SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ તપાગચ્છની પટ્ટાવલી ૬૫ ખમણુર ગામમાં સ્વર્ગવાસ. - જે. સા. સંશોધક, ખંડ ૧ અંક ૩ પૃ.૫૧. “લ.પો. પટ્ટાવલીમાં જણાવ્યું છે કે તેઓ મંડ૫ (દુર્ગ) ગયા ત્યાં પ્રવેશોત્સવ મહાડંબરથી કરવામાં આવ્યો. ૧૧ શેર સુવર્ણ ને ૨૨ શેર રૂપાની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. વટપલીમાં સૂરિમંત્ર આરાધી હેમવિમલસૂરિને પટ્ટધર સ્થાપ્યા. તેની પૂર્વે સૂરિપદ પર ઈદ્રનંદિ તથા કમલકલશને સ્થાપ્યા હતા, પણ તે ગચ્છભેદ કરશે એમ જાણી પોતાના પટ્ટ પર તે પૈકી કોઈને સ્થાપ્યા નહીં. ૬00 સાધુને દીક્ષા આપી. ૧૮૦૦ સાધુનો પરિવાર હતો. તેમના પ્રતિષ્ઠાલેખો : સં. ૧૫૪૪-૪૬-૪૭-૪૮, બુ. ૧; ૧૫૪૦-૪૬-૪૭, બુ. ૨. ' સુિમતિસાધુએ સં. ૧૫૫૧માં ગચ્છનાયક તરીકેનો ભાર ઉતારી હેમવિમલને સોંપ્યો અને સં. ૧૫૮૧માં એ સ્વર્ગવાસ પામ્યા એમ પણ નોંધાયેલું છે. સુમતિસાધુની અને હવે પછી કમલકલશ શાખામાં નોંધાયેલા સુમતિસુંદરની માહિતી ભેળસેળ થઈ જણાય છે. સહસાએ અચલગઢમાં ચતુર્મુખ જિનપ્રસાદ કરાવ્યો એ પરત્વે તો ઘણે સ્થાને સુમતિસુંદરનું નામ જ નોંધાયેલું છે. “વીરવંશાવલીમાં અપાયેલાં માતપિતાનાં નામ ત્યાં મળે છે અને બીજી વીગતો પણ મળતી આવે છે.] ૫૫. હેમવિમલ : જન્મ મારવાડના વડગામમાં સં.૧૫રર કાર્તિક સુદ ૧૫, પિતા ગંગરાજ, માતા ગંગારાણી, મૂલનામ હાદકુમાર. દીક્ષા લક્ષ્મીસાગરસૂરિ પાસે સં. ૧૫૩૮, દીક્ષાનામ હેમધર્મ. આચાર્યપદ પંચલાસ (ગુજરાત)માં શ્રીમાલી પાતુએ (પાતાકે) કરેલા ઉત્સવપૂર્વક સુમતિસૂરિએ આપ્યું સં.૧૫૪૮, સૂરિનામ હેમવિમલ. કિયોદ્ધાર સં. ૧૫૫૬. પછી ઈડરવાસી કોઠારી સાયર અને શ્રીપાલે તેમનો ગચ્છનાયક તરીકે પદમહોત્સવ કર્યો કે જેમાં ત્યાંના રાજા રાયભાણે ભાગ લીધો હતો. સ્વર્ગવાસ સં. ૧પ૬૮ – ઐ. રા. સં.૩, પૃ. ૮૦. આ સ્વર્ગવાસનો સંવત ૧૫૬૮ ખોટો છે ને તે સં.૧૫૮૩ (મારુ ૧૫૮૪) જોઈએ. ‘વીરવંશાવલી”માં ૧પ૬૮ જ ભૂલથી છપાયો લાગે છે તે પરથી જ આ એ.રા. સંગ્રહકારની ભૂલ થયેલી. ‘વીરવંશાવલીમાં વિશેષ આપ્યું છે કે : સં. ૧૫૫૫ વર્ષે ગુર્જરાતે વઢિયાર ખંડે પંચાસરા નગરઈ શ્રીમાલી વૃ. સં. પાતઈ સૂરિપદોત્સવ કીધો. તેમના શિષ્ય હર્ષકુલે સં.૧૫૮૩માં સુયગડાંગ-દીપિકા' રચી. તેમના પ્રતિષ્ઠાલેખો સં. ૧૫૪૧-૪૬-૪૭-૪૮-૫૧પર-પ૩-૫૪-પપ-પ૬પ૭-૫૮-૬૧-૬૩-૬૪-૬૭–૭૧-૭૨-૭૬-૭૭-૭૮-૮૧-૮૪, બુ. ૧; ૧પપ૧-૫૩પપ-પ૬-૬૩-૬૫-૬૬-૬૭-૬૮-૭૭-૮૦-૮૪-૮૭ ?, બુ. ૨; ૧૫૫૯-૬૪-૬૬૭૧-૭૬, ના. ૧; ૧પપર-૫૪-૫૭-૬૦-૬૧-૬૫-૬૬-૮૦. ના.ર. જિન્મ સં.૧૫૨૦ અને દીક્ષા સં.૧૫૨૮ પણ મળે છે સ્વર્ગવાસ સં.૧૫૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy