________________
તપાગચ્છની પટ્ટાવલી
૬૯
પદવી આપી હતી.
વિજયસેનસૂરિ પણ અકબર પાસે રહ્યા હતા. તે વિશે હવે પછી જુઓ.].
૫૯. વિજયસેન : જન્મ સં. ૧૬૦૪ નારદપુરીમાં. દીક્ષા ૧૬૧૩, બાદશાહ અકબર પાસેથી ‘કાલિ-સરસ્વતીનું બિરુદ મેળવ્યું. સ્વર્ગસ્થ ૧૬૭૧ જ્યેષ્ઠ વદિ ૧૧ સ્તંભતીર્થ (ખંભાત)માં.
જન્મ ૧૬૦૪ ફા.સુ.૧૫ નાડલાઈ મારવાડમાં, ઉદયસિંહના રાજ્યમાં ઓશવાલ વંશે વૃદ્ધશાખામાં શાહ કમાશા પિતા, કોડાંદે માતા, મૂલનામ જયસિંહ. દીક્ષા ૧૬ ૧૩ જ્યેષ્ઠ સુ. ૧૧ સૂરતમાં વિજયદાનસૂરિ પાસે, દીક્ષાનામ જયવિમલ. પંડિતપદ ખંભાતમાં શ્રાવિકા પૂનીના કરેલા ઉત્સવપૂર્વક સં. ૧૬ ૨૬, ઉપાધ્યાયપદ સહિત આચાર્યપદ અમદાવાદમાં મૂલા શેઠ અને દીપા પારેખે કરેલા ઉત્સવપૂર્વક મળ્યું સં.૧૬ ૨૮ ફાગણ શુદિ ૭. તેમની પાટસ્થાપના પાટણમાં સં. ૧૬૩૦ પૌષ વદિ ૪. સ્વર્ગવાસ ખંભાતના અકબરપુરમાં સં. ૧૬૭રના જ્યેષ્ઠ વદિ ૧૧.
તેમના પ્રતિષ્ઠાલેખો સં. ૧૬૪૩-પર-પ૩-૫૮-૬૭, ના.૧; ૧૬૩૩-૪૩-૧૨૫૬-૬૧-૬૭–૭૦, ના.૨; સં. ૧૬૪૨-૪૩–૫૪–૫૫–૫૯-૬૩ બુ. ૧; ૧૬૩ર-૪ર૪૩-૪૪-૫૪-૫૬-૫૮-૫૯-૬૧-૬૨-૬૮, બુ. ૨; ૧૬૫૦-૧ર, ગે.રે.
[ગુરુની આજ્ઞાથી સં.૧૬૪૯માં એ લાહોર અકબર બાદશાહ પાસે ગયેલા અને ત્રણ ચાતુર્માસ ત્યાં કરેલા. એમની વિદ્વત્તાથી પ્રભાવિત થઈ અકબરે એમને સવાઈ હીર' તરીકે નવાજેલા અને એમના ઉપદેશથી ગાય, ભેંસ, બળદ, પાડાને મારવા નહીં, મરેલાનું ધન લેવું નહીં અને ગુલામ તરીકે પકડવા નહીં વગેરે ફરમાન કાઢેલાં. જહાંગીરે એમનો સ્વર્ગવાસ થયો ત્યારે ત્રણ દિવસની પાખી પળાવી હતી અને એમના સૂપ માટે જગ્યા આપી હતી.
૬૦. વિજયદેવ : જન્મ સં.૧૬૩૪, દીક્ષા ૧૬૪૩, પંન્યાસપદ ૧૬૫૬; જહાંગીર બાદશાહ તરફથી “મહાતપા” બિરુદ મેળવ્યું. સ્વર્ગસ્થ સં.૧૭૧૩ આષાઢ સુદિ ૧૧ ઉજ્ઞાનગર(ઉના)માં. પોતે નીમેલા ઉત્તરાધિકારી વિજયસિંહ પોતાની પહેલાં સ્વર્ગસ્થ
થયા.
જન્મ ઈડરવાસી ઓશવાલ સાહથિરાને ત્યાં રૂપાઈથી. દીક્ષા અમદાવાદમાં વિજયસેનસૂરિ પાસે. પંન્યાસપદ સિકન્દરપુરમાં. સૂરિપદ સં.૧૬૫૬ના વૈશાખ સુદિ ૪ ખંભાતના શ્રીમલ્લ શાહે અઢાર સહસ્ત્ર ખર્ચ કરેલા ઉત્સવપૂર્વક મળ્યું. પાટણના પારેખ સહસવીરે પાંચ હજાર ખર્ચ ગણાજ્ઞાનો નંદિમહોત્સવ કર્યો સં. ૧૬૬૧ પોષ વદિ ૬ રવિ. ભટ્ટારકાદ સં. ૧૬૭૧. જહાંગીર બાદશાહે “મહાતપા” બિરુદ માંડવગઢમાં આપ્યું સં. ૧૬૭૪. તેમના ઉપદેશથી ઉદેપુરના રાણા જગતસિંહજીએ પીંછોલા અને ઉદયસાગર એ બે તળાવમાં માછલાંની જાળ બંધ કરી, રાજ્યાભિષેક-દિને, જન્મમાસમાં, ભાદ્રપદ માસમાં કોઈ જીવ ન મારે તેવો રાજ્યમાં હુકમ કર્યો. મચીંદદુર્ગમાં કુંભારાણાએ કરાવેલ જિનચૈત્યનો ઉદ્ધાર કર્યો. ૧૬૭૫માં આરાસણમાં (કુંભારિયામાં) પ્રતિષ્ઠા કરી. ૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org