________________
૬૪
જૈન ગૂર્જર કવિઓ : ૯
આપી. આમ મહાભાગ્ય સૂરિ થયા. લ.પી.પટ્ટાવલી) પુનઃ માલવદેશમાં ધારનગરે તેમના ઉપદેશથી પ્રાગ્વાટ વૃદ્ધ સંઘવી હર્ષસિંહે સસઘડી સુવર્ણ સુકૃતિ પ્રાસાદ અગિયાર નિપજાવ્યા. સં. ૧૫૪૭માં ગુર્જરદેશે ધાનધાર ખંડે (પાલણપુર પાસેના દેશમાં) શ્રીયક્ષની ઉત્પત્તિ થઈ. સૂરિએ ભુત ગામે બલદુઠે પાંચ પ્રાસાદ પ્રતિષ્ઠડ્યા. સં. ૧૫૩૭(?)માં હાડોતી દેશે સુમાહલી ગામમાં શ્રી સૂરિનો સ્વર્ગવાસ થયો. સોમદેવસૂરિનો વાગડદેશના વઢિયાર નગરમાં સ્વર્ગવાસ થયો. (વીરવંશાવલી, જે. સા. સંશોધક, ખંડ ૧, પૃ.૪૯-૫0).
તેમના પ્રતિષ્ઠાલેખો સં.૧૫૧૭–૧૯-૨૧-૨૨-૨૩-૨૪-૨૫-૨૭–૨૯-૩૦૩ર-૩૩-૩૪-૩૫-૩૬-૩૭-૩૯, ના. ૧; ૧પ૧૮-૧૯-૨૦-૨૧-૨૨-૨૩-૨૪૨૫-૨૭–૨૯-૩૦-૩૪-૩૫-૩૬-૪૧-૪૨-૨૦, ના. ૨; ૧પ૧૭–૧૮-૧૯-૨૦૨૧-૨૨-૨૩-૨૪-૨૫-૨૭-૨૮-૨૯-૩૦-૩૧-૩૨-૩૩-૩૪-૩૫-૩૬-૩૦-૩૮ –૪૦-૪૨, બુ. ૧; ૧૫૧૮-૨૧-૨૨-૨૭-૨૮-૨૯-૩૦-૩૧-૪૨-૪૩ બુ. ૨; ૧પ૧૮ -૧૫૨૫, જિ. ૨.
તેમણે અગિયારને આચાર્યપદ આપેલ તેમનાં નામ : સુધાનંદન, રત્નમંડન, શુભરત્ન, સોમજય, જિનસોમ, જિનહંસ, સુમતિમંદિર, સુમતિસાધુ, ઈદ્રનંદિ, રાજપ્રિય આદિ.
[જન્મ ગામ ઉમતામાં. પિતા કરમશી, માતા કરમાદેવી. જન્મનામ દેવરાજ. ગણિપદ સં.૧૪૭૯. પંન્યાસપદ રાણકપુરમાં. ઉપાધ્યાયપદ મુંડસ્થલમાં, સૂરિપદ મજ્જાપદ્ર(મજેરા)માં સ્વર્ગવાસ વર્ષ ૧૫૪૭ પણ મળે છે.]
૫૪. સુમતિસાધુ :
જન્મ સં. ૧૪૯૪ મેવાડના જાઉર(જાવર)માં. પિતા ગજપતિ શાહ, માતા સંપૂરીદેવી, મૂલનામ નારાજ. દીક્ષા રત્નશેખરસૂરિ પાસે સં.૧૫૧૧, દીક્ષાનામ સુમતિસાધુ. લક્ષ્મીસાગરસૂરિએ પંડિતપદ આપ્યું ને તે જ સૂરિએ પછી સં. ૧૫૧૮માં ઈડરમાં શ્રીપાલ આદિના કરેલા ઉત્સવપૂર્વક આચાર્યપદ (ગચ્છનાયકપદ) આપ્યું. સ્વર્ગવાસ (ખમણૂર ગામમાં) સં. ૧૫૫૧. – જુઓ સુમતિસાધુસૂરિ વિવાહલો’ એ.રા.સં., ભાગ ૧.
વીરવંશાવલીમાં એમ આપ્યું છે કે : જન્મ અબુદાસને વેલાંગરી નગર પ્રા.. (પ્રાગ્વાટ વૃદ્ધ) નારણગોત્રે શા. ટિવુ, સ્ત્રી રૂડી કૂખે સં. ૧૪૯૪, દીક્ષા સં. ૧૫૧૧, ગચ્છનાયકપદ ૧૫૧૮ (? ૧૫૩૮ હોય). તેમણે જેસલમેર, કૃષ્ણગઢ, અબુદાસન, દેવકપટ્ટણ, ગઢનગર, ખંભાયત, ગંધાર, ઈડર નગરે જ્ઞાનકોશ ગીતાર્થ પાસે શોધાવ્યા. તેમના ઉપદેશથી માલવદેશે માંડવગઢે પ્રા.વ્. સરહડિયા ગોત્રે સા. સહસાએ અર્બુદગિરિ ઉપર અચલગઢમાં પાંચ લાખ મનુષ્યનો સંઘ લઈ જઈ ઋષભદેવનો ચતુર્મુખ પ્રાસાદ નિપજાવી તેમાં ચાર બિંબ કરાવ્યાં. તેમાં ૮ બિંબ કાઉસગિયા ને ૪ બિંબ ચતુર્મુખ પ્રાસાદના. સં.૧૪પ૪(? ૧૫૪૪)માં સૂરિએ પ્રતિષ્ઠા કરી. સં. ૧૫૫૧માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org