________________
૬૨
જૈન ગૂર્જર કવિઓ : ૯
જ્ઞાનસાગર ૫૦મા, કુલમંડન ૫૧મા અને સોમસુન્દર પરમા પટ્ટધર એમ પણ મળે છે.
આ સમયે પ્રખ્યાત હેમંકર વિદ્યમાન હતા. તેઓ સંભવતઃ 'સિંહાસનદ્વાર્નાિશિકા'ની જૈન પદ્ધતિની વાર્તાના કર્યા હતા.
સિોમસુંદરનું જન્મનામ સોમચંદ. પિતા પાલનપુરના શેઠ સજ્જનસિંહ, માતા માલણદેવી. પ્રાચીન ગુજરાતી ગદ્યના આદ્ય પુરસ્કર્તા આ મુનિવરના ગ્રંથો માટે જુઓ જૈન પરંપરાનો ઈતિહાસ, ૩, ૪૪૭-૪૮ તથા જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફ.૬૯૧, ૭૦૮-૦૯.
જયસુંદર/જયચંદ્ર “કાવ્યપ્રકાશ' અને “સમ્મતિતકના મોટા અધ્યાપક હતા. એમણે પ્રતિક્રમણવિધિ (સં.૧૫૦૬), “પ્રત્યાખ્યાન સ્થાનવિવરણ” “સમ્યકત્વકૌમુદી” વગેરે ગ્રંથો રચ્યા હતા.
ભુવનસુંદરને આચાર્યપદ સં.૧૪૮૩માં. એમના ગ્રંથો માટે જુઓ જેન પરંપરાનો ઇતિહાસ, ૩, ૪પ૭.
જિનસુંદરનું અપરનામ જિનકીર્તિ પણ મળે છે. એમને આચાર્યપદ સં.૧૪૭૭માં મળ્યું હતું.
આ સિવાય જિનરત્ન/જિનકીર્તિ નામે પણ સોમસુન્દરના શિષ્ય મળે છે. જુઓ જૈન પરંપરાનો ઇતિહાસ, ૩, ૯૫૭-૫૮ તથા જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફ.૬૭૮.]
૫૧. મુનિસુંદર : (બિરુદ “કોલિસરસ્વતી – શ્યામસરસ્વતી') જન્મ સં.૧૪૩૬, વ્રત ૧૪૪૩, વાચકપદ ૧૪૬૬, સૂરિપદ ૧૪૭૮, સ્વર્ગ ૧૫૦૩ કાર્તિક સુદિ ૧, તેમણે નીચેના ગ્રંથો રચ્યા છે :
ઉપદેશરત્નાકર, સંતિકર ઇતિ સમહિમશાન્તિસ્તવ, ગુર્નાવલી (સં.૧૪૬૬માં, એક પ્રત પ્રમાણે) ઈત્યાદિ.
મુનિસુંદરના પ્રતિષ્ઠાલેખો સં. ૧૫૦૧, ના. ૧; ૧૪૮૮–૧૫૦૦-૦૧ ના. ૨; ૧૪૯૭–૯૯-૧પ૦૦-૨૧, બુ. ૧; ૧૪૮૯-૯૯-૧૫૦૧, બુ. ૨.
મૂિળ નામ મોહનનંદન નોંધાયું છે. આચાર્યપદ વડનગરમાં. સ્વર્ગવાસ કોરટા તીર્થમાં. એમને ‘વાદિગોકુલસાંઢ'નું બિરુદ પણ મળ્યું હતું. તેઓ સહસ્ત્રાવધાની હતા. એમના અનેક ગ્રંથો છે. જુઓ જૈન પરંપરાનો ઇતિહાસ, ૩, ૪૯૭-૯૮ તથા જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ઉ.૬૭૪-૭૫.]
પર. રત્નશેખર : (બિરુદ બાલસરસ્વતી”) જન્મ સં.૧૪પ૭ (ક્વચિત્ ૧૪પર), વ્રત ૧૪૬૩, પંડિતપદ ૧૪૮૩, વાચકપદ ૧૪૯૩, સૂરિપદ ૧૫૦૨. સ્વર્ગવાસ ૧૫૧૭ પૌષ વદિ ૬.
તેમણે રચેલા ગ્રંથો : શ્રાદ્ધપ્રતિક્રમણવૃત્તિ (સં.૧૪૯૬), શ્રાદ્ધવિધિસવૃત્તિ (.૧૫૦૬), આચારપ્રદીપ (સ.૧૫૧૬), (તથા લઘુક્ષેત્રસમાસ વગેરે).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org