________________
૭૪
૭૪. વિજયવિદ્યાચંદ્ર.
૭૫. વિજયજયંતસેન, વિજયહેમેન્દ્રઃ વિદ્યમાન. વિજયધનચંદ્રસૂરિની બીજી પરંપરા પણ છે. ૭૨. વિજયતીર્થેન્દ્ર. ૭૩. વિજયલબ્ધિચંદ્ર.]
વૃદ્ધ પૌશાલિક તપાગચ્છ[વડ તપાગચ્છ]ની પટ્ટાવલી
(મૂલ શ્રી મહાવીર પ્રભુથી માંડીને આ ગચ્છની પટ્ટાવલી સંસ્કૃતમાં ગુજરાત પુરાતત્ત્વ મંદિરના આચાર્ય સાક્ષર શ્રી જિનવિજયજી પાસેથી મળી છે તેમાંથી આના સ્થાપકથી શરૂ કરી નીચે ગુજરાતીમાં સાર રૂપે આપવામાં આવેલ છે.)
જૈન ગૂર્જર કવિઓ : ૯
૪૩. વિજયચન્દ્ર : (જુઓ મૂળ તપાગચ્છ પટ્ટાવલી ક્ર.૪૫ નીચે) દેવેન્દ્રસૂરિ અને આ બંને શ્રી જગચંદ્રસૂરિના ગુરુભ્રાતા થાય, કારણકે બધા દેવભદ્રના શિષ્યો, એમ વિજયચન્દ્રના પટ્ટધર ક્ષેમકીર્તિએ પોતાની ‘બૃહત્કલ્પવૃત્તિ'ની પ્રશસ્તિમાં જણાવ્યું છે. (પટ્ટાવલીમાં આ પ્રશસ્તિ, તેમજ દેવેન્દ્રસૂરિકૃત “ધર્મરત્નપ્રકરણવૃત્તિ' અને ‘શ્રાદ્ધદિનકૃત્યવૃત્તિ’ની પ્રશસ્તિઓ તથા ગુણરત્નસૂરિકૃત ‘ક્રિયારત્નસમુચ્ચય’ની પ્રશસ્તિમાંથી ઉતારા આપી તે હકીકત પુરવાર કરવા પ્રયત્ન કર્યો છે.)
હવે દેવભદ્ર અને જગચ્ચન્દ્ર બંને ગુરુઓ સ્વર્ગસ્થ થયા. તેવામાં દેવેન્દ્રસૂરિ માલવામાં વિચરતા હતા. વિજયચન્દ્રસૂરિ સ્તંભતીર્થમાં હતા ત્યારે દેવેન્દ્રસૂરિને બોલાવ્યા પણ કારણવશથી ન આવ્યા તેથી સ્તંભતીર્થમાં સંઘે વિજયચન્દ્રને ગણધરપદે સ્થાપ્યા.
આ સાંભળી દેવેન્દ્રસૂરિ પણ સ્તંભતીર્થે આવ્યા ને જુદા સ્થાને ઊતર્યા. ત્યાં હેમકલશ આદિ સાધુએ વિજયચન્દ્રસૂરિના સમુદાયને ‘વૃદ્ધશાલિકાઃ' એમ કહ્યો અને દેવેન્દ્રસૂરિનાને ‘લઘુશાલિકાઃ’ કહ્યો. એ પ્રમાણે બંને સમુદાયની ખ્યાતિ થઈ.
વિજયચન્દ્રનો વ્યતિકર-અહેવાલ એ છે કે પૂર્વે માણસા નગરમાં ઓસ વંશના મંત્રી ગજરાજના કુલમાં વીરધવલ નૃપતિના રાજવ્યાપારી પાંચસો ગામના અધિપતિ જૈન મંત્રી વિજયપાલ હતા. એક અવસરે તેઓ દેવભદ્ર ગુરુને વિદ્યાપુર (હાલનું વીજાપુર)માં વિચરતા સાંભળી ૨૫ નૈગમના પિરવાર તેમજ અન્ય પરિવાર સહિત વિદ્યાપુરમાં ગુરુ સમીપે ચતુર્દશી પૌષધોપવાસ લેવા આવ્યા. દેશના સાંભળી વૈરાગ્ય આવતાં ઘેર જઈ મંત્રી વસ્તુપાલને સર્વાધિકાર આપી પુષ્કળ દ્રવ્યપુરસ્કર વસ્તુપાલે કરેલા સંયમોત્સવપૂર્વક ૨૫ નૈગમ સહિત પુત્ર કલત્ર સાથે દેવભદ્રગુરુના હાથે સંયમ-દીક્ષા લીધી. ગુરુ પાસે શાસ્ત્રાભ્યાસ કરેલો જોઈ વસ્તુપાલ મહામાત્ય હર્ષિત થયા ને દેવભદ્ર અને જગચ્ચન્દ્રસૂરિને વિજ્ઞપ્તિ કરી એટલે દેવેન્દ્રસૂરિ સાથે વિજયચન્દ્રને પણ સૂરિપદ આપ્યું. તેનો ઉત્સવ વસ્તુપાલજીએ કર્યો એમ વૃદ્ધો કહે છે. સ્તંભતીર્થમાં ચતુઃ૫થ ૫૨ આવેલ કુમારપાલ-વિહારમાં વ્યાખ્યાનમાં ૧૮૦૦ મુખવસ્તિક સહિત મંત્રી વસ્તુપાલ આદિ ગુરુને વાંદવા આવતા ને બહુમાન કરતા !
જે ન્યૂનાધિક કહે છે તેની વાત તે જાણે, અમે તો બંને ગુરુઓ (દેવેન્દ્ર અને વિજયચન્દ્ર)ના ગુણરાગી છીએ. વૃદ્ધાનાયથી આ વ્યતિકર લખ્યો છે. તત્ત્વ કેવલિગમ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org