________________
જૈન ગૂર્જર કવિઓ : ૯
[એમની થોડી માહિતી ક્ર.૪પમાં આવી ગઈ છે. વિશેષમાં, સં.૧૩૨૮માં તેમને વિજાપુરમાં આચાર્યપદ મળ્યું. તેઓ પ્રબળ મંત્રશાસ્ત્રી હતા. તેમના ગ્રંથો માટે જુઓ જૈન પરંપરાનો ઇતિહાસ, ૩, ૪૦૮ તથા જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફ.૫૯૭.
૪૭. સોમપ્રભ : જન્મ સં.૧૩૧૦, વ્રત ૧૩૨૧, સૂરિપદ ૧૩૩૨ અને સ્વર્ગવાસ ૧૩૭૩.
તેમના ગ્રંથો નીચે પ્રમાણે છે :
નમિઊણ ભણે એવું ઇત્યાદિ આરાધનાસૂત્ર, સવિસ્તર-યતિજીતકલ્પસૂત્ર, યત્રાખિલત્યાદિ ૨૮ સ્તુતિઓ, જિનેન યેનેતિ સ્તુતિઓ, શ્રીમચ્છર્મેતિ વગેરે.
તેમણે પોતાના શિષ્ય વિમલપ્રભને સૂરિપદ સં.૧૩પ૭માં આપ્યું, અને તે શિષ્ય સ્વર્ગસ્થ થવાથી તેમના શિષ્યો પરમાનંદ અને સોમતિલકને સૂરિપદ આપ્યાં. સોમતિલક તેમની પાટે બેઠા.
[તેઓ જ્યોતિષવિદ્યામાં નિપુણ હતા અને ભીલડિયા નગરનો વિનાશ એમણે ભાખ્યો હતો એમ કહેવાય છે.]
૪૮. સોમતિલક : જન્મ સં.૧૩૫૫ માઘ, દીક્ષા ૧૩૬૯, સૂરિપદ ૧૩૭૩, સ્વર્ગ ૧૪૨૪.
રચેલા ગ્રંથો : બૃહન્નત્યક્ષેત્રસમાસસૂત્ર, સત્તરિયઠાણ, યત્રાખિલ-જયવૃષભશાસ્તાશર્મની વૃત્તિઓ, શ્રીતીર્થરાજ-ચતુરર્થી સ્તુતિ અને તેની વૃત્તિ, શુભભાવાનતઃ શ્રીમદ્દીરે તુવે ઈત્યાદિ કમલબન્ધસ્તવ, શિવશિરસિ, શ્રીનાભિસંભવ, શ્રીશૈવેય ઇત્યાદિ બહુ સ્તવનો.
તેમણે અનુક્રમે પધતિલકને, ચન્દ્રશેખરને, જયાનન્દને અને દેવસુન્દરને સૂરિપદ આપ્યાં.
પઘતિલક એક વર્ષ પછી સ્વર્ગ પામ્યા.
ચન્દ્રશેખરનો જન્મ સં.૧૩૭૩, વ્રત ૧૩૮૫, સૂરિપદ ૧૩૯૩ (મુનિસુંદરની ગુર્નાવલી' પ્રમાણે), સ્વર્ગગમન સં.૧૪૨૩ અને તેમણે રચેલા ગ્રંથો : ઉષિતભોજનકથા (=વાસિકભોજ્યકથાનક), યુવરાજર્ષિકથા, શ્રીમાસ્તંભનકહારબત્પાદિ સ્તવનો (શત્રુંજયરેવતસ્તુતિ).
જયાનન્દ : જન્મ સં.૧૭૮૦, વ્રત ધારા(નગરી)માં ૧૩૯૨ના આષાઢ શુદિ ૭ શકે, સૂરિપદ અણહિલપુર પાટણમાં સં.૧૪૨૦ વૈશાખ શુદિ ૧૦, સ્વર્ગગમન સં.૧૪૪૧. તેમના રચેલા ગ્રંથો : સ્થૂલભદ્રચરિત્ર, દેવા પ્રભો વગેરે સ્તવનો.
સિમલિકના ગ્રંથો માટે જુઓ જૈન પરંપરાનો ઇતિહાસ, ૩, ૪૨૭.]
૪૯. દેવસુંદર : જન્મ સં.૧૩૯૬, વ્રત ૧૪૦૪ મહેશ્વર ગ્રામમાં, સૂરિપદ અણહિલપુર પત્તનમાં ૧૪૨૦. તેમને પાંચ શિષ્ય હતા : જ્ઞાનસાગર, કુલમંડન, ગુણરત્ન, સાધુરત્ન અને સોમસુંદર.
જ્ઞાનસાગર : જન્મ સં.૧૪૦પ, દીક્ષા ૧૪૧૭, સૂરિપદ ૧૪૪૧, સ્વર્ગ ૧૪૬૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org