણાયું. ૨. ઉક્ત ગુર્વાવલીના શ્લોક ૧૪૨-૪૬માં એવો ક્રમ છે કે ઃ હેમકલશ, યશોભદ્ર, રત્નાકર, રત્નપ્રભ, મુનિશેખર, ધર્મદેવ, જ્ઞાનચન્દ્ર, અભયસિંહ, હેમચન્દ્ર, જયતિલક, માણિક્ય; જ્યારે આ પટ્ટાવલીના ક્રમમાં હેમકલશ પછી યશોભદ્ર નથી ને ત્યાર પછી અભયસિંહ સુધી બરાબર ક્રમ આવે છે, પણ ત્યાર પછી હેમચન્દ્ર નથી આવતા. જયતિલક પછી માણિક્યનું નામ નથી. હેમચન્દ્ર માટે જુઓ ૭૮ ફુટનોટ, તથા ૫૧મા અભયસિંહમાં છેવટનો ફકરો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy