________________
૬૮
જૈન ગૂર્જર કવિઓ : ૯
ચાર દિવસ પોતાની તરફથી ઉમેરી એકંદર બાર દિવસ (શ્રા.વદિ ૧૦થી ભા. સુદિ ૬ સુધી)માં પ્રાણીવધ બંધ રહે તેનાં છ ફરમાન કાઢી ગુજરાત, માળવા, અજમેર, દિલ્લી, ફતેપુર અને લાહોર એમ પાંચ સ્થળે મોકલી, છઠું સૂરિજીને આપ્યું. પછી વર્ષમાં છ માસ સુધી જીવદયા પાળવાના, ઘોડા, ગાય, બળદ, ભેંસ અને પાડા એ જીવોનો વધ બંધ કરવાના, ઘણા કેદીઓને મુક્ત કરવાના, જજિયાવેરો બંધ કરવાના, શત્રુંજયાદિ તીર્થ કરમુક્ત કરવાના રાજહુકમ મેળવ્યા હતા. “જગદ્ગુરુનું બિરુદ મળ્યું.
તેમણે “જંબુદ્વીપપ્રજ્ઞપ્રિ-ટીકા, ‘અંતરીક્ષ-પાર્શ્વનાથ-સ્તવ' આદિ કૃતિઓ રચી છે. આ મહાપ્રભાવક આચાર્ય થયા છે. સ્વર્ગવાસ પછી ઉનામાં લાડકીબાઈએ સૂરિનો સ્તંભ બનાવી પગલાંની સ્થાપના કરી હતી. વિશેષ માટે જુઓ સંસ્કૃત ‘હીરસૌભાગ્ય કાવ્ય” (નિર્ણસાગરમુકિત), ઋષભદાસકૃત હીરવિજયસૂરિનો રાસ' (આ. કા. મહોદધિ), સૂરીશ્વર અને સમ્રાટ' (મુનિ વિદ્યાવિજયજી), તે સૂરિ વિશેની સઝાયાદિ (એ. સઝાયમાળા અને જે. એ. પૂ.કા.સં.).
તેમના પ્રતિષ્ઠાલેખો પુષ્કળ છે : સં. ૧૬ ૧૧-૨૭-૨૮-૩૦-૩૪-૩૮-૪૪-૪૭, ના.૧; સં. ૧૬૧૦-૨૪-૨૭-૨૮-૩૩-૩૭–૩૮-૪૧-૪૨-૪૪-૫૧, ના.૨; ૧૬૨૪૨૮-૩૦-૩૬-૩૭, બુ. ૧; ૧૬૨૨-૨૪-૨૬-૨૭-૨૮-૩૦-૩૧-૩૨-૩૭–૩૮૪૪-૫૩, બુ. ૨; ૧૬૨૦-૪ર-, ગે.રે.
ઉપરનિર્દિષ્ટ હુકમોમાંથી કેટલાક હીરવિજયસૂરિના પ્રતિનિધિ તરીકે અકબર પાસે રહી, એમને પ્રભાવિત કરી અન્ય મુનિવરોએ મેળવ્યા હતા. તેમાં સૌપ્રથમ શાંતિચન્દ્ર ઉપાધ્યાય હતા. હીરવિજયસૂરિને ગુજરાતમાં જવાનું થતાં એ એમને અકબર પાસે મૂકી ગયા હતા. એ હીરવિજયસૂરિશિ. સકલચન્દ્રગણિના શિષ્ય હતા. ૧૦૮ અવધાનો કરી શકતા હતા. તેમણે પોતાની વિદ્વત્તાથી ને કવિત્વશક્તિથી રાજાનહારાજાઓને રંજિત કર્યા હતા. એમણે અકબરે કરેલાં દયાનાં કાર્યો વર્ણવતું કૃપારસકોશ' નામનું કાવ્ય રચ્યું હતું. અકબરના જન્મનો મહિનો ને બીજા કેટલાક તહેવારના દિવસોએ જીવહિંસા ન કરવાનો, જજિયાવેરો બંધ કરવાનો વગેરે કેટલાક હુકમો કઢાવ્યા હતા.
સકલચન્દ્રના શિષ્ય સૂરચન્દ્રના શિષ્ય ભાનુચન્દ્ર ઉપાધ્યાયને પણ અકબર પાસે મૂકવામાં આવ્યા હતા. અકબર બાદશાહ જ્યારે ફતેહપુર સિકરી છોડીને બીજે જતા ત્યારે ભાનુચન્દ્રને સાથે લઈ જતા. એ કાશમીર ગયા ત્યારે ભાનુચન્દ્ર સાથે હતા. ભાનુચન્દ્ર અકબરને સૂર્યપૂજાનો મહિમા સમજાવ્યો હતો અને અકબર એમણે રચેલા સૂર્યસહસ્ત્રનામ'નું શ્રવણ કરતા હતા. શત્રુંજયનો કર માફ કરવાનો હુકમ એમની વિનંતીથી થયો હતો. ભાનુચન્દ્રને ઉપાધ્યાયની પદવી લાહોરમાં અકબરની સમક્ષ આપવામાં આવી હતી.
ભાનુચન્દ્રના શિષ્ય સિદ્ધિચંદ પણ એમની સાથે હતા. એ શતાવધાની હતા. એમણે ફારસી ભાષા પર સારો કાબૂ મેળવ્યો હતો. અકબરે એમને “ખુશફહમ'ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org