________________
૭૦
જૈન ગૂર્જર કવિઓ : ૯
પંડિતો ઈડરમાં કર્યો સં. ૧૭૦૫. સ્વર્ગગમનના સ્થાન ઉનામાં શેઠ રાયચંદ ભણશાળીએ તેમનો ખૂભ હીરવિજયસૂરિના શૂભ પાસે કરાવ્યો. વિશેષ માટે જુઓ વિજયદેવ-મહાભ્ય' આદિ ગ્રંથો.
તેમના પુષ્કળ પ્રતિષ્ઠાલેખો છે : સં. ૧૬૫૮-૬૮-૭૪-૭૭-૮૩-૮૪-૮૫-૮૬૮૭-૯૪–૧૭૦૦-૦૩, ના.૧; સં. ૧૬૫૧-૬૭-૭૪-૭૭-૮૫-૮૬-૮૭–૯૪-૯૭૯૯-૧૭૦૧-૦૫-૦૭, ના. ૨; ૧૬૬૩-૭૦-૭૨-૭૪-૭૫-૭૭-૭૮-૮૧-૮૨-૮૩૯૬-૧૭૦૧–૦૫, બુ. ૧; ૧૬૬૬-૭૭-૮૩–૯૩–૧૭૦૦, બુ. ૨, ૧૬૬૫-૬૬-૭૪૭૫-૮૧-૮૬-૮૭, જિ. ૨; ૧૬૭૬-૮૯-૯૬, ગે.રે.
[જન્મતિથિ પોષ સુદ ૧૩, નામ વાસણ કે વાસો. દીક્ષાતિથિ મહા સુદ ૧૦, નામ વિદ્યાવિજય. પંન્યાસપદ સં. ૧૬પપ કે ૧૬પ૬માં અમદાવાદના સિકંદરપુરામાં. સં.૧૬૫૬માં લાડોલમાં ઉપાધ્યાયપદ, ને પછી આચાર્યપદ. નંદિમહોત્સવનું વર્ષ ૧૬૫૭ કે ૧૬૫૮ પણ નોંધાયું છે. ભટ્ટારકપદની તિથિ જેઠ સુદ ૧૧.
સં.૧૬૭૩માં વિજયતિલકસૂરિને ગચ્છનાયક બનાવી નવો સંઘ સ્થપાયો, જે ઉપાધ્યાયમત, પોરવાડગચ્છ કે (વિજય)આણંદસૂરશાખા તરીકે ઓળખાયો, વિજયદેવની પરંપરા (વિજય)દેવસૂરિસંઘ કે ઓશવાલસંઘ તરીકે ઓળખાઈ. સં. ૧૬૮૬માં રાજસાગરસૂરિથી સાગરશાખા જુદી પડી.
કાશી જઈ ન્યાયાદિનો અભ્યાસ કરી પ્રકાંડ વિદ્વાન તરીકે ખ્યાતિ મેળવનાર યશોવિજય ઉપાધ્યાય હીરવિજયની પરંપરામાં નયવિજય પાસે સં.૧૬૮૮માં દીક્ષિત થયા હતા. એમને ઉપાધ્યાયપદ સં.૧૭૧૮માં વિજયપ્રભસૂરિને હસ્તે મળ્યું હતું. ન્યાય, યોગ, વેદાંત, જેનાગમ, કાવ્ય, અલંકારશાસ્ત્ર, વ્યાકરણ વગેરેના અનેક ગ્રંથો આપનાર આ મુનિવર ગુજરાતમાં હેમચન્દ્રાચાર્ય પછીના એક સર્વદેશીય પ્રતિભા ધરાવનાર વિદ્વાન હતા. વિશેષ માટે જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફ.૯૧૬-૪પ, પૃ.૬૨૦- ૪૬.]
વિજયસિંહઃ જન્મ સં.૧૬૪૪ મેડતામાં, દીક્ષા ૧૬૫૪, વાચકપદ ૧૬૭૩, સૂરિપદ ૧૬૮૨. સ્વર્ગસ્થ ૧૭૦૯ આષાઢ સુદિ ૨.
| પિતા ઓસવાળ નથમલ, માતા નાયકદે. મૂલનામ કર્મચન્દ્ર. પિતા સાથે વિજયસેનસૂરિ પાસે દીક્ષા સં. ૧૬૫૪ મહા સુદિ ૨, દીક્ષાનામ કનકવિજય, પંડિતપદ સં.૧૬૭), ઉપાધ્યાય / વાચકપદ પાટણમાં શ્રાવિકા લાલીએ કરાવેલી પ્રતિષ્ઠા વખતે વિજયદેવસૂરિએ આપ્યું સં. ૧૬૭૩. સૂરિપદ ૧૬૮૧(૨) વૈશાખ સુદિ ૬ ઈડરમાં વિજયદેવસૂરિએ આપ્યું. સં. ૧૬૮૪ પૌષ સુદિ ૬ બુધે જાલોરમાં મંત્રી જયમલ્લે ગણાનુજ્ઞાનો નંદિમહોત્સવ કર્યો. મેડતા, કિશનગઢમાં પ્રતિષ્ઠાઓ. સ્વર્ગવાસ અમદાવાદના નવીનપુરા(નવાપુરા)માં થયો. જુઓ એ. સઝાયમાળા.
તેમના પ્રતિષ્ઠાલેખો સં. ૧૬૮૪-૮૬-૮૭-૮૮-૯૩–૧૭૦૧, ના. ૧; સં. ૧૬૮૬૯૩-૯૯–૧૭૦૧-૦૩, ના. ૨; ૧૬૮૩–૧૭૦૫, બુ. ૧; ૧૭00, જિ. ૨, ૧૬૯૮-૯૬ - ૧૭૧૦, ગે.રે.
[જન્મતિથિ ફાગણ સુદ ૨. આચાર્યપદ સં.૧૬૮૧ વૈશાખ સુદ ૬ કે ૧૬૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org