________________
તપાગચ્છની પટ્ટાવલી
મહા સુદ ૬. મેવાડના રાણી જગતસિંહ એમના ઉપદેશથી જૈનધર્મી બન્યો હતો અને એણે વરકાણાના મેળાની જકાત માફ કરવી, ચૌદશનો શિકાર બંધ કરવો વગેરે કેટલાંક પરોપકારકાર્યો કર્યા હતાં.]
૬૧. વિજયપ્રભ : જન્મ સં.૧૬૭૭ કચ્છના મનોહરપુરમાં. દીક્ષા ૧૬૮૬, પંન્યાસપદ ૧૭૦૧, સૂરિપદ ૧૭૧૦ ગંધાર બંદિરમાં, સં.૧૭૩૨માં નાગોરમાં પોતાના પટ્ટધર તરીકે વિજય રત્નની નિમણૂક કરી.
અહીં હસ્તલિખિત પ્રત પૂરી થાય છે. બર્લિન, માર્ચ ૧૮૮૨.
કિલાટ કચ્છદેશ વરાહી ગામે પિતા ઓશવાલ શા શિવગણ, માતા ભાણી. માઘ સુદિ ૧૧ના દીક્ષા વિજયદેવસૂરિ પાસે લઈ નામ વીરવિજય રાખ્યું. સૂરિપદ સં. ૧૭૧૦ (૧૭૦૯) વૈશાખ સુદ ૧૦ ગંધારમાં. તેનો ઉત્સવ અમદાવાદવાસી અખેચંદ દેવચંદની પત્ની સાહિબદેએ કર્યો હતો. સં. ૧૭૧૧માં અમદાવાદમાં સૂરાના પુત્ર સાધનજીએ આઠ હજાર ખર્ચ ગણાનુજ્ઞાનો નંદિમહોત્સવ કર્યો હતો. વંદનમહોત્સવ અમદાવાદમાં ૧૭૧૧ કાર્તિક વદિ ૨ દિને થયો હતો.) સં.૧૭૪૯માં ઉનામાં સ્વર્ગવાસ. (જેઠ શુદિ ૧૨).
તેમના પ્રતિષ્ઠાલેખો સં. ૧૭૧૩–૧૭૧૪ ના. ૨૬ ૧૭૧૩, બ. ૨, ૧૭૨ ૧, જિ. ર; ૧૭૧૦, ગે.રે.
સિં. ૧૭૧૩માં ઉનામાં ભટ્ટારકપદ.
સત્યવિજયગણિએ શુદ્ધ સંવેગી માર્ગે જવાની ઈચ્છાથી આચાર્યપદ સ્વીકારવાની ના પાડી તેથી વિજયપ્રભને એ મળેલું. વિજયપ્રભથી શ્રીપૂજ્ય/યતિપરંપરા શરૂ થઈ જે કાળક્રમે બંધ પડી છે કે આજે તો સત્યવિજયગણિની વિજય સંવિગ્ન પાક્ષિક પરંપરા જ પ્રવર્તમાન અને પ્રભાવક છે. એ વિજય શાખા તથા વિમલ અને સાગર સંવિગ્ન શાખાની પટ્ટાવલી માટે જુઓ પૂર્તિ.]
[પટ્ટાવલીનો આ પછીનો ભાગ મોહનલાલ દલીચંદ દેશાઈએ જ તૈયાર કરેલો સમજવાનો છે.]
૬૨. વિજયરત્ન પિતા પાલણપુરવાસી ઓશવાલ હીરા, માતા હીરા, મૂલનામ જેઠો યા જયતસી. જન્મ સં. ૧૭૧૧. ગિરનાર યાત્રાએ જઈને માતા સહિત દીક્ષા સં.૧૭૧૭, દીક્ષાનામ જીતવિજય. સં. ૧૭૨૬માં તેર વર્ષની વયે [2] પંન્યાસપદ લીધું. આચાર્યપદ સં.૧૭૩૨ માઘ વદિ ૬ રવિ દિને નાગોરમાં મુણોત મોહનદાસે બાર હજાર ખર્ચ કરેલા ઉત્સાહપૂર્વક વિજયપ્રભસૂરિએ આપી પાટ પર સ્થાપ્યા. સં.૧૭૩૩ વર્ષે નડુલાઈમાં શ્રાવક સા. રાયકરણે મેડતા મધ્યે વાંદણા-મહોત્સવ કીધો. સ્વર્ગવાસ ઉદયપુરમાં સં. ૧૭૭૩ ભાદરવા વદિ ૨. ત્યાં શૂભ કરાવ્યો છે. તેમના પ્રતિષ્ઠાલેખો સં.૧૭૬૫૧૭૭૧, ના.૧.
| (દીક્ષા જૂનાગઢમાં. સં.૧૭પ૦માં ભટ્ટારકપદ. રાજસ્થાનના રાજવીઓ તથા ઔરંગઝેબનો પુત્ર આજમખાન જે અમદાવાદમાં હતો તેના પર તેમનો પ્રભાવ હતો.]
૬૩. વિજયક્ષમા : જન્મ મારવાડના પાલીમાં પિતા ચતુરજી, માતા ચતુરંગદે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org