________________
૬૬
જૈન ગૂર્જર કવિઓ : ૯
આસો સુદ ૧૦ કે ૧૩ વીસનગરમાં. એમણે શ્લેષમય ‘પાર્શ્વનાથસ્તોત્ર' વગેરે થોડીક કૃતિઓ રચેલી છે. જુઓ હવે પછી લઘુ પૌશાલિક તપા. પટ્ટાવલી.]
- સં.૧૫૬૨માં ત્રિસ્તુતિક મતમાંથી કટુક મત જુદો પડ્યો. તેના સ્થાપક ગૃહસ્થ કર્ક (કડવો) હતો. સં.૧૫૭૦માં લંકામતમાંથી વીજા નામના વેશધરની અસરથી વીજામત જુદો પડ્યો; અને સં.૧૫૭૨માં નાગપુરીય તપાગણમાંથી ઉપાધ્યાય પાર્જચંદ્ર (યા પાસચંદ્ર)ની અસરથી તેમના નામ પરથી કહેવાતો પાર્થચંદ્રમત (પાયચંદમત) જુદો પડ્યો.
પ૬. આનન્દવિમલ : જન્મ સં.૧૫૪૭ ઇલાદુર્ગ(ઈડર)માં, વ્રત ૧૫૫૨, સૂરિપદ ૧પ૭૦, સ્વર્ગસ્થ ૧પ૯૬ ચૈત્ર સુદિ ૭ અહમ્મદાવાદમાં. સં.૧૫૮૭માં દોશી કર્માએ શત્રુંજયોદ્ધાર કર્યો.
આનંદવિમલના પિતા ઓસવાળ મેઘજી, માતા માણેક, મૂળ નામ વાઘજી. દીક્ષા હેમવિમલસૂરિ પાસે, દીક્ષાનામ આનંદવિમલ (અમૃતમે - વીરવંશાવલી), ઉપાધ્યાયપદ તે જ સૂરિએ આપ્યું સં. ૧૫૬૮, પછી સિદ્ધપુરમાં આચાર્યપદ, સં.૧૫૭૦. ડાબલામાં ખંભાતવાસી સોની જીવું અને જાગરાજે કરેલા ઉત્સવપૂર્વક પદસ્થાપના થઈ. આ સમયે શિથિલતા પ્રવર્તતી હતી. આથી તેમણે શુદ્ધ સાધુનો ઉગ્ર આચાર પાળી અને સ્થળે સ્થળે જઈ ઉગ્ર વિહાર કરી કિયોદ્ધાર સં. ૧૫૮રમાં પાટણ પાસે વડાવલીમાં કર્યો. તેમાં શિષ્ય વિનયભાવની મદદ લીધી. સોમપ્રભસૂરિએ પૂર્વે મરૂભૂમિમાં પાણીના દુર્લભપણાથી સાધુવિહાર બંધ કરેલો. તે તેમણે મરભૂમિમાં વિહાર કરી ખુલ્લો કર્યો. જેસલમેરનાં ૬૪ દેરાસરો બંધ હતાં તે ઉઘડાવી તેમાં પૂજા ચાલુ કરાવી. સં. ૧પ૯૬ના ચૈત્ર શુદિ ૭ને દિને અમદાવાદમાં સ્વર્ગસ્થ. તેઓએ ઉપવાસ આદિ બહુ તપ કર્યા હતાં.
તેમણે સં.૧૫૮૨માં ગચ્છભાર પોતાના ગુરુભાઈ સૌભાગ્યહર્ષને આપ્યો કે જેમણે લઘુશાલા લઘુપોશાલ નામની એક શાખા કાઢી પોતાની પાટે સોમવિમલસૂરિને સ્થાપ્યા હતા. બીજી બાજુ આ આણંદવિમલસૂરિએ પોતાની પાટે વિજયદાનસૂરિને સ્થાપ્યા. (જુઓ આણંદવિમલસૂરિ રાસ, એ. રા.સં. ભાગ ૩; તે સૂરિ વિશેની સઝાયો, એ. સઝાયમાળા; તથા જૈન ઐ. ગૂર્જર કાવ્યસંચય.)
તેમના પ્રતિષ્ઠાલેખ સં. ૧૫૯૫, ના. ૨; સં. ૧૫૯૦-૯૫, બુ. ૧, ૧૫૯૫, બુ. ૨.
દિક્ષા સં. ૧૫૫૨. ઉપાધ્યાયપદ લાલપુરમાં. આચાર્યપદ પાટણમાં અને ક્રિયોદ્ધાર સં.૧૫૮પમાં દેસૂરીમાં એમ પણ નોંધાયું છે.]
૫૭. વિજયદાન : જન્મ સં.૧૫૫૩ જામલામાં, દીક્ષા ૧પ૬૨, સૂરિપદ ૧૫૮૭, સ્વર્ગસ્થ ૧૬૨૨ વૈશાખ સુદિ ૧૨ વટપલ્લીમાં.
- જામલા ગામ ગુજરાતના હિમ્મતનગરથી ઉત્તરમાં ૬ માઇલ પર છે. પિતા ભાવડ, માતા ભરમાદે. મૂલનામ લક્ષ્મણ. દીક્ષા દાનહર્ષ પાસે સં. ૧૫૬ ર, દીક્ષાનામ ઉદયધર્મ. દાનહર્ષની રજાથી આનંદવિમલસૂરિએ તેમને આચાર્યપદ સિરોહીમાં આપ્યું સં. ૧૫૮૭, સૂરિનામ વિજયદાનસૂરિ. સ્વ. વડાવલી ગામ, પાટણ પાસેનું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org