SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ તપાગચ્છની પટ્ટાવલી ૩ ઋષભાદિની પાદુકાઓ સ્થાપી. સ્વર્ગવાસ સં.૧૮૯૪ પણ મળે છે.] . વિજયદેવેન્દ્ર મારવાડના સેત્રાવનગરમાં જન્મ. દીક્ષા શત્રુંજયમાં સં.૧૮૭૭, સૂરિપદ સિરોહીમાં સં.૧૮૮૪ માઘ સુદિ ૧. ઉદયપુરના મહારાણા ભીમસિંઘજી યુવાનસિંઘજીએ ચંગીર, ચામર, છડી, દુસાલા અને પાલખી મોકલી. મહારાજ શિવસિંઘજીએ પણ દુશાલા વગેરે ચીજો મોકલી. પ્રતિષ્ઠાલેખ સં.૧૮૮૦-૮૮-૯૨, બુ.૧; ૧૮૯૭–૧૯૦૫-૧૧-૨૪, ગે.રે. એમના રાજ્યકાળમાં રચાયેલી કૃતિઓ સં.૧૯૧૧ સુધીની મળે છે.] ૬૮. વિજયધરણેન્દ્ર ઃ તેમની પ્રતિષ્ઠાલેખ સં. ૧૯૩૧નો મળે છે, ના.૨, નં. ૧૪૬૯. દીક્ષાનામ ધીરવિજય.] (૬૭-૬૮ની હકીકત ભાંડારકર ઈન્સ્ટિટ્યૂટમાં એક પટ્ટાવલીની પ્રત કે જે સં.૧૮૮૮ના પોસ વદ ૧ને દિને માણેકવિજય ઉપાધ્યાયે લખી છે તે પરથી લીધી છે.) ૬૯. વિજયરાજ ઃ તેમના પ્રતિષ્ઠાલેખ સં.૧૯૪૯, ના.૧; ૧૯૪૩–૧૯૪૮, ના.૨. ૭િ૦. વિજયમુનિચન્દ્રઃ સં.૧૯૭૪માં ખુડાલા (સ્ટે. ફાલના, રાજસ્થાન)માં ૪૦ વર્ષની ઉંમરે વિષપ્રયોગથી સ્વર્ગવાસ. ત્યાં એમનું સ્મારક તથા એમની ગાદી છે. ૭૧. વિજયકલ્યાણ : છેલ્લા પટધર. વિજયદેવેન્દ્રસૂરિની એક બીજી પરંપરા પણ મળે છે : ૬૮. વિજયકલ્યાણ. ૬૯. વિજયપ્રમોદ. ૭૦. વિજયરાજેન્દ્રઃ જન્મ સં. ૧૮૮૩ પોષ, ભરતપુરના ઓશવાલ ઋષભદાસ પિતા, કેશરબાઈ માતા, જન્મનામ રત્નરાજ. દીક્ષા સં.૧૯૦૩/૪ વૈશાખ સુદ ૫ ઉદયપુરમાં, વિજયપ્રમોદસૂરિ પાસે, દીક્ષાનામ રત્નવિજય. મોટી દીક્ષા તથા પંડિતપદવી સં.૧૯૦૯ વૈશાખ સુદ ૩ ઉદયપુરમાં. આચાર્યપદ સં.૧૯૨૩/૨૪ વૈશાખ સુદ ૫ આહોરમાં. સ્વ.સં.૧૯૬૩ પોષ સુદ ૭ રાજગઢમાં. ખરતરગચ્છીય સાગરચંદ્રજી (જિનદત્તસૂરિના સમુદાયના) પાસે એમણે કેટલાંક વર્ષ વિદ્યાધ્યયન કરેલું. વિશાળ “અભિધાનરાજેન્દ્રકોશ” એમની વિદ્વત્તાનું અને ૧૩ વર્ષના ભગીરથ પ્રયત્નનું પરિણામ છે. અન્ય ઘણા ગ્રંથો પણ એમણે રચ્યા છે અને આહોરમાં મોટો જ્ઞાનભંડાર સ્થાપિત કર્યો છે. એમણે ત્રિસ્તુતિક મત સ્વીકારેલો અને ક્રિયોદ્ધાર કરી શુદ્ધ સાધુમાર્ગ સ્વીકારી યતિ તરીકેના પરિગ્રહનો ત્યાગ કરેલો. ૭૧. વિજયધનચંદ્ર. ૭૨. વિજયભૂપેન્દ્ર ઃ ભોપાલનિવાસી ભગવાનજી પિતા, સરસ્વતીદેવી માતા, જન્મનામ દેવીચંદ. દીક્ષા ૭ વર્ષની વયે સં. ૧૯૫ર વૈશાખ સુદ ૩ રાજગઢમાં વિજયરાજેન્દ્રસૂરિ પાસે, દીક્ષાનામ દીપવિજય. આચાર્યપદ સં.૧૯૮૦ જેઠ સુદ ૮ જાવરા મુકામે. સં. ૧૯૯૨માં વિદ્યમાન. ૭૩. વિજયયતીન્દ્ર : ધૌલપુરવાસી વ્રજલાલ પિતા, ચંપાદેવી માતા, જન્મનામ રામરત્ન. દીક્ષા સં.૧૯૫૪ અસાડ વદ ૨ સોમવાર, દીક્ષાનામ યતીન્દ્રવિજય. સં.૨૦૧૩માં વિદ્યમાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy