SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ તપાગચ્છની પટ્ટાવલી તેમણે ઘણા દેશ-ગામમાં વિહાર કરી અનેક જિનપ્રતિષ્ઠા કરી હતી. તેમના ઉપદેશથી સુલતાન મહમ્મદના મંત્રી ગલરાજે (ઉર્ફે મલિક શ્રી નગદલે) છ મહિનાનો કર છોડાવી શત્રુંજયનો મોટો સંઘ કાઢ્યો; વળી ગંધારના રામજી શાહે તથા અમદાવાદના કુંવરજી શાહે શત્રુંજય પર ચોમુખ, અષ્ટાપદ વગેરેનાં મંદિરો અને દેરીઓ કરાવી. ગિરનારના જીર્ણપ્રાસાદનો ઉદ્ધાર કરાવ્યો. સં.૧૬૧૯માં ધર્મસાગરને ગચ્છ બહાર ને તેમના ગ્રંથ નામે ‘કુમતિકંદકુદ્દાલ'ને જલશરણ કરેલ હતા. તેમના પ્રતિષ્ઠાલેખ સં.૧૬૦૩-૧૬૧૨, ના. ૧; સં.૧૫૯૬-૧૬૦૧-૧૬-૧૭– ૧૯-૨૨, ના. ૨; ૧૫૯૬-૧૬૧૫-૧૭, બુ.૧; ૧૫૯૨-૯૫-૯૬-૯૮-૧૬૦૪-૧૨૧૭, બુ.૨; ૧૬૨૦, ગે.રે. [દાનહર્ષે પોતાનું કંઈક નામ રાખવા સૂચવેલું તેથી ‘વિજયદાન’ નામ આપ્યું. સ્વર્ગવાસ સં.૧૬૨૧ પણ નોંધાયેલ છે. ૬૭ ધર્મસાગર મહોપાધ્યાય પ્રકાંડ વિદ્વાન, વાદી અને સમર્થ ગ્રંથકાર હતા. તે લાડોલના વતની હતા. તેમણે સં.૧૫૯૫માં ૧૬ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. તેમણે હીરવિજયની સાથે દક્ષિણમાં દેવિગિર જઈ ન્યાયાદિ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. સં.૧૬૦૮માં નાડલાઈમાં એમને ઉપાધ્યાયપદવી આપવામાં આવી હતી. ધર્મસાગર ઘણા વિદ્વાન પણ અતિ ઉગ્રસ્વભાવી અને દઢાગ્રહી હતા તથા અન્યમતખંડનમાં વધુ પ્રવૃત્ત હતા. આથી એમના ગ્રંથોએ ઘણો ખળભળાટ કર્યો હતો. વિવિધ ગચ્છો વચ્ચેનો સંઘર્ષ ટાળવા વિજયદાનસૂરિએ એમના ‘કુમતિમતકુદ્દાલ’ ગ્રંથને જલશરણ કરાવ્યો હતો અને ધર્મસાગરે વિજયદાનસૂરિની આજ્ઞાથી ચતુર્વિધ સંઘને ‘મિચ્છામિદુક્કડ' આપ્યો હતો (સં.૧૬૨૧). પછી પણ એમના વાદવિવાદોએ વિરોધ ઊભો કર્યો હતો અને એમણે હીરવિજયસૂરિની આજ્ઞા સ્વીકારી હતી (સં.૧૬૪૬). સં.૧૬૪૮માં રચાયેલી એમની ‘તપાગચ્છ પટ્ટાવલી'ને હીરવિજયસૂરિએ પ્રામાણિક ઠરાવી તેનો પ્રચાર કરવાની આજ્ઞા આપી હતી. ધર્મસાગર ખંભાતમાં સં.૧૯૫૩ના કારતક સુદ ૯ના રોજ સ્વર્ગવાસ પામ્યા. એમના ગ્રંથો માટે જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ૬.૮૫૨ તથા ૮૫૩.] ૫૮. હીરવિજય ઃ એમણે અકબર બાદશાહને જૈન કર્યો. જન્મ સં.૧૫૮૩ માગશીર્ષ સુદિ ૯ પ્રહ્લાદનપુર(પાલણપુર)માં, દીક્ષા ૧૫૯૬ કાર્તિક વદિ ૨ પાટણમાં, વાચકપદ ૧૬૦૮ માઘ સુદિ ૫ નારદપુરમાં (નાડલાઈમાં), સૂરિપદ ૧૬૧૦ શિરોહીમાં, સ્વર્ગગમન ૧૬૫૨ ભાદ્રપદ સુદિ ૧૧ ઉમ્નાનગરમાં (ઉના - કાઠિયાવાડમાં). વીસા ઓશવાલ કું। (કુંવરજી) પિતા, નાથી માતા, મૂલ નામ હીરજી. સૂરિપદ સં.૧૬૧૦ પૌષ સુદિ ૫. અકબર બાદશાહને એકંદર ત્રણ વખત મળ્યા. તેમાં પહેલા સં.૧૬૦૯ જ્યેષ્ઠ વિદ ૧૩ ફતેપુર સીકરીમાં, તે વખતે બાદશાહે પ્રસન્ન થઈ પુસ્તકોનો ભંડાર ભેટ કર્યો કે જે આગ્રામાં સ્થાપિત કર્યો. આ પછી અમુક સમયે પર્યુષણના આઠ દિવસોમાં કોઈ પણ જીવની હિંસા ન થાય એવા હુકમની માગણી કરી. બાદશાહે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy