________________
તપાગચ્છની પટ્ટાવલી
૬૩
સ્તંભતીર્થે બાબી નામના ભટ્ટે બાલ્યવયમાં “બાલસરસ્વતી’ એવું નામ આ સૂરિને આપ્યું. ૧૧ વર્ષ યુગપ્રધાનપદવી રાખી. (લ.પી. પટ્ટાવલી) તેમણે લક્ષ્મીસાગરસૂરિ અને સોમદેવસૂરિને આચાર્યપદવી આપેલી હતી. રત્નશેખરને ઉપાધ્યાયપદ દેવગિરિવાસી મહાદેવે દેલવાડા(મેવાડ)માં કરેલા ઉત્સવપૂર્વક સોમસુંદરસૂરિએ આપ્યું હતું. (જુઓ સોમસૌભાગ્યકાવ્ય)
તેમના પ્રતિષ્ઠાલેખો સં. ૧પ૦૬-૦૭-૦૮-૦૯-૧૦-૧૧-૧૨-૧૩–૧૪-૧૫૧૬, બુ. ૧; ૧પ૦૬-૦૭-૦૮-૦૯-૧૦-૧૧-૧ર-૧૩૧૨-૧૭, બુ. ૨; સં. ૧૫૦૦૧૦-૧૨-૧૩–૧૪–૧૫-૧પ-૧૬, ના. ૧; સં. ૧પ૦૨-૦૪-૦૬-૦૭-૦૮-૦૯-૧૦૧૧-૧ર-૧૩–૧૬-૧૭, ના. ૨; ૧પ૦૮-૧૩, જિ. ૨.
તિઓ ભુવનસુંદરસૂરિના વિદ્યાશિષ્ય અને દીક્ષાશિષ્ય હતા. દીક્ષાનામ રત્નચંદ્ર. આચાર્યપદ દેલવાડામાં. સ્વર્ગવાસનું વર્ષ સં.૧૫૧૧ પણ મળે છે.]
સં.૧૫૦૮માં લંકા અથવા લેપાકમત, લેખક કુંકાએ સ્થાપ્યો, અને આ મતમાંથી ‘વેશધરો ઉત્પન્ન થયા, સં. ૧૫૩૩.
લિંકા કે લોંકાશાહ માટે જુઓ હવે પછી લોંકાગચ્છની પટ્ટાવલી.]
૫૩. લક્ષ્મીસાગર : જન્મ સં.૧૪૬૪ ભાદ્ર. વદિ ૨, દીક્ષા ૧૪૭૦, પંન્યાસપદ, ૧૪૯૬, વાચકપદ ૧૫૦૧, સૂરિપદ ૧૫૦૮, ગચ્છનાયકપદ ૧૫૧૭.
મુંડસ્થલમાં મુનિસુંદરસૂરિએ આપેલ વાચકપદ, પેથાપુરમાં પદસ્થાપના. વિદ્યાપુર લાટાપલ્લીમાં સાત નગરાજે પદમહોત્સવ કર્યો. સં. ૧૫૧૮માં યુગપ્રધાનપદવી લાટાપલ્લી (લાડોલ)માં સંઘવી મહાદેવે (જુઓ દેવકુલપાટક પૃ.૮, તથા ગુરુગુણરત્નાકર કાવ્ય, સર્ગ ૩, શ્લો. ૫-૭) કરેલા મોટા ઉત્સવપૂર્વક. આ સૂરિએ સુધાનંદન અને હેમહંસને વાચનાચાર્યની અને ચૂલા ગણિની સાધ્વીને મહત્તરાની પદવી આપી હતી. લ.પી.પટ્ટાવલીમાં લખ્યું છે કે તે મહાદેવના ઉત્સવપૂર્વક બેને ઉપાધ્યાયની અને અગિયારને આચાર્યપદવી આપી હતી. ગિરિપુર(ડુંગરપુર)માં શાહ સાહાકે પ્રતિમા ત્રણ કરાવી તે પ્રતિષ્ઠિત કરી. તેમાં એક ગભારા પાર્શ્વનો પ્રાસાદ હતો. (પાર્શ્વપ્રભુના મંદિરનો ઉદ્ધાર સાહાને કર્યો એ સં. ૧૫૨પના આંતરીના શાંતિનાથ મંદિરની પ્રશસ્તિમાંથી જણાય છે. - ઓઝાજી). મંડપ(દુગ)માં સંઘવી ચાંદાકે ૭ર દેવાલય ૩૬ પૂજોપકરાય ૨૪ પટ્ટ કરાવ્યા તેમાં પ્રતિષ્ઠા કરી સુમતિસાધુને સૂરિપદ આપ્યું, તેનો ઉત્સવ મંડપના સંઘવી સૂરા અને વીરાએ કર્યો. ઉંબરહટ્ટમાં ૨૪ પટ્ટપ્રતિષ્ઠા કરી. શુભરત્નને સૂરિપદ આપ્યું - પત્તનમાં દેવગિરિના સંઘવી નગરાજ અને ધનરાજના કરેલા ઉત્સવપૂર્વક. અમદાવાદના શ્રીસંઘમુખ્ય સંઘવી ગદાકે અબ્દમાં પરિકર સહિત ૪૦ અંગુલની પ્રતિમા કરાવી. બીજાઓને સૂરિપદ આપવાનો ઉત્સવ સિરોહીમાં સંઘવી ખીમાને કર્યો. પેથાપુરમાં ચારને ઉપાધ્યાયપદવી આપી. તેમાં પંડિત ચરણપ્રમોદગણિ પ્રમુખ શિષ્ય ચોવીસને પંડિતપદવી આપી. તે ચરણપ્રમોદગણિએ ઘણા સાધુપરિવારને કલ્પપ્રદાન કર્યું. વિબુધ, મહત્તરા, પ્રવર્તિનીની પદવી ઘણાંને આપી. પ૦૦ સાધુને દીક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org